Home /News /lifestyle /

સાવધાન! વધુ પડતી માછલી ખાવાથી થઈ શકે છે આ જીવલેણ બીમારી, જાણો કેટલી માત્ર છે ફાયદાકારક?

સાવધાન! વધુ પડતી માછલી ખાવાથી થઈ શકે છે આ જીવલેણ બીમારી, જાણો કેટલી માત્ર છે ફાયદાકારક?

સાવધાન! વધુ પડતી માછલી ખાવાથી થઈ શકે છે આ જીવલેણ બીમારી

આપણે જાણીએ છીએ કે માછલી ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. પરંતુ આપને જણાવી દઈ કે વધુ પડતી માછલી ખાવી પણ સ્વ્બસ્થય માટે જોખમ સાબિત થઈ શકે છે. આજે અહી આપને તેવી જ એક ગંભીર સમસ્યાની વાત કરવા જઇ રહ્યા છીએ કે જેમાં માછલી ખાવાથી એક ખાસ પ્રકારનું કેન્સર થઈ શકે છે.

વધુ જુઓ ...
    આપણે જાણીએ છીએ કે માછલી ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. પરંતુ આપને જણાવી દઈ કે વધુ પડતી માછલી ખાવી પણ સ્વ્બસ્થય માટે જોખમ સાબિત થઈ શકે છે. આજે અહી આપને તેવી જ એક ગંભીર સમસ્યાની વાત કરવા જઇ રહ્યા છીએ કે જેમાં માછલી ખાવાથી એક ખાસ પ્રકારનું કેન્સર થઈ શકે છે. જે લોકો નોન-વેજ જમવાનું પસંદ કરે છે તેમના ખોરાકમાં ઈંડા, ચિકન, મટન, સીફૂડ, પોર્ક, માછલી વગેરેનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના પ્રોટીન માછલી (Fish) માં જોવા મળે છે. નિષ્ણાતોના મતે, માછલી ખાવાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે, પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માછલીના સેવનથી ગંભીર અને જીવલેણ બીમારીનો ખતરો વધી શકે છે. આ સંશોધન કોણે કર્યું છે અને માછલીના વધુ પડતા સેવનથી કયા રોગનું જોખમ વધે છે? ચાલો આના વિશે વિગતવાર જાણીએ

    આ જીવલેણ રોગનું વધી શકે છે જોખમ


    અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો સ્કીન સેલ્સના DNAને નુકસાન પહોંચાડે છે, જેના કારણે મોટાભાગના સ્કીન કેન્સર (Skin cancer) થાય છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે માછલી ખાવાથી વ્યક્તિમાં મેલાનોમા (melanoma) નું જોખમ વધી શકે છે, જે એક પ્રકારનું કેન્સર (Cancer) છે.

    બ્રાઉન યુનિવર્સિટીના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે જે લોકો દર અઠવાડિયે 300 ગ્રામ માછલી ખાય છે તેમને જીવલેણ મેલાનોમાનું જોખમ 22 ટકા વધારે હતું. આ સંશોધનમાં 62 વર્ષની વયના 4 લાખ 91 હજાર 367 પુખ્ત વયના લોકોએ ભાગ લીધો હતો. તેમની પાસેથી માછલીના સેવન અંગે માહિતી લેવામાં આવી હતી. આ સંશોધનમાં સામેલ લોકોએ ગયા વર્ષે વગર તળેલી માછલી, તળેલી માછલી અથવા ટુના માછલી ખાધી હતી.

    આ પણ વાંચો: ઘરકામ કરનાર નોકરો સાથે કરો આવો વ્યવહાર, કરશે તમારો આદર અને દિલ દઈ કરશે કામ

    જે લોકો આ માછલી ખાય છે તેમને વધુ જોખમ રહેલું છે


    આ સંશોધનમાં વજન, ધૂમ્રપાન, મદ્યપાન, આહાર, કેન્સરનો પારિવારિક ઈતિહાસ, યુવી કિરણોત્સર્ગના સંપર્ક વગેરે જેવા ડેટાને પ્રભાવિત કરતા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તારણોમાં જાણવા મળ્યું છે કે 1 ટકા લોકોને મેલાનોમાનું જોખમ વધી ગયું હતું અને 0.7 ટકા લોકોને મેલાનોમાનું જોખમ વધારે હતું. આ લોકોમાં માછલીનું સેવન ત્વચાના કેન્સરના જોખમ સાથે સંકળાયેલું હતું.

    અન્ય સંશોધનમાં, જે લોકોએ તળેલી માછલી વિના માછલી ખાધી હતી તે દર્શાવ્યું હતું કે તે લોકોમાં મેલાનોમાનું જોખમ 18 ટકા વધારે હતું. ટુના માછલી ખાનારાઓમાં મેલાનોમાનું જોખમ 20 ટકા વધારે હતું. આશ્ચર્યજનક રીતે, તળેલી માછલી ખાનારાઓમાં કેન્સર સંબંધિત કોઈ જોખમ નહોતું.જે લોકો આ માછલી ખાય છે તેમને વધુ જોખમ રહેલું છે

    આ સંશોધનમાં વજન, ધૂમ્રપાન, મદ્યપાન, આહાર, કેન્સરનો પારિવારિક ઈતિહાસ, યુવી કિરણોત્સર્ગના સંપર્ક વગેરે જેવા ડેટાને પ્રભાવિત કરતા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તારણોમાં જાણવા મળ્યું છે કે 1 ટકા લોકોને મેલાનોમાનું જોખમ વધી ગયું હતું અને 0.7 ટકા લોકોને મેલાનોમાનું જોખમ વધારે હતું. આ લોકોમાં માછલીનું સેવન ત્વચાના કેન્સરના જોખમ સાથે સંકળાયેલું હતું.

    અન્ય રિસર્ચમાં જાણવા મળ્યું કે, જે લોકોએ વગર તળેલી માછલી ખાધી હતી તે દર્શાવ્યું હતું કે તે લોકોમાં મેલાનોમાનું જોખમ 18 ટકા વધારે હતું. ટુના માછલી ખાનારાઓમાં મેલાનોમાનું જોખમ 20 ટકા વધારે હતું. આશ્ચર્યજનક રીતે, તળેલી માછલી ખાનારાઓમાં કેન્સર સંબંધિત કોઈ જોખમ નહોતું.

    કાળી ત્વચા ધરાવતા લોકોમાં જોખમ ઓછું


    રિસર્ચના લેખક Eunyoung Cho અનુસાર, મેલાનોમા એ યુનાઇટેડ સ્ટેટ્સમાં પાંચમું સૌથી સામાન્ય કેન્સર છે અને મેલાનોમા થવાનું જોખમ 38 માંથી એક વ્યક્તિમાં ગોરી ત્વચા અને 1,000 માંથી એક વ્યક્તિ કાળી ત્વચા ધરાવે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં માછલીના વપરાશમાં થયેલા વધારાને કારણે અમે આ સંશોધન કર્યું છે. આ સંશોધનમાં કેન્સર અને માછલીના સેવન વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. હવે આપણે આ અંગે વધુ સંશોધનની જરૂર છે.

    યુન્યોંગ ચોએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો માછલી ખાય છે તેમના શરીરમાં પારો અને આર્સેનિક જેવી ભારે ધાતુઓનું પ્રમાણ વધુ હોય છે. તેઓ ત્વચાના કેન્સરનું જોખમ પણ વધારી શકે છે. આ નવું સંશોધન લોકોમાં મૂંઝવણ પેદા કરી શકે છે. હું લોકોને માછલી ખાવાથી નથી રોકી રહ્યો, પરંતુ સંશોધનમાં જે સાબિત થયું છે તે કહી રહ્યો છું.

    આ પણ વાંચો: બાળકને બોર્ડિંગ સ્કૂલમાં મોકલતા પહેલા જાણી લો આ ગંભીર સમસ્યા વિશે, નહીં તો થશે મુશ્કેલી

    અભ્યાસના લેખકોએ એમ પણ કહ્યું કે આ સંશોધનમાં માછલીમાં રહેલા દૂષિત તત્વોનું પ્રમાણ માપવામાં આવ્યું નથી. તેથી આ વાતને સંપૂર્ણ રીતે સ્વીકારવી યોગ્ય નથી. આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે. તેનાથી વિપરીત, નેશનલ હેલ્થ એસોસિએશન કહે છે કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત માછલી ખાવી જોઈએ. બે સર્વિંગમાં, એક સર્વિંગ તેલ વાળી માછલીની હોવી જોઈએ. જો કોઈને માછલી ખાધા પછી ત્વચામાં કોઈ ફરક દેખાય તો તેણે ડોક્ટરને બતાવવું જોઈએ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन