ખરજવું કોને થઈ શકે? શું કારણ છે ખરજવું થવાનું ?

News18 Gujarati
Updated: April 16, 2018, 7:49 PM IST
ખરજવું કોને થઈ શકે? શું કારણ છે ખરજવું થવાનું ?
News18 Gujarati
Updated: April 16, 2018, 7:49 PM IST
આજકાલની ભાગંભાગવાળી જીવનશૈલી અને ખાનપાનને કારણે આપણા શરીર પર વિપરિત અસરો પડી રહી છે. જેથી આપણને અનેક રોગો તો થાય જ છે આ સિવાય વાળ, આંખો અને ત્વચા સંબંધી રોગોમાં પણ વધારો થતો જઈ રહ્યો છે.ચાલો જાણીએ શું છે ખરજવું?

એક્ઝીમા અર્થાત ખરજવું....

ખરજવું એ ત્વચાની એવી સ્થિતિ છે જે સૂકી, ભીંગડા વળી જાય તેવી, ખૂબ જ ખંજવાળ આવે.

ખરજવું થવાનું કારણ શું છે ?

ખરજવું સામાન્ય રીતે હાઈપરસેન્સિટિવિટી(અતિસંવેદનશીલતા) અથવા એલર્જીને કારણે થાય છે જેને લીધે બળતરા થાય છે. આ બળતરાને કારણે ત્વચા(ચામડી) લાલ, ખંજવાળ આવે તેવી અને ભીંગડા વળી જાય તેવી થઈ જાય છે.

શરીરના કયા ભાગમાં સામાન્ય રીતે ખરજવું થાય  ?

ઘૂંટણની પાછળના ભાગમાં, કોણી અને કાંડાના વળાંકમાં અને ગળું, પગની ઘુંટી અને પગની પાનીમાં ખરજવાની અસર સામાન્ય રીતે જોવા મળે છે. શિશુઓમાં ચહેરાના ગાલ પર ફોડકી(કે ફોલ્લી) થવાનું શરૂ થઈ જાય છે. થોડાં મહિનાઓ પછી હથેળી અને પગમાં પણ ફોલ્લી કે અળાઈ થવા લાગે છે.
Loading...

કઈ ઉંમરના લોકોને તે વધુ અસર કરે છે ?

ખરજવું શિશુ અને નાના બાળકોમાં વધુ જોવા મળે છે. જોકે મોટા બાળકો અને પુખ્ત વયના લોકોને પણ ખરજવાની સમસ્યા સતાવતી હોય છે.

ખરજવું થવાના સંકેત અને ચિહ્નો શું છે ?

ખરજવું થવાથી ખંજવાળ આવે, ચામડી સૂકાઈ જાય કે લાલાશ પડતી થઈ જાય છે. ગરમી હોય કે ખંજવાળવાથી ઉઝરડા પડ્યા હોય તો આ ખંજવાળ વધે છે.

 

કોને ખરજવું થવાની સંભાવના વધારે હોય ?

સંધિવા(અસ્થમા) કે દમ જેવી બીમારી ધરાવતા કે ભૂતકાળમાં આવી બીમારી થઈ હોય તેવી વ્યક્તિને ખરજવું થવાની શક્યતા વધારે છે. પરિવારના કોઈ સભ્યને અગાઉ ખરજવું થયું હોય, દમની બીમારી હોય કે શ્વાસ સંબંધિત અન્ય કોઈ એલર્જી હોય તો પણ આવી શક્યતા વધારે રહે છે.

ખરજવું થવાની શક્યતા ક્યારે વધુ ?

ખરજવું થવાની શક્યતા વધારતા અનેક પરિબળો છે જે દરેક વ્યક્તિ મુજબ અલગ-અલગ હોય છે:
પર્યાવરણ સંબંધિત પરિબળો(સાબુ, ડિટરજન્ટ્સ, ક્લોરીન અને અન્ય વ્યથિત કરતા પદાર્થો).દૂધ, ઈંડા જેવી કેટલીક ખાદ્યચીજોથી પણ ખરજવું અંગેના લક્ષણો જોવા મળી શકે. તણાવ પણ એક પરિબળ છે. સૂકું વાતાવરણ અને સૂકી ત્વચા પણ ખરજવું થવા કે વધવા માટેના પરિબળ છે.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर