Home /News /lifestyle /વધતી ઉંમરમાં આંખો ઉપરની સ્કિન લટકવા લાગે છે: આ ઉપાયોથી ઢીલી સ્કિનને ટાઇટ કરો, લુક મસ્ત લાગશે

વધતી ઉંમરમાં આંખો ઉપરની સ્કિન લટકવા લાગે છે: આ ઉપાયોથી ઢીલી સ્કિનને ટાઇટ કરો, લુક મસ્ત લાગશે

સ્કિન ટાઇટ થવાથી લુક મસ્ત લાગે છે.

skin care: અનેક લોકોને તમે જોતા હશો તો ખ્યાલ આવશે કે આંખો ઉપરની ત્વચા લટકી પડી હોય છે. આ ત્વચાને ટાઇટ કરવી ખૂબ જરૂરી છે. આ ત્વચા તમારો લુક બગાડવાનું કામ કરે છે. આમ તમે આ ઘરેલું ઉપાયોથી સ્કિનને ટાઇટ કરી શકો છો.

Skin care: ઉંમર વધવાની સાથે-સાથે સ્કિન પણ લટકવા લાગે છે. આમ વાત કરવામાં આવે તો જેમ ઉંમર વધે એમ એની સૌથી પહેલાં અસર સ્કિન પર દેખાય છે. ઘણાં લોકો નાની ઉંમરમાં જ ઘરડા લાગવા લાગે છે. આ માટે ડેઇલી રૂટિનમાં સ્કિન કેર કરવી ખૂબ જરૂરી છે. સ્કિન ઢીલી થવા પાછળ સ્ટ્રેસ, ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓ જવાબદાર હોય છે. તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું જેની મદદથી તમે આંખો ઉપરની લટકતી સ્કિનને ટાઇટ કરી શકશો. આમ કરવાથી લુક મસ્ત લાગશે.

આ પણ વાંચો:આ તેલ ચહેરા પર લગાવો અને ઇન્સ્ટન્ટ ગ્લો લાવો

આંખો ઉપરની લટકતી ત્વચા ટાઇટ કરવાના ઉપાયો


જૈતુનનું તેલ


આંખો ઉપરની લટકતી ત્વચાને ટાઇટ કરવા માટે તમે જૈતુનના તેલનો ઉપયોગ કરી શકો છો. જૈતુનનું તેલ સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે. જૈતુનના તેલમાં એન્ટી ઓક્સિડન્ટ્સ તત્વ હોય છે જે સ્કિનને ટાઇટ કરવાનું કામ કરે છે. આ તેલ હાથમાં લો અને પછી આંખો પર લગાવો. આ ઉપાય તમે રોજ કરશો તો ત્વચાની ડ્રાયનેસ દૂર થશે અને સાથે લટકતી ત્વચા ટાઇટ થશે.

આ પણ વાંચો:ગરમીમાં સ્કિનને આ રીતે પરસેવાથી બચાવો

વિટામીન ઇ


વિટામીન ઇનો ઉપયોગ તમે સ્કિનને ટાઇટ કરવા માટે કરી શકો છો. આ એક ફાયદાકારક છે. વિટામીન ઇનું તેલ તમે આંખો પર લગાવો અને પછી 15 મિનિટ માટે રહેવા દો. હવે આ ફેસ ચોખ્ખા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારી સ્કિન ટાઇટ થશે અને સાથે તમારા લુકમાં પણ ચાર ચાંદ લાગશે. આ સિવાય તમે આંખો ઉપરની સ્કિનને ટાઇટ કરવા માટે વિટામીન બી 12 અને સીઓક્યૂ10 નો પણ ઉપયોગ કરી શકો છો.


બરફનો ઉપયોગ કરો


બરફ સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. એક અહેવાલ અનુસાર તમે સ્કિન પર દરરોજ હળવા હાથે બરફ ઘસો છો તો મસ્ત ગ્લો આવે છે અને સાથે-સાથે સ્કિન ટાઇટ પણ થાય છે. આમ તમે પણ આંખો ઉપરની લટકતી સ્કિનને ટાઇટ કરવા માટે હળવા હાથે બરફ ઘસો. આ બરફ દિવસમાં બેથી ત્રણ વાર તમારે ઘસવાનો રહેશે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Eye Care, Life Style News, Summer, VITAMIN, Vitamin E

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો