દરેક છોકરીઓ ઈચ્છે છે કે પાર્ટનર કરે તેમની માટે કરે આ કામ, પણ કહી જ નથી શકતી

News18 Gujarati
Updated: June 4, 2019, 6:53 PM IST
દરેક છોકરીઓ ઈચ્છે છે કે પાર્ટનર કરે તેમની માટે કરે આ કામ, પણ કહી જ નથી શકતી

  • Share this:
પુરુષો તો એમ જ માનતા હોય છે કે મહિલાઓને સમજવું સરળ નથી હોતું. તેમાં પણ દરેક છોકરીઓ ઈચ્છતી હોય છે કે પાર્ટનર તેમની માટે આ કામ કરે, પણ  તે ક્યારેય કહી જ નથી શકતી.

છોકરીઓના મનની વાત સમજવી છોકરાઓ માટે સૌથી અઘરું કામ હોય છે. છોકરીઓ ઘણી વાતોમાં છોકરાઓ કરતા સાવ જુદી હોય છે. આ જ કારણે પ્રમ હોવા છતાં સંબંધ નબળો પડે છે. અને ઘણાં ઝઘડાં થવાના કારણે સંબંધ તૂટી પણ જાય છે. છોકરાઓ ઘણી વખત પોતાની વાત રજૂ કરી નાખે છે, પરંતુ છોકરીઓ પોતાની ઈચ્છાઓ ઘણી વખત નથી કહી શકતી. આવો જાણીએ છોકરી તેના સાથીને શું કહેવા ઈચ્છે છે..

આત્મ-સન્માન દરેકનો અધિકાર છે. છોકરીઓ ઈચ્છે છે કે તેનો સાથી તેમનું માન જાળવે અને પોતાના પસંદ પર પ્રાઉડ ફીલ કરે. પ્રેમથી ભરેલો સંબંધ લોકોમાં આત્મવિશ્વાસ ભરે છે.

ઘણી છોકરીઓની ઈચ્છા હોય છે કે તે પોતાના પાર્ટનર સાથે ઈમોશનલી ફીલ કરે. તે જેની સાથે કનેક્ટેડ ન અનુભવે તેની સાથે ચીડાયેલી જોવા મળે છે. પરંતુ પ્રેમથી ભરપૂર સંબંધમાં જ્યારે ફીલિંગ્સની અછત આવે ત્યારે છોકરીઓ ઉદાસ થઈ જાય છે.

છોકરીઓ ઈચ્છે છે કે તેમનો સાથી રિલેશનશીપને લઈને સીરિયસ અને લોયલ રહે. દરેક છોકરી ઈચ્છે છે કે તે પોતાના સાથી સાથે હોય ત્યારે તેમનું ફોકસ તેની પર જ હોય.

છોકરીઓ અડિયલ છોકરાઓને નાપસંદ કરે છે. છોકરીઓ ઈચ્છે છે કે તેમનો સાથી મજાકિયા અને કેરિંગ સ્વભાવનો હોય. જ્યારે પણ તેનાથી ભૂલ થઈ જાય તો પણ માફી માંગવામાં સંકોચ ન અનુભવે.
First published: June 4, 2019, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading