Home /News /lifestyle /

વિલ સ્મિથની પત્નીને થયેલી Alopecia Areata બીમારી શું છે? જાણો શું સમસ્યાઓ થઇ શકે છે

વિલ સ્મિથની પત્નીને થયેલી Alopecia Areata બીમારી શું છે? જાણો શું સમસ્યાઓ થઇ શકે છે

જાણો શું છે એલોપેસીયા એરિયાટા

Alopecia Areata: વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથે એલોપેસિયા અરિયાટા રોગ (what is Alopecia Areata Disease) અને તેના સંઘર્ષ વિશે વાત કરી હતી. જે એક ઓટોઇમ્યુન રોગ છે, જેના કારણે ટાલ પડી જાય છે. અભિનેતાની પત્નીને 2018માં આ સમસ્યા હોવાનું સામે આવતા તેના સંપૂર્ણ વાળ ખરી ગયા હતા. તો ચાલો જાણીએ આ રોગ વિશે બધું જ.

વધુ જુઓ ...
  આ વર્ષની ઓસ્કાર એવોર્ડની ઇવેન્ટ (Oscar Award Event 2022) અનેક હેડલાઇન્સનું કારણ બની છે. જેમાં કોમેડિયન ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની પર મજાક (comedian Chris Rock making comments on Will Smith’s wife) કરતા સ્મિથે સ્ટેજ પર થપ્પડ મારી દીધી હતી. આ ઘટના હાલ ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ રહી છે. 'સ્લેપ એક્શન' (Slap Action)ને પગલે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથે એલોપેસિયા અરિયાટા રોગ (what is Alopecia Areata Disease)ના કારણે તેના સંઘર્ષ વિશે વાત કરી હતી. જે એક ઓટોઇમ્યુન રોગ છે, જેના કારણે ટાલ પડી જાય છે. અભિનેતાની પત્નીને 2018માં આ સમસ્યા હોવાનું સામે આવતા તેના સંપૂર્ણ વાળ ખરી ગયા હતા. તો ચાલો જાણીએ આ રોગ વિશે બધું જ.

  શું છે એલોપેસીયા એરિયાટા?

  એલોપેસીયા એરિટા એક એવી સ્થિતિ છે જેના કારણે વાળ નાના પેચોમાં ખરે છે, જે નોટિસિબલ હોઈ શકે છે. આ પેચો જોડાય છે અને પછી દેખાય છે. અમુક કિસ્સાઓમાં તે ભમર, પાંપણો અને ચહેરાની સાથે શરીરના અન્ય ભાગોમાં પણ હોઇ શકે છે. જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા વાળના ફોલિકલ્સ પર હુમલો કરે છે, ત્યારે એલોપેસીયા એરિયાટા વધે છે જેના પરિણામે વાળ ખરવા લાગે છે.

  આ પણ વાંચો-આ રીતે કરો ઈલેક્ટ્રીક બ્રશનો ઉપયોગ, તેને સ્વચ્છ કરવાની રિત અને તેનાં ફાયદા

  એલોપેસીયા એરિયાટા થવાના કારણો

  એલોપેસીયા એરેટા આપણી રોગપ્રતિકારક શક્તિમાં અસામાન્યતા દ્વારા ઉત્તેજિત થાય છે, જે આપણા વાળના ફોલિકલ્સને નુકસાન પહોંચાડે છે. આ અસામાન્યતા સામાન્ય રીતે ઓટોઇમ્યૂનિટી તરફ દોરી જાય છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને ખોટા માર્ગે દોરે છે અને પરિણામે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ તેની શરીરની પેશીઓ પર જ હુમલો કરે છે. આ સ્થિતિમાં કેટલાક અનિશ્ચિત કારણોસર આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ તેના વાળના ફોલિકલ્સ પર હુમલો કરે છે અને વાળની સામાન્ય રચનાને નુકસાન કરે છે. અસરગ્રસ્ત ત્વચાની બાયોપ્સીમાં રોગપ્રતિકારક લિમ્ફોસાઇટ્સ વાળના ફોલિકલ્સના બલ્બમાં વીંધતા જોવા મળે છે. આ સ્થિતિને કેટલીક વખત લ્યુપસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, થાઇરોઇડ રોગ, અલ્સરેટિવ કોલાઇટિસ અને પાંડુરોગ જેવી અન્ય ઓટોઇમ્યુન સ્થિતિઓ સાથે જોડવામાં આવે છે.

  આ પણ વાંચો-ગરદનનાં દુખાવાને કારણે ઉંધવામાં થઈ રહી છે પરેશાની? તો ટ્રાય કરો આ સ્લીપિંગ પોઝીશન, દુખાવા વિના આવશે ઉંધ

  એલોપેસીયા એરિયાટાના લક્ષણો

  આ રોગનું સૌથી મુખ્ય લક્ષણ છે વાળ ખરવાનું, ખાસ કરીને ખોપરી પરથી. દાઢી અને પાંપણો સહિત વાળના વિકાસને અસર થઈ શકે છે. ઉપરાંત, વાળ ખરતા પહેલા આ વિસ્તારમાં ખંજવાળ અથવા બળતરાનો થઇ શકે છે. વાળની ફોલિકલ્સને નુકસાન થતું નથી, તેથી જો ફોલિકલ્સની બળતરા ઓછી થાય તો વાળ ફરીથી ઉગી શકે છે. લગભગ 30 ટકા લોકો કે જેઓ આ સમસ્યાનો શિકાર બને છે તેમની પરિસ્થિતિ કાં તો વધુ ભાગોને અસર કરે છે અથવા સતત વાળ ખરવા અને ઉગવાનું શરૂ થાય છે.

  નખ પર દેખાય છે લક્ષણો

  - નખ પર સફેદ ડાઘા

  - નખ તૂટવા અથવા પાતળા થવા

  - લાઇન્સ દેખાવી અને ચમક ઘટવી

  - નખ પર રફનેસ આવવી

  શું છે સારવાર?

  એલોપેસીયા એરિયાટાની કોઈ ચોક્કસ સારવાર નથી. પરંતુ કેટલીક સારવારો ભવિષ્યમાં વાળ ખરવાની ગતિને ઘટાડી શકે છે અને વાળને ઝડપથી પાછા વિકસાવવામાં પણ મદદ કરી શકે છે. કેટલાક દર્દીઓમાં સારવાર બાદ વાળ ખરવાની સ્થિતિ વધુ ખરાબ બને છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Alopecia Areata, Causes, Jeda piket, Lifestyle, Oscar 2022, Symptoms, Will Smith, આરોગ્ય

  આગામી સમાચાર