Home /News /lifestyle /ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે: EXAM સમયે બધુ ભૂલી જવાય છે? મનમાં ડર લાગે છે? તો આ ટિપ્સ ફોલો કરો
ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે: EXAM સમયે બધુ ભૂલી જવાય છે? મનમાં ડર લાગે છે? તો આ ટિપ્સ ફોલો કરો
પ્રતિકાત્મક તસવીર..
10th and 12th Board examination: હાલમાં ધો.10 અને 12ની બોર્ડની પરિક્ષા ચાલી રહી છે ત્યાં અનેક વિદ્યાર્થીઓ સતત ટેન્શનમાં તેમજ સ્ટ્રેસમાં રહેતા હોય છે. આમ, જો તમને પણ એક્ઝામ ફિવર છે તો ખાસ આ ટિપ્સ ફોલો કરો.
Exam fever: હાલમાં ધો.10 અને 12નાં વિદ્યાર્થીઓની પરિક્ષા ચાલી રહી છે ત્યારે માતા-પિતા પણ અનેક ઘણાં ટેન્શનમાં ફરી રહ્યા છે. દરેક પેરેન્ટ્સને પોતાના બાળકની ચિંતા થાય એ સ્વભાવિક છે. આમ તમને જણાવી દઇએ કે એક્ઝામ ફિવરમાં અનેક બાળકોને સતત મનમાં એક પ્રકારનો ડર રહેતો હોય છે. આ સાથે જ પરિક્ષા સમયે ઘણી વખત ભૂલી જવાતુ હોય છે. આમ, જ્યારે પરિક્ષા પૂરી થાય ત્યારે મગજમાં એવું થાય કે આ તો મને આવડતુ હતુ. આમ, જો તમને પણ આવું થાય છે તો આ ખાસ ટિપ્સ ફોલો કરો.
હાલમાં તમારી પરિક્ષા ચાલી રહી છે અને તમે સતત મનમાં ડર્યા કરો છો તો તમારે હવે ડરવાની જરૂર નથી. આમ, તમને જણાવી દઇએ કે પરિક્ષાના દિવસોમાં હંમેશા મગજને શાંત રાખો. મને આવું થશે..મને કેવું થશે..આ ટાઇપના સવાલો મગજમાંથી બહાર કાઢી દો.
ભૂલી જવાનો ડર કાઢી નાંખો
તમે સતત એવું વિચારો છો કે મને આવડે છે પણ હું ભૂલી જઇશ..તો આ તમે ખોટુ વિચારી રહ્યા છો. તમને જણાવી દઇએ કે પેપરમાં કોઇ પ્રશ્ન આવે છે અને તમે ભૂલી જાવો છો તો એક સેકન્ડ માટે આંખો બંધ કરીને તમે વિચારો. આમ કરવાથી તમને જવાબ યાદ આવવાના ચાન્સિસ વઘારે રહે છે.
પરિક્ષાના દિવસોમાં પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરવાથી મગજ શાંત રહે છે. પ્રાણાયમ કરવાથી મગજમાંથી તમે અનેક વઘારાની વસ્તુઓને ડિલીટ કરવાની તાકાત ધરાવો છો. પ્રાણાયામમાં અનેક ઘણી તાકાત રહેલી છે.
પેપર સોલ્વ કરવાની આદત છોડો
ઘણાં લોકોને ઘરે આવીને પેપર સોલ્વ કરવાની આદત હોય છે. આમ કરવાથી તમે વધારે સ્ટ્રેસમાં આવી શકો છો. આ માટે હંમેશા પેપર સોલ્વ કરવાની આદત છોડી દો. પેપરમાં તમે જે લખ્યુ હશે એમાં કોઇ ફેર પડવાનો નથી. આ માટે સોલ્વ કરીને સ્ટ્રેસ વધારવાની જરૂર રહેતી નથી. આમ હંમેશા ઘરે આવીને 15 થી 20 રિલેક્સ થાવો અને પછી બીજી તૈયારી કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર