Home /News /lifestyle /Belly Fat:આ ફળ ખાવાથી પેટની ચરબી થઈ જશે ગાયબ, સાથે થશે અનેક ફાયદાઓ

Belly Fat:આ ફળ ખાવાથી પેટની ચરબી થઈ જશે ગાયબ, સાથે થશે અનેક ફાયદાઓ

પેટની ચરબી ઘટાડવામાં નાશપતિ કેવી રીતે કારગાર, તસવીર- Shutterstock

આરોગ્ય નિષ્ણાતો વજન ઘટાડવા (Weight loss) અને પેટની ચરબી ઘટાડવા માટે તાજા ફળો (Fresh fruits)ખાવાની સલાહ આપે છે. કારણ કે, તાજા ફળો આપણા પેટ માટે ખૂબ ફાયદાકારક છે.

Belly Fat: આરોગ્ય નિષ્ણાતો વજન ઘટાડવા (Weight loss) અને પેટની ચરબી ઘટાડવા માટે તાજા ફળો (Fresh fruits)ખાવાની સલાહ આપે છે. કારણ કે, તાજા ફળો આપણા પેટ માટે ખૂબ ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. પરંતુ શું તમે જાણો છો કે તમે દરરોજ 2 નાશપતી ખાવાથી પેટની ચરબી પણ ઘટાડી (reduced belly fat) શકો છો. દરરોજ મધ્યમ કદના નાશપતી ખાવાથી પેટની ચરબી ઘટાડવા સાથે અન્ય ઘણા ફાયદા મળે છે.

દરરોજ 2 મધ્યમ કદના નાશપતી ખાવાથી પેટની ચરબી ઘટશે

એનસીબીઆઈ પર પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, દરરોજ 2 મધ્યમ કદના નાશપતી ખાવાથી પેટની ચરબી ઓછી થઈ શકે છે. આ અભ્યાસ બ્લડ પ્રેશર પર નિયમિત નાશપતિના વપરાશની અસર જાણવા માટે કરવામાં આવ્યો હતો. પરંતુ, પરિણામોએ સંશોધનમાં ભાગ લેનારાઓની કમરનું કદ પણ ઘટાડ્યું છે. સંશોધનમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે જો તમે 12 અઠવાડિયા સુધી દરરોજ 2 નાશપતીનો વપરાશ કરો છો, તો તમારા પેટની ચરબી ઘટાડી શકાય છે.

પેટની ચરબી ઘટાડવામાં નાશપતિ કેવી રીતે કારગાર

ડાયેટિશિયનના મતે, ફાઇબરથી ભરપૂર ખોરાક લેવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. જેના કારણે ચરબી ઝડપથી બળે છે. નાશપતિમાં ઘણું પાણી હોય છે, જેના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન થતું નથી અને પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે.આ વસ્તુઓ સિવાય, નાશપતીમાં ઓછી કેલરી હોય છે અને વિટામિન સી સમૃદ્ધ હોય છે જે શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Benefits of Different Colors Rice: શું તમે જોયા છે અલગ-અલગ રંગના ચોખા, જાણો તેના ફાયદા

નાશપતિના ફાયદા

નાશપતિનું સેવન કરવાથી કબજિયાતમાંથી રાહત મળે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. શરીરને પ્રોટીન, કાર્બ્સ, જિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા તત્વોની માત્રા મળે છે.

પ્રોટીનથી ભરપૂર હોય છે નાશપતિનું ફળ

નાશપાતીમાં ખનીજ, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન કે, ફાઇબર,બી કોમ્પલેક્સ ભરપૂર માત્રામાં હોય છે. જો કે કેટલાક લોકો તેની છાલ ઉતારીને ખાવું પસંદ કરે છે. છાલ ઉતારીને ખાવાથી તેના પોષકતત્વનો સંપૂર્ણ લાભ નથી મળતો કારણ કે છાલમાં પણ પોષકતત્વો હોય છે.

આ પણ વાંચો: Benefits of Betel Nut: શું તમે પણ ખાવ છો સોપારી? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને આપે છે ફાયદો

પથરી માટે પણ ઉપયોગી થાય છે નાશપતિ

નાશપાતિ પથરીના દર્દી માટે પણ રામબાણ ઇલાજ છે. નાશપાતીમાં મોજૂદ પૈક્ટિન પથરીને કુદરતી રીતે બહાર કાઢે છે. સૌથી મહત્વની વાત એ છે કે, ડાયટ ફળ છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે, જેથી વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. ફાઇબર હોવાથી તે પાચનતંત્રને પણ સુધારે છે. ડાયાબિટીસમાં પણ નાશપાતી રામબાણ ઔષધ સમાન છે. લગભગ બધા જ ડોક્ટર્સ પણ નાશપાતી ખાવાની સલાહ આપે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો માત્ર સામાન્ય માન્યતા પર આધારિત છે. news18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Belly fat, Fat loss, Food for health

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો