Home /News /lifestyle /

Women health: શું પ્રથમ વખતના સંભોગ સમયે પીડા થશે? લગ્ન પહેલા દરેક યુવતીએ ગાયનેકોલોજિસ્ટને પૂછવા જોઈએ આ સવાલ

Women health: શું પ્રથમ વખતના સંભોગ સમયે પીડા થશે? લગ્ન પહેલા દરેક યુવતીએ ગાયનેકોલોજિસ્ટને પૂછવા જોઈએ આ સવાલ

શું પ્રથમ વખતના સંભોગ સમયે પીડા થશે?

લગ્ન પહેલા યુવાનોના મનમાં ઘણા બધા પ્રશ્નો (Questions before marriage) હોય છે. મોટા ભાગે આપણે આપણા શરીર (Human body) વિશે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે પણ જાણતા હોતા નથી. જેથી લગ્ન પહેલા શરીરને જાણવું અને સમજવું જરૂરી છે. આવી સ્થિતિમાં શરીર બાબતે મિત્રો કે ઈન્ટરનેટ પરથી મળેલી માહિતી જોખમી નીવડી શકે છે. તેથી લગ્ન પહેલાં ગાયનેકોલોજિસ્ટની મુલાકાત (Questions asked before marriage) લેવી જરૂરી છે.

વધુ જુઓ ...
  લગ્ન એ બે આત્માઓ અને બે શરીરનું મિલન છે. લગ્ન કરવાથી સ્ત્રીના જીવન (Women life after marriage)માં મોટો બદલાવ આવે છે અને લગ્ન પહેલા તેના મનમાં ઘણા બધા પ્રશ્નો (Questions before marriage) હોય છે. મોટા ભાગે આપણે આપણા શરીર (Human body) વિશે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે પણ જાણતા હોતા નથી. જેથી લગ્ન પહેલા શરીરને જાણવું અને સમજવું જરૂરી છે. આવી સ્થિતિમાં શરીર બાબતે મિત્રો કે ઈન્ટરનેટ પરથી મળેલી માહિતી જોખમી નીવડી શકે છે. તેથી લગ્ન પહેલાં ગાયનેકોલોજિસ્ટની મુલાકાત (Questions asked before marriage) લેવી જરૂરી છે.

  ગાયનેકોલોજિસ્ટ સાથે મુલાકાત વખતે ડોક્ટરને શું પૂછવું જોઈએ? તે બાબતથી ઘણી સ્ત્રીઓ અજાણ હોય છે. Herzindagiના અહેવાલ મુજબ આ બાબતે નોઇડાની મધરહુડ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડો. મનીષા રંજનને પ્રકાશ પાડ્યો છે. તેમણે ગાયનેકોલોજિસ્ટ (Questions asked for Gynecologist)ને કયા સવાલ પૂછવા તે અંગે જાણકારી આપી છે.

  આ પણ વાંચો: તમે પહેલી વાર બન્યા છો માતા-પિતા? તો આ રીતે બાળકની રાખો સંભાળ

  શું પ્રથમ વખતના સંભોગ સમયે પીડા થશે?


  આ સવાલ દરેક કુંવારી કન્યાઓને સતાવતો હોય છે. લગ્ન થવાના હોય તે દુલ્હનના દિલમાં પહેલો સવાલ એ થાય છે કે શું પહેલી વખત સમાગમથી યોનિમાર્ગના પીડા થશે? આનો જવાબ છે હા, તેનાથી દુઃખાવો થશે. જેથી તમારો પાર્ટનર તમને કમ્ફર્ટેબલ બનાવવાનો પ્રયત્ન કરે અને તમે તમારા પાર્ટનરની સાથે તમારા ડર વિશે વાત કરો તે જરૂરી છે.

  શું વર્જિનિટીની પરખ માત્ર રક્તસ્રાવથી જ થાય?


  લગ્ન અને વર્જિનિટી વિશે આ સૌથી મોટી ગેરમાન્યતા છે. દરેક સ્ત્રીનું શરીર અલગ હોય છે. જેથી તેમને સંભોગ પછી બ્લીડીંગ થાય તે જરૂરી નથી. સ્ત્રીનું હાઇમેન ટીનએજમાં રમતગમત સમયે કે અન્ય કોઇ શારીરિક પ્રવૃત્તિમાં તૂટી શકે છે. તેને વર્જિનિટી સાથે કોઈ લેવાદેવા નથી.

  લગ્નની રાત્રે અથવા હનીમૂન પર પીરિયડ્સ આવે તો શું કરવું?


  લગ્નની ફર્સ્ટ નાઈટ કે હનીમૂન સમયે પીરિયડ ન આવે તેવું ઘણી યુવતીઓ ઈચ્છે છે. જો તમારી આવી કોઈ ઈચ્છા હોય તો લગ્નના 2 મહિના પહેલા તમારા ગાયનેકોલોજિસ્ટને મળો અને પોતાની ઈચ્છા જણાવો. તેઓ પીરિયડની તારીખ બદલવા માટે તમારી સાથે કોઈ દવા કે અન્ય કોઈ જાણકારી શેર કરી શકે છે.

  આ પણ વાંચો: શું અનમેરીડ કપલ હોટલમાં રૂમ બુક કરી શકે? જાણો શું છે કાયદો અને તમારો અધિકાર

  રેગ્યુલર સંભોગ કરતી વખતે કઈ સ્વચ્છતા જરૂરી છે?


  મોટાભાગની મહિલાઓને લગ્ન પછી નિયમિત સંભોગ સમયે સ્વચ્છતા વિશે ખબર હોતી નથી. આ માટે યોનિમાર્ગને સારી રીતે સાફ કરો. તેને શુષ્ક રાખો અને પ્યુબિક વાળને ટ્રિમ કરો. આ સાથે જ તમારે હાઇડ્રેટેડ રહેવાની પણ જરૂર છે.

  શરીરને નુકસાન ન પહોંચાડે તેવું પ્રોટેક્શન અને ગર્ભનિરોધક કયા હોઈ શકે?


  આ માટે કોન્ડોમનો ઉપયોગ કરવો જરૂરી છે. આ ઉપરાંત તમે IUDનો ઉપયોગ પણ કરી શકો છો. જેમાં ગર્ભાશયમાં કોઇલ જેવું ઉપકરણ મૂકવામાં આવે છે. આ પદ્ધતિ ગર્ભાવસ્થાને અટકાવે છે.

  તમે બર્થ કન્ટ્રોલ પીલ્સનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આવી ગોળીઓના સુરક્ષિત ઉપયોગ માટે સૌથી પહેલા તમારે તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટર તમને તમારી મેડિકલ હિસ્ટ્રી અને કુટુંબ નિયોજન મુજબ બર્થ કંટ્રોલની યોગ્ય રીત જણાવશે.

  આ પણ વાંચો: Male Contraceptive Pills: પુરૂષોએ લીધી ગર્ભનિરોધક ગોળીઓ, અને પછી થયું કઈક આવું...

  શું પીરિયડ્સ દરમિયાન સમાગમ કરવો સલામત છે?


  પીરિયડ્સ દરમિયાન ઈન્ટરકોર્સથી કેટલાક ઈન્ફેક્શનનો ખતરો રહે છે. તમારા માસિક સ્રાવના લોહીમાં વાયરસ હોય તો આવું બની શકે છે. આ બાબતને બાદ કરતાં પીરિયડ્સ દરમિયાન સમાગમને સલામત ગણાય છે. જો કે તે સમયે સમાગમ કરવાથી પણ પ્રેગ્નેન્સીનો ખતરો રહે છે.

  શું યોનિમાર્ગનું વેક્સિંગ સુરક્ષિત છે?


  નવી નવવધૂઓને લગ્ન પહેલાં વિવિધ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવી ગમે છે. તેઓ બોડી સ્ક્રબથી માંડીને ફેશિયલ, બોડી મસાજ, ફુલ બોડી વેક્સિંગ વગેરે કરાવે છે. ઘણી યુવતીઓ બિકીની વેક્સથી ડરે છે, કારણ કે તેમાં વધુ દુ:ખાવો થાય છે.

  તેનાથી તમારા શરીર પર કેવું રીએકશન આવશે તેની તમને જાણ હોતી નથી. જેથી જો તમારી ઈચ્છા હોય તો લગ્નના ઓછામાં ઓછા 3-4 મહિના પહેલા તે ટ્રાય કરવું જોઈએ. તમે આ વિશે પહેલા તમારા સ્ત્રીરોગચિકિત્સક સાથે વાત કરી શકો છો. જો કે, પ્યુબિક હેરને દૂર કરવાનો ટ્રિમિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે.

  આ પણ  વાંચો: આ 3 કારણોથી વધી શકે છે હિપ્સ પરની ચરબી, નિતંબ પરની વધતી ચરબીને આ રીતે અટકાવો

  ગાયનેકોલોજિસ્ટ સાથે ખુલીને વાત કરવી જરૂરી


  ગાયનેકોલોજિસ્ટને તમારા મનના આવતા તમામ પ્રશ્નો પૂછવા જરૂરી છે. તેઓ ફેમિલી પ્લાનિંગથી લઈને સેફ પ્રેગ્નન્સી સુધીની દરેક બાબતમાં તમને સપોર્ટ કરી શકે છે. લગ્ન પછી ખૂબ જ ગાઢ સંબંધો બંધાય છે અને આવી સ્થિતિમાં તમારી બધી શંકાઓ દૂર કરવી જરૂરી બની જાય છે. આવી શંકાના નિવારણ માટે ડોક્ટરની સલાહ લો.
  First published:

  Tags: Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन