30 વર્ષની ઉંમર બાદ મહિલાઓને વિવિધ સમસ્યાઓથી બચાવશે આ સપ્લીમેન્ટ્સ

તસવીર- shutterstock

Essential Supplements For Women Health: વધતી ઉંમર સાથે વ્યક્તિમાં ઘણી શારિરીક નબળાઇઓ કે સમસ્યાઓ આવવાનું શરૂ થઇ જાય છે. તેથી સ્વસ્થ શરીર (Healthy Body) માટે વધતી ઉંમરે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

  • Share this:

Essential Supplements For Women Health: વધતી ઉંમર સાથે વ્યક્તિમાં ઘણી શારિરીક નબળાઇઓ કે સમસ્યાઓ આવવાનું શરૂ થઇ જાય છે. તેથી સ્વસ્થ શરીર (Healthy Body) માટે વધતી ઉંમરે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પરંતુ વાત કરીએ મહિલાઓ (Women)ની તો ઉંમર વધવાની સાથે પુરૂષોની સરખામણીએ પોતાનો ખ્યાલ રાખવાની જરૂર વધુ હોય છે.


શરીર પર સૌથી વધુ અસર તમારી ખાણીપીણીની પણ થાય છે. પરંતુ ન્યુટ્રીશનિસ્ટ અનુસાર મહિલાઓને ખાણીપીણીની સાથે 30 વર્ષની ઉંમર બાદ અમુક ખાસ અને જરૂરી સપ્લીમેન્ટ્સ (Essential Supplements)ને ડાયટમાં સામેલ કરવાની જરૂરીયાત હોય છે. તો આજે તમને જણાવશું કે મહિલાઓના સ્વાસ્થ્ય(Women Health) માટે શું-શું જરૂરી છે.

આયરન

પુરૂષોની સરખામણીએ શરીરમાં આયરનની કમી વધુ જોવા મળે છે. તેનાથી કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનનો ખતરો હોતો નથી, તે ઉપરાંત થાક અને નબળાઇ પણ અનુભવાય છે. આ સમસ્યાઓને દૂર કરવા તમારે આયરન સપ્લીમેન્ટને ડાયટમાં સામેલ કરવા જોઇએ.

ફોલિક એસિડ

30 વર્ષ વધુની ઉંમર ધરાવતી મહિલાઓએ સારા સ્વાસ્થ્ય માટે ફોલિક એસિડ સપ્લીમેન્ટ્સ લેવા જોઇએ. આ ઉપરાંત તમારા ડાયટમાં બી-વિટામિન ફોલેટનું પ્રમાણ પણ વધારવું જોઇએ.

આ પણ વાંચો: જો આ સમસ્યા હોય તો ભુલથી પણ ન ખાઓ તુલસીના પાન, ઊંધી થશે અસર

મેગ્નેશીયમ

સારા સ્વાસ્થ્ય માટે મેગ્નેશીયમ પણ શરીરમાં પૂરતા પ્રમાણમાં જળવાઇ રહે તે જરૂરી છે. મેગ્નેશીયમ શરીરમાં પ્રોટીન બનાવવામાં મદદરૂપ બને છે. સાથે જ બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મેગ્નેશીયમની ઉણપથી સ્નાયુમાં તણાવ, થાક, નબળાઇ જેવી સમસ્યાઓ થાય છે. તેથી મેગ્નેશીયમ સપ્લીમેન્ટની તમારે સૌથી વધુ જરૂર રહે છે.

વિટામિન ડી

મહિલાઓના સ્વાસ્થ્ય માટે વિટામિન-ડી સૌથી મહત્વનું ઘટક છે. વિટામિન – ડીની કમી શરીરમાં કમર, પીઠ અને હાડકાઓમાં દુખાવા માટે કારણભૂત બને છે. તેથી વિટામિન – ડી સપ્લીમેન્ટ્સ તમારા ડાયટમાં જરૂર સામેલ કરવા જોઇએ. વિટામિન – ડી કેલ્શિયમને એબ્ઝોર્વ કરવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચો: Health: પેટની ચરબી ઘટાડવી છે? આજે જ શરૂ કરી દો આ 4 ટિપ્સ પર અમલવારી

પ્રોબાયોટિક્સ

પ્રોબાયોટિક્સ સપ્લીમેન્ટ્સ ડાયરિયા અને આઇબીએસ જેવી સમસ્યાઓથી તમને દૂર રાખશે. પ્રોબાયોટિક્સ ગુડ બેક્ટેરિયા હોય છે જે આંતરડા માટે ખૂબ ફાયદાકારક છે. તેથી જ પ્રોબાયોટિક્સ સપ્લીમેન્ટ્સને પણ તમારે તમારા ડાયટમાં સામેલ કરવા જોઇએ. તે તમને કોઇ પણ પ્રકારની એલર્જી અને ઇન્ફેક્શનથી બચાવશે. જો તમે તમારા શરીરને ધ્યાનમાં રાખી જરૂરિયાત અનુસાર અમુક સપ્લીમેન્ટ્સની જગ્યાએ હેલ્થી ખોરાકની મદદ લેશો તો પણ તમને ઘણો ફાયદો મળી શકે છે.
Published by:kuldipsinh barot
First published: