Home /News /lifestyle /

પુત્રીને મળવાના બહાને પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના જીવનમાં કરી એન્ટ્રી : પ્રેમીના જીવનમાં આવ્યો ભૂકંપ, 'મજાક' બનેલા યુવકની આપવીતી

પુત્રીને મળવાના બહાને પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના જીવનમાં કરી એન્ટ્રી : પ્રેમીના જીવનમાં આવ્યો ભૂકંપ, 'મજાક' બનેલા યુવકની આપવીતી

પ્રતીકાત્મક તસવીર

મારી ગર્લફ્રેન્ડ તેના એક્સ બોયફ્રેન્ડના કપડા પણ ધોવે છે અને પ્રેમથી જમાડે પણ છે. મેં મારી ગર્લફ્રેન્ડને સમજાવી કે તે તેને કોઈ મગની જેમ ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ તે કહે છે કે તે માત્ર મારી જલન છે.

  લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ભૂતકાળ ભૂલાવીને આગળ વધીને નવી જ શરૂઆત કરવી એજ જિંદગી છે. પરંતુ એક યુવકે રિલેશનશિપ કોલમમાં (Relationship column) પોતાની અનોખી મુશ્કેલી વ્યક્ત કરી હતી. યુવકે પોતાની આપવીતી જણાવતા લખ્યું હતું કે, તેની ગર્લફ્રેન્ડનો (Girl Friend) એક્સ બોય ફ્રેન્ડ (Ex boy Friend) આજે પણ તેના કપડા ધોવા માટે પૈસા આપે છે. અને દરરોજ ડિનર (Dinner) માટે આવે છે. યુવકે લખ્યું હતું કે પોતાની સામે જ આ બધુ જોવું એક ભદ્દા મજાક જેવું લાગે છે.

  પોતાની રિલેશનશિપની ખામીઓને ઉજાગર કરતા યુવકે લખ્યું છે કે મારી 41 વર્ષીય ગર્લફ્રન્ડ અને તેનો 45 વર્ષીય એક્સ બોયફ્રેન્ડ 10 વર્ષ સુધી એક સાથે હતા. તેની પુત્રી પણ છે. જેની ઉંમર 9 વર્ષની છે. તેના એક્સ બોયફ્રેન્ડનો સ્વભાક એક જમાનામાં હિંસક હતો. એટલે જ કદાચ બંને વચ્ચે દૂરી વધી હતી. પરંતુ એક દિવસ પોતાની પુત્રીને મળવા માટે તેના એક્સ બોયફ્રેન્ડે વાપસી કરી હતી. આવી રીતે એકવાર ફરીથી અમારા જીવનમાં તેની એન્ટ્રી થઈ તેણે મારી ગર્લફ્રન્ડને કહ્યું કે સાથે રહેતા તેમની વચ્ચે જે કંઈપણ થયું તેનો તેને ખુબ જ અફસોસ છે. તેણે મદદ માટે અપીલ કરી.

  શરુઆતમાં તે તેના કામ કરાવવાના પૈસા આપતો રહ્યો હતો. પરંતુ બાદમાં અમારા પરિવારમાં રોજ બે બે કલાક વિતાવવા લાગ્યો હતો. તે કહેતો હતો કે અમે બધા તેના સર્કલમાં છીએ. અને ગર્લફ્રેન્ડ તેને પીછતી કે ડીનર કેવું છે? જવાબમાં તેનો એક્સ બોયફ્રેન્ડ કહેતો મીટ થોડું કડક છે આ મસાલા સાથે સારું થઈ શકતું હતું. આ કેવી મજાક છે. મારી ઉંમર 48 વર્ષ છે અને મને મહેસૂસ થવા લાગ્યું છે કે અમરા સંબંધો ખતમ થઈ ગયા છે.

  આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

  આ પણ વાંચોઃ-કારમાં સેક્સ કરવું કપલને ભારે પડ્યું, covid-19 નિયમના ભંગ બદલ અધિકારીએ ફટકાર્યો રૂં.40,000નો દંડ

  મેં મારી ગર્લફ્રેન્ડને સમજાવી કે તે તેને કોઈ મગની જેમ ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ તે કહે છે કે તે માત્ર મારી જલન છે. આ દિવસોમાં બ્લેડિડ ફેમિલી સામાન્ય વાત છે. પરંતુ આ કપલ હોવાના નાતે આ વ્યવસ્થા આરણા સંબંધો અને આપણી પુત્રીના ભવિષ્ય માટે સારા નથી.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ત્રણ અકસમાતમાં ત્રણના મોત, ભત્રીજાના લગ્ન પહેલા જ કાકાનું મોત, ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા, પરિવાર પર આભ તૂટ્યું

  આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

  રિલેશનશિપ એક્સપર્ટે આના જવાબમાં કહ્યું કે તમરાા પાર્ટનર ઉપર હજી પણ તેની પકડ વધારે મજબૂત છે. તેને ખુબ જ ચાલાકીથી તમારા પાર્ટનના દિમાગ ઉપર કંટ્રેલ કરી રાખ્યો છે. પોતાના પાર્ટનરને સમજાવો કે આ વ્યવસ્થા તમારા સંબંધોને બે ભાગમાં વહેચીં રહી છે. આમાંથી નીકળ્યા બાદ જ બધા ખુશ રહી શકીશું.  એક્સપર્ટનું કહેવું છે કે જો તેના પાર્ટનરનો એક્સ તેની પુત્રીને મળવા માગં છે તો કોન્ટેક્ટ ઓર્ડરની શરતોના આધિન હોવી જોઈએ. આ ઉપરાંત જ તે કોઈપણ પ્રકારની મદદ ઈચ્છે છે તો તે નેશનલ ડોમેસ્ટિક એબ્યૂસ હેલ્પલાઈનની મદદ પણ લઈ શકે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Girl Friend, Gujarat latest news, Gujarat na latest samachar, Latest gujarati news, Latest news of Gujarat, Love story, Relationship, ગુજરાતના સમાચાર, ગુજરાતી સમાચાર

  આગામી સમાચાર