Home /News /lifestyle /

ના હોય! આટલી વસ્તુઓ ખાવાથી ઘટે છે ઉંમર! એક અભ્યાસમાં થાય ચોંકાવનારા ખુલાસા

ના હોય! આટલી વસ્તુઓ ખાવાથી ઘટે છે ઉંમર! એક અભ્યાસમાં થાય ચોંકાવનારા ખુલાસા

આટલી વસ્તુઓ ખાવાથી ઘટે છે ઉંમર

Avoid These Food for Good Health: હૃદય સંબંધિત રોગો, ફેફસાના રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ સહિત 50 જેટલા રોગો (Health Issue) છે જે નાની ઉંમરે મૃત્યુનું કારણ બની શકે છે. વિજ્ઞાન માને છે કે જો કોઈ વ્યક્તિ સારી વસ્તુઓનું સેવન કરે તો તેનું આયુષ્ય વધી (How to Live Long Life) શકે છે અને જો કોઈ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરે તો તેનું જીવન પણ ટૂંકું થઈ શકે છે.

વધુ જુઓ ...
    દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું આયુષ્ય લાંબુ (Long Life) થાય અને સારુ જીવન જીવે. વર્લ્ડ લાઇફ એક્સપેક્ટન્સી અનુસાર, ભારતમાં પુરુષોની સરેરાશ ઉંમર 69.5 વર્ષ છે અને સ્ત્રીઓની ઉંમર 72.2 વર્ષ છે. હૃદય સંબંધિત રોગો, ફેફસાના રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ સહિત 50 જેટલા રોગો (Health Issue) છે જે નાની ઉંમરે મૃત્યુનું કારણ બની શકે છે. વિજ્ઞાન માને છે કે જો કોઈ વ્યક્તિ સારી વસ્તુઓનું સેવન કરે તો તેનું આયુષ્ય વધી (How to Live Long Life) શકે છે અને જો કોઈ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરે તો તેનું જીવન પણ ટૂંકું થઈ શકે છે.

    આ વસ્તુઓ ખાવાથી ઘટે છે ઉંમર


    ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, મિશિગન યુનિવર્સિટીના નિષ્ણાંતોએ કેટલીક ખાદ્ય વસ્તુઓ અને સ્વાસ્થ્ય પર તેની અસરો વિશે જાણવા માટે સંશોધન કર્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે આરોગવાથી તમારું આયુષ્ય થોડી મિનિટો વધી જાય છે, જ્યારે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી તમારું જીવન થોડી મિનિટો ઘટે છે.

    આ પણ વાંચો: અવનવી વાનગીઓના શોખીન બિગબુલની હતી આ ફેવરિટ ડિશ, જાણો કેવી હતી Rakesh Jhunjhunwala ની Lifestyle

    ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ એક સર્વિંગ અખરોટ ખાય છે, તો તેનું જીવન 26 મિનિટ સુધી વધી શકે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ હોટ-ડોગ્સનું એક સર્વિંગ ખાય છે, તો તેનું જીવન 36 મિનિટ સુધી ઘટી જાય છે. આ સિવાય પીનટ બટર અને જામ સેન્ડવિચ કોઈપણ વ્યક્તિની ઉંમર અડધો કલાક વધારી શકે છે.

    ખાવાની 6 હજાર વસ્તુઓ પર થયું સંશોધન


    નેચર ફૂડ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ અનુસાર, આ અભ્યાસ વ્યક્તિના જીવનની સારી ગુણવત્તા પર આધારિત હતો. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ લગભગ 6 હજાર અલગ-અલગ વસ્તુઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. તેઓએ જોયું કે જો કોઈ વ્યક્તિ પ્રોસેસ્ડ મીટ ખાય છે, તો તે દરરોજ તેના જીવનમાં 48 વધારાની મિનિટ ઉમેરી શકે છે.

    આ પણ વાંચો: સાવધાન! આ ડ્રિંકનું વધુ માત્રામાં પીવાથી વધી શકે છે કેન્સરનું જોખમ

    આ વસ્તુઓ ખાવાથી ઘટે છે આયુષ્ય?


    ધ ટેલિગ્રાફ અનુસાર, જે વસ્તુઓ વ્યક્તિનું આયુષ્ય ઘટાડી શકે છે તે છે –

    હોટ ડોગ: જીવનની 36 મિનિટ ઘટાડે છે.

    પ્રોસેસ્ડ મીટ (બેકન): જીવનને 26 મિનિટ સુધી ઘટાડે છે

    ચીઝી બર્ગર : જીવન 8.8 મિનિટ ઓછું કરે છે.

    સોફ્ટ ડ્રિંક્સ: જીવન 12.4 મિનિટ ઓછું કરે છે.

    પિઝા: 7.8 મિનિટ ઉંમર ઓછી કરે છે.

    આ વસ્તુઓ ખાવાથી વધે છે આયુષ્ય

    જે રીતે અમુક વસ્તુઓ ખાવાથી ઉંમર ટૂંકી થાય છે, એ જ રીતે અમુક વસ્તુઓ ખાવાથી ઉંમર પણ વધી શકે છે.

    પીનટ બટર અને જામ સેન્ડવિચ: આયુષ્ય 33.1 મિનિટ વધે છે

    બેકડ સૅલ્મોન માછલી: 13.5 મિનિટ

    કેળું : જીવનને 13.5 મિનિટ સુધી વધારે છે

    ટામેટાં: 3.8 મિનિટ

    એવોકાડો: આયુષ્ય 1.5 મિનિટ વધે છે.

    સ્વાસ્થ્ય માટે આહારમાં બદલાવ જરૂરી

    આ અભ્યાસનો હેતુ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ખોરાકની અસર જોવાનો હતો. એક્સપર્ટે જણાવ્યું કે સૅલ્મોન ફિશમાં ઘણું પોષણ હોય છે, જેનું એક વખત સેવન કરવાથી જીવનના 16 મિનિટનો વધારો થાય છે.

    સંશોધન ટીમનો ભાગ હતા તેવા પ્રોફેસર ઓલિવિયર જોલિયોટે કહ્યું, "સંશોધનના પરિણામોએ લોકોને તેમના સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવામાં મદદ મળશે. માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવા માટે લોકોએ તેમના આહારમાં પણ ફેરફાર કરવો જોઈએ."
    First published:

    Tags: Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन