Home /News /lifestyle /તમને પણ ઠંડી વધારે લાગે છે? તો હોઇ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત, જાણો અને એલર્ટ થઇ જાવો નહીં તો..
તમને પણ ઠંડી વધારે લાગે છે? તો હોઇ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત, જાણો અને એલર્ટ થઇ જાવો નહીં તો..
ડાયાબિટીસ પણ હોઇ શકે છે.
Winter care: અનેક લોકોને જરૂરિયાત કરતા વધારે ઠંડી લાગતી હોય છે. આમ, જો તમને પણ ઠંડી વધારે લાગે છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે. ઠંડી વધારે લાગવી પણ અનેક બીમારીઓને સંકેત હોઇ શકે છે. તો જાણો આ વિશે તમે પણ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં ઠંડીનો ચમકારો વધારે છે. ઠંડીનો ચમકારો વધતા અનેક તકલીફો લોકોને થવા લાગે છે. આ માટે ઠંડીથી બચવુ ખાસ જરૂરી છે. દિલ્હી-એનસીઆરમાં આ સમયે ખૂબ ઠંડી પડી રહી છે. એવામાં દરેક લોકો ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો અનેક લોકો એવા હોય છે જેમને ઠંડી વધારે લાગતી હોય છે. તમને ઠંડી વધારે પ્રમાણમાં લાગે છે તો તમારે ચેતવાની જરૂર છે. જો તમે વધારે લાગતી ઠંડીને ઇગ્નોર કરો છો તો અનેક પ્રોબ્લેમ્સ થાય છે. ઘણાં લોકોને હદથી વઘારે ઠંડી લાગતી હોય છે. તો આજે અમે તમને જણાવીએ કે તમને વઘારે ઠંડી લાગે છે તો કઇ બીમારીઓનો શિકાર તમે બનો છો.
તમને હદ કરતા વધારે ઠંડી લાગે છે તો ડાયાબિટીસ પણ હોઇ શકે છે. આ વાતને તમે જરા પણ સામાન્ય ગણશો નહીં. ખાસ કરીને તમારા હાથ-પગ હંમેશા ઠંડા રહે છે તો તમારું બ્લડ પ્રેશર બરાબર પ્રમાણમાં થતુ નથી. ડાયાબિટીસની બીમારીમાં સૌથી પહેલા વ્યક્તિને બ્લડ સર્કુલેશન પર અસર પડે છે જેના કારણે જરૂરિયાત વઘારે ઠંડી લાગે છે. એવામાં તમને જરૂરિયાત કરતા વધારે ઠંડી લાગે છે બ્લડ સુગર લેવલ જરૂર ચેક કરાવો.
ડોક્ટર્સ અનુસાર આયરન આપણાં શરીર માટે જરૂરી તત્વ છે. આયરનની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના ગંભીર રોગો થઇ શકે છે. સારી જીંદગી માટે સ્વાસ્થ્ય સારું હોવુ ખૂબ જરૂરી છે. આમ, શરીરમાં લોહીની ઉણપને કારણે ઠંડી વધારે લાગે છે. શરીરમાં લોહીની ઉણપને કારણે તમને ઠંડીનો અહેસાસ વધારે થાય છે. આ માટે તમે ડાયટમાં લીલા શાકભાજી, દૂધ ડાયટમાં એડ કરો.
વિટામીન બી 12ની ઉણપ
ખાસ કરીને આજકાલ અનેક લોકોમાં વિટામીન બી 12ની ઉણપ વઘારે હોય છે. વિટામીન બી 12ની ઉણપને કારણે શરીરમાં અનેક ઘણી તકલીફો થતી હોય છે. આની ઉણપને કારણે ઠંડી વધારે લાગે છે અને સાથે ખાંસીથી કંટાળી જવાય છે. આમ, તમને હદ કરતા વધારે ઠંડી લાગે છે તો બી 12ની ઉણપ હોઇ શકે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર