Home /News /lifestyle /

ઈંડા વગર જ કૂકરમાં 30 મિનિટમાં બનતી ચોકલેટ કેક

ઈંડા વગર જ કૂકરમાં 30 મિનિટમાં બનતી ચોકલેટ કેક

પ્રતિકાત્મક તસવીર

    આ રીતે ઈંડા વગર જ કૂકરમાં 30 મિનિટમાં બનતી ચોકલેટ કેક.. નોંધી લો તેને બનાવવાની સરળ રીત..

    સામગ્રી

    3/4 કપ કંડેસ્ડ મિલ્ક
    2 કપ મેંદો
    1 ચમચી બેકિંગ પાઉડર
    ચપટી બેકિંગ સોડા
    1/4 કપ કોકો પાઉડર
    1/4 કપ પીગળેલું બટર
    1/2 મોટી ચમચી વેનીલા એસેન્સ
    3/4 દળેલી ખાંડ (બુરુખાંડ)
    1 કપ મેલ્ટેડ ચોકલેટ



    બનાવવાની રીત
    સૌ પ્રથમ એક બાઉલ લઈ તેમાં મેંદો, કોકો પાઉડર, ખાંડ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લઈ ચાળીને બરાબર મિક્સ કરી લો. પછી એક બીજો બાઉલ લઈ તેમાં બટર, વેનીલા એસેન્સ અને કંડેસ્ડ મિલ્ક લઈ તેને ફૂલી જાય ત્યાં સુધી 5-7 મિનિટ ફેટી લો. પછી મેંદાના મિશ્રણ અને કંડેસ્ડ મિલ્કનેબરાબર ફેંટી લઇને બેટર બનાવી લો. હવે એક ડબ્બાને બટરથી ગ્રીસ કરી લઈ તેમાં તૈયાર કેકનું બેટર કાઢી લો. તે બાદ પ્રેશર કુકરને ઢાંકીને તેજ આંચ 5 મિનિટ સુધી ગરમ કરો. કુકર બરાબર ગરમ થઇ જાય એટલે કેકના ડબ્બાને કુકરની અંદર મૂકી ઢાંકી ધીમી કેકને અડધા કલાક સુધી બેક કરો. ધ્યાન રહે કે કુકરમાં પાણી ઉમેર્યા વગર કેક બેક કરવાની છે. ઈચ્છો તો તેમાં મીઠું મૂકી બેક કરી સકો. કેક બેક થઇ જાય એટલે તેને બહાર કાઢી લો. ઠંડી થાય એટલે કેકને અનમોલ્ડ કરી મેલ્ટેડ ચોકલેટ લગાવી દો. તેને ચોકલેટની છીણથી પણ ગાર્નિશ કરી થોડીક ઠંડી કરી સર્વ કરો.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર