Home /News /lifestyle /આ રીતે કરો ઈલેક્ટ્રીક બ્રશનો ઉપયોગ, તેને સ્વચ્છ કરવાની રિત અને તેનાં ફાયદા

આ રીતે કરો ઈલેક્ટ્રીક બ્રશનો ઉપયોગ, તેને સ્વચ્છ કરવાની રિત અને તેનાં ફાયદા

ઇલેક્ટ્રિક બ્રશનો ઉપયોગ, ફાયદા અને વપરાશ અંગે જાણો બધુ જ

Electric Brush Use: દરેક ઉપયોગ પછી ઇલેક્ટ્રિક ટૂથબ્રશને ગરમ પાણીથી અચૂક ધોવુ. તે ઉપયોગ પહેલાં અને પછી બ્રિસલ્સ સાફ કરવાની સૌથી વધુ યોગ્ય પદ્ધતિ તરીકે ગણવામાં આવે છે. આ બેક્ટેરિયાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે જે બ્રશિંગ પહેલાં અને દરમિયાન એકત્ર થઈ શકે છે. તે નવા જર્મ્સથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

વધુ જુઓ ...
  સામાન્ય ટૂથબ્રશ (toothbrush) હવે ઓલ્ડ ફેશનના થઈ ગયા છે. ઇલેક્ટ્રિક ટૂથબ્રશ (electric toothbrush)થી લોકો પોતાની ડેન્ટલ કેરને અપગ્રેડ કરતા થયા છે. વધતી લોકપ્રિયતાને કારણે લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણ્યા વિના જ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. જાણીને તમને નવાઈ લાગશે કે ઈલેક્ટ્રિક ટૂથબ્રશના મોટાભાગના વપરાશકર્તાઓ તેના હેન્ડલિંગ, ઉપયોગ અને સફાઈ વિશે જાણતા નથી. જો તમે તેનો ઉપયોગ કરી રહ્યાં છો અથવા શરૂ કરવાનો વિચાર કરી રહ્યાં છો ચો કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. ડૉ. રાજેશ શેટ્ટી, ક્લિનિકલ ડિરેક્ટર અને M.D.S, પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ આર્ટિકલમાં તેના ઉપયોગ વિશે કેટલીક માહિતી આપી રહ્યાં છે.

  ઇલેક્ટ્રિક ટૂથબ્રશ એડવાન્સ છે, જેમાં હેન્ડલમાં ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવે છે. જે દાંત સાફ કરવા માટે ઇલેક્ટ્રિક ઓટોમેટિક બ્રિસ્ટલ હેન્ડલ કરે છે. આ ટૂથબ્રશમાં દાંત સાફ કરવા માટે હાથની મેન્યુઅલ મિવમેન્ટ કરવાની જરૂર નથી.

  ઈલેક્ટ્રિક ટૂથબ્રશનાં ફાયદા શું છે?

  જર્મ્સ, પ્લેગ અને જિન્ગિવાઇટિસને દૂર કરવામાં આ બ્રશ હેડની ઓટોમેટેડ મૂવમેન્ટ વધુ અસરકારક બની રહે છે. ઓસીલેટીંગ ટૂથબ્રશ અન્યની સરખામણીએ વધુ અસરકારક છે.

  જ્યારે દાંત સાફ કરવાની વાત આવે છે, ત્યારે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ મોટા ભાગનું કામ જાતે કરે છે. આર્થરાઈટીસ અને વિકલાંગતા ધરાવતા અને લિમિટેડ મોબિલીટીથી પીડાતા લોકો માટે આ ખૂબ જ સારી રીતે કામ કરે છે.

  આના ઉપયોગથી બ્રશ કરતી વખતે હાથમાં દુખાવો પણ થતો નથી સાથે જ તમે પૂરતા સમય સુધી દાંત સાફ પણ કરી શકો છો. જેના કારણે દાંત, પેઢા અને મોંમાંથી પ્લેક સારી રીતે દૂર થાય છે.

  આ પણ વાંચો-ગરદનનાં દુખાવાને કારણે ઉંધવામાં થઈ રહી છે પરેશાની? તો ટ્રાય કરો આ સ્લીપિંગ પોઝીશન, દુખાવા વિના આવશે ઉંધ

  બાળકો માટે પણ ઓરલ હાઈજીન (Oral hygiene) મોટા લોકો જેટલુ જ જરૂરી છે. બાળકોનો સ્વભાવ અધીરો હોય છે જેના પરિણામે તેઓ દાંતની સ્વચ્છતા રાખવામાં પાછળ રહે છે. ઈલેક્ટ્રિક ટૂથબ્રશ તેમને સારી રીતે બ્રશ કરવામાં મદદ કરે છે.

  ઈલેક્ટ્રિક ટૂથબ્રશનો ઉપયોગ કોણે કરવો અને કઈ રીતે કરવો?

  ઈલેક્ટ્રિક ટૂથબ્રશ વાપરનારમાં બ્રશ જાતે જ મોટાભાગની સફાઈ કરી દે છે. દાઢના ખૂણાઓ અને દરેક દાંતની સપાટી સહિત મોંના દરેક ભાગમાં યોગ્ય રીતે સફાઈ થાય છે, ખૂબ જ સારી રીતે અને સરળતાથી મોંની સફાઈ શક્ય બને છે.

  શારીરિક વિકલાંગતા અને લિમિટેડ મોબિલીટી ધરાવતા લોકોને પણ ઘણો ફાયદો થાય છે. આ બ્રશના ઉપયોગથી કોઈ અન્ય વ્યક્તિની મદદ વિના પણ તે સારી રીતે પોતાની ઓરલ કેર કરી શકે છે. આ લોકોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓ અને તેમની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવામાં સ્વતંત્રતા મળે છે અને કોઈને આધિન રહેવુ પડતુ નથી.

  આ પણ વાંચો-Hair fall: વાળ ખરવાની તકલીફથી કંટાળી ગયા? પુરુષો અજમાવી શકે છે આ 6 અસરકારક Hair growth ટિપ્સ

  નીચે જણાવેલ કેટલીક સ્થિતીમાં તે ઉપયોગી છે -

  પાર્કિન્સન
  કાર્પલ ટનલ સિન્ડ્રોમ
  આર્થરાઈટિસ
  વિકલાંગતા
  લકવો

  ઈલેક્ટ્રિક ટૂથબ્રશ વાપરવાના ગેરલાભ

  ઈલેક્ટ્રિક-ઈન્ફ્યુઝ્ડ ટૂથબ્રશ તેનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિ માટે ખૂબ ફાયદાકારક લાગે છે. જો કે આના કેટલાક ગેરફાયદા પણ છે જેના વિશે લોકોએ સચેત રહેવું જોઈએ.

  બેટરીથી ચાલતા ટૂથબ્રશની કિંમત અન્ય કરતા પ્રમાણમાં વધારે છે. આ ઉપરાંત તેમાં રિપ્લેસમેન્ટ હેડની પણ જરૂર પડે છે જે પણ ખૂબ મોંઘા હોઈ શકે છે. દરેક પ્રકારના ફાઈનાન્શિયલ બેકગ્રાઉન્ડના લોકો આ અફોર્ડ કરી શકે તેમ નથી.

  તે નાણાકીય નક્શાન કરવા બાબત ખૂબ જોખમી છે. આમાંના મોટા ભાગના મોડલ્સને ચાર્જિંગની જરૂર પડે છે પરંતુ વપરાશકર્તાએ તેમને ઓવર ચાર્જ ન કરવા સચેત રહેતા નથી. જો એકવાર ટૂથબ્રશ ડ્રોપ થાય કે બેટરીને નુક્શાન પહોંચે તો તે નકામુ બની જાય છે.

  તમારા ઈલેક્ટ્રિક ટૂથબ્રશને સ્વચ્છ અને જર્મ ફ્રી રાખવા માટે આટલુ કરો:

  દરેક ઉપયોગ પછી ઇલેક્ટ્રિક ટૂથબ્રશને ગરમ પાણીથી અચૂક ધોવુ. તે ઉપયોગ પહેલાં અને પછી બ્રિસલ્સ સાફ કરવાની સૌથી વધુ યોગ્ય પદ્ધતિ તરીકે ગણવામાં આવે છે. આ બેક્ટેરિયાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે જે બ્રશિંગ પહેલાં અને દરમિયાન એકત્ર થઈ શકે છે. તે નવા જર્મ્સથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

  ટૂથબ્રશને એન્ટીબેક્ટેરિયલ માઉથવોશમાં પલાળી રાખવાથી પણ બેક્ટેરિયાથી છુટકારો મળે છે. એકવાર બ્રશ કર્યા પછી ટૂથબ્રશને નાના કપ માઉથવોશમાં લગભગ 2 મિનિટ સુધી પલાળી રાખો.

  યુવી ટૂથબ્રશ સેનિટાઇઝર - યુવી લાઇટ સેનિટાઇઝર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ડિવાઈસ ખાસ કરીને ટૂથબ્રશને સાફ કરવા માટે બનાવવામાં આવે છે. જાણવા મળ્યું છે કે યુવી લાઇટ સેનિટાઇઝર્સે ઉપાયો અથવા ક્લોરહેક્સિડાઇન ગ્લુકોનેટ સોલ્યુશન્સ કરતાં બ્રશની સફાઈમાં વધુ સારા પરિણામો દર્શાવ્યા છે.

  ઇલેક્ટ્રિક ટૂથબ્રશ ઘણા લોકો માટે આશીર્વાદ છે. પરંતુ જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હોવ તો જ તમે તેનો લાભ મેળવી શકો છો. તેનો વધુ ઉપયોગ કરવા માટે તેને સ્વચ્છ રાખવું પણ એટલું જ જરૂરી છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Electric toothbrush, Health Tips, Oral Hygiene, આરોગ્ય

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन