જાણો ઇરફાનને થયેલી ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર થવાનાં કારણ?

News18 Gujarati
Updated: March 18, 2018, 6:41 PM IST
જાણો ઇરફાનને થયેલી ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર થવાનાં કારણ?
જો કોઈ દર્દીની ઈમ્યૂન સિસ્ટમ નબળી હોય તો આ બીમારી થવાનો ખતરો વધારે હોય છે

જો કોઈ દર્દીની ઈમ્યૂન સિસ્ટમ નબળી હોય તો આ બીમારી થવાનો ખતરો વધારે હોય છે

  • Share this:
હેલ્થ ડેસ્ક: આખરે બોલિવૂડ એક્ટર ઇરફાન ખાને તેની બીમારીનું નામ જાહેર કરી દીધુ છે. જેમ તેણે તેની પહેલી ટ્વિટમાં કહ્યું હતું કે તેને એક ખુબજ રેર બીમારી છે. ખરેખરમાં એવું જ છે. ઇરફાનને થયેલી આ બીમારીનું નામ ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યૂમર છે.

આ બીમારી શરીરનાં જુદા જુદા ભાગમાં થઇ શખે છે. બોડીમાં હાજર એન્ડોક્રાઈન હોર્મોનનું બેલેન્સ બગડવાને કારણે તે ટ્યૂમરમાં પરિવર્તિત થવા લાગે છે. લાંબા સમય સુધી આવું રહેવાથી ન્યૂરો એન્ડોક્રાઈનની કંડીશન પેદા થાય છે.

આ બીમારી પણ ત્રણ સ્ટેજમાં હોય છે, જેમાં ત્રીજો સ્ટેજ ખુબજ સીરિયસ માનવામાં આવે છે. પણ જો સમય રહેતાં આ બીમારીનું ઈલાજ કરાવી લેવામાં આવે તો તેના ખતરાને દૂર કરી શકાય છે.

શરીરનાં કોઇપણ ભાગમાં થઇ શકે છે ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યૂમર
ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યૂમર માત્ર મગજમાં નહીં પણ ફેફસાં, પેટ, પેનક્રિયાઝ, એપેન્ડિક્સ, આંતરડા, કોલોન અને રેક્ટમ, થાઈરોઈડ ગ્લેન્ડ, એડરનલ ગ્લેન્ડ અને પિટ્યૂટરી ગ્લેન્ડ જેવા શરીરનાં કોઇપણ ભાગમાં પણ થઈ શકે છે.

ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમરના લક્ષણો
-શ્વાસ લેવામાં તકલીફ, ધબકારામાં અનિયમિતતા
-હાઈ બીપી
-થાક અને નબળાઈ
-પેટમાં દુખાવો
-અચાનક વજન વધારો કે ઘટાડો
-શ્વાસ લેતાં સિસોટીનો અવાજ અને કફ
-પગ અને એડીમાં સોજો
-ચામડીમાં જખમ, ચામડીના કલરમાં ફેરફાર, પાતળી ચામડી
-પરસેવા વિના ચહેરા કે ગરદન પર પ્રવાહી નીકળવું
-રાતે ડાયેરિયા થવા
-હાઈ બ્લડ ગ્લૂકોઝ લેવલ (વારંવાર પેશાબ, તરસ વધે , ભૂખ વધે)
- લો બ્લડ ગ્લૂકોઝ લેવલ (અસ્થિરતા, ચક્કર, પરસેવો, બેભાન)

ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યૂમરની જાણ કેવી રીતે થઇ શકે
લેબ ટેસ્ટ્સ, બાયોપ્સી, MRI,એન્ડોસ્કોપિક, અલ્ટ્રાસાઉન્ડ, ન્યૂક્લિયર મેડિસિન ઈમેજિંગ, જિનેટિક ટેસ્ટિંગ, સાઈટોપેથોલોજી, ERCP, સી.ટી. સ્કેન, સી.ટી. એન્જિયોગ્રાફી, લેપ્રોસ્કોપી અને કાઉન્સેલિંગ દ્વારા કરવામાં આવે છે.કેમ થાય ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર ?

ફેમિલી હિસ્ટ્રી- જો પરિવારમાં માતા-પિતા કે અન્ય કોઈ વ્યક્તિને ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર હોય તો બાળકોને પણ આ બીમારીનો ખતરો વધી જાય છે.

નબળી ઈમ્યૂન સિસ્ટમ- જો કોઈ દર્દીની ઈમ્યૂન સિસ્ટમ નબળી હોય તો આ બીમારી થવાનો ખતરો વધારે હોય છે.

વધુ સમય તડકામાં રહેવાથી- વધારે પડતો સમય તડકામાં રહેવાથી સુર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણોની બોડી પર ખરાબ અસર થાય છે. તેનાથી ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમરનો ખતરો વધી જાય છે.
First published: March 18, 2018, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading