Home /News /lifestyle /બ્લડ સુગર કંટ્રોલમાં કરવા આ 4 લોટની વાનગીઓ ખાઓ, ઇન્સ્યુલિન લેવાની જરૂર નહીં પડે

બ્લડ સુગર કંટ્રોલમાં કરવા આ 4 લોટની વાનગીઓ ખાઓ, ઇન્સ્યુલિન લેવાની જરૂર નહીં પડે

ડાયાબિટીસના લોકો માટે બેસ્ટ છે.

Atta for diabetes: ડાયાબિટીસના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને પોતાના ખોરાક પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. નાના બાળકો પણ જલદી ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં ખાસ કરીને ખોરાકને ધ્યાનમાં રાખીને ચાલીને ખૂબ જરૂરી છે. તમને ડાયાબિટીસ છે અને તમે કંઇ પણ ખાઓ છો તો તમારી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં દિવસને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છે. આમ, જો તમને ડાયાબિટીસ છે અને તમે પ્રોપર રીતે હેલ્થનું ધ્યાન રાખતા નથી તો અનેક સમસ્યાઓ થાય છે. આ માટે જરૂરી છે કે આ પરિસ્થિતમાં પોતાની કેર વધારે કરવી. જો કે ડાયાબિટીસના લોકો સામાન્ય રીતે કહેતા હોય છે કે કયો લોટ હેલ્થ માટે સારો.

    તમને જણાવી દઇએ કે તમને ડાયાબિટીસ છે તો તમે એ ટાઇપના લોટની પસંદગી કરો જેમાં ફાઇબરની માત્રા વધારે હોય અને એનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછુ હોય. આનાથી સુગર સ્પાઇક વધતી નથી અને ડાયાબિટીસની બીમારી કંટ્રોલમાં રહે છે. તો જાણો તમે પણ ડાયાબિટીસના દર્દીઓ માટે કયો લોટ સૌથી બેસ્ટ.

    આ પણ વાંચો: લગ્નના થોડા દિવસ બાકી છે અને ગભરામણ થાય છે?

    ચણાનો લોટ


    ડાયાબિટીસના દર્દીઓ માટે ચણાનો લોટ સૌથી બેસ્ટ છે. ચણાનો લોટ ફાઇબરથી ભરપૂર અને મોટો હોય છે. આ સરળતાથી પચતો નથી જેના કારણે બ્લડ સુગર સ્પાઇક થતુ નથી. આ સાથે જ મેટાબોલિઝમ રેટને પણ સારું રાખે છે જેના કારણે ડાયાબિટીસમાં કબજીયાતની સમસ્યા થતી નથી.

    બાજરીનો લોટ


    બાજરીનો લોટ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે. આ લોટથી એન્ટી ઓક્સિડન્ટ્સ ઇન્સ્યુલિન સેલ્સને વેગ આપે છે અને ઇન્સ્યુલિન પ્રોડક્શનમાં મદદ મળે છે.

    આ પણ વાંચો: ઠંડીમાં દહીં ખાવાથી શરદી થાય? જાણો એક્સપર્ટ પાસેથી

    રાજગરાનો લોટ


    રાજગરાનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે અનેક રીતે ફાયદાકારક છે. રાજગરાનો લોટ ગ્લાઇસેમિક ફુડ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ લોટમાં હાઇ કેલરી છે જે શરીરને એનર્જી બુસ્ટ કરવાની સાથે ડાયાબિટીસને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ઘણાં ડાયાબિટીસના દર્દીઓ આહારમાં રાજગરાના લોટનો ઉપયોગ રેગ્યુલર કરતા હોય છે.


    રાગીનો લોટ


    રાગીનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ લોટનું સેવન કરવાથી બ્લડ ગ્લૂકોઝ વધતુ નથી અને પાચન તંત્ર સારું રહે છે. આ સિવાય આંખો માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ લોટમાં પોલીફેનોલ્સ હોય છે જે મોતિયાની સમસ્યાથી બચાવે છે.

    નોંઘ: આ માહિતી સામાન્ય જાણકારી અનુસાર છે, કોઇ પણ ઉપાય કરતા પહેલાં તમે એક્સપર્ટની સલાહ લઇ લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diabetes care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन