Home /News /lifestyle /Weight Loss Tips : આ 2 શાકભાજી ખાવાથી વજન ફટાફટ ઘટવા લાગશે, જિમની પણ નહીં રહે જરૂર

Weight Loss Tips : આ 2 શાકભાજી ખાવાથી વજન ફટાફટ ઘટવા લાગશે, જિમની પણ નહીં રહે જરૂર

weight loss

Weight Loss Tips: લોકો હવે પેટની ચરબી ઘટાડવા માંગે છે. પરંતુ હવે કામનું ભારણ વધારે છે અને મોટાભાગના લોકો પાસે જિમ જવાનો સમય નથી. તેથી તમારી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અહીં જાણકારી આપવામાં આવી છે. આજે અમે તમને એવી ટિપ્સ આપીશું જેના થકી તમે માત્ર તમારા આહારમાં ફેરફાર કરીને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો.

વધુ જુઓ ...
  • Trending Desk
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    કોરોના મહામારીએ અનેક લોકોને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. લોકડાઉનને કારણે છેલ્લા 2 વર્ષમાં યુવાનોનું વજન ઝડપથી વધ્યું છે. કોરોના વાયરસ રોગચાળાને ફેલાતો અટકાવવા લાગુ કરેલ લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરે યુવાનો સહિત તમામ વ્યક્તિઓને લાંબા સમય સુધી ઘરોમાં કેદ રાખ્યા હતા. વજન વધવા અને શરીર ફુલાઈ જવાની અનેક ફરિયાદો મળી રહી છે.

    જોકે, લોકો હવે પેટની ચરબી ઘટાડવા માંગે છે. પરંતુ હવે કામનું ભારણ વધારે છે અને મોટાભાગના લોકો પાસે જિમ જવાનો સમય નથી. તેથી તમારી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અહીં જાણકારી આપવામાં આવી છે. આજે અમે તમને એવી ટિપ્સ આપીશું જેના થકી તમે માત્ર તમારા આહારમાં ફેરફાર કરીને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકશો.

    આ પણ વાંચો:  લગ્નના જમણવાર બાદ 500 લોકોની તબિયત બગડી, હોસ્પિટલમાં એક બેડ પર રાખવા પડ્યા બે દર્દી

    પેટ ઘટાડવા ખાઓ આ 2 શાકભાજી :


    બોડીને ફરી સ્લીમ શેપમાં લાવવા અને ફ્લેટ ટમ્મી મેળવવા કોઈ રમત વાત નથી. વજન ઘટાડવા માટે તમારી રોજિંદી ફૂડ હેબિટ ખૂબ મહત્વ ધરાવે છે. હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર જો તમે દરરોજ આ 2 શાકભાજી ખાશો તો તમારું વજન ઓછું (Weight Loss) થઈ જશે.

    - આ યાદીમાં પ્રથમ નામ છે કાકડી. કાકડી સામાન્ય રીતે સલાડના રૂપમાં ખાવામાં આવે છે. કાકડીમાં અત્યંત પુષ્કળ પ્રમાણમાં પાણી હોવાથી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

    કાકડી અને ખીરામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે પાચનતંત્ર સુધરે છે અને પેટની તકલીફ થતી નથી. આ બંને શાકભાજીમાંથી વિટામિન C અને વિટામિન K મળે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

    ખીરા અને કાકડી ખાવાથી પેટ જલદી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ઓછું ખાવાની સીધી અસર આપણા વજન પર પડે છે અને પેટની ચરબી ઘટાડવાનું સરળ બને છે.

    આ પણ વાંચો:  કોર્ટની કાર્યવાહીમાં ગુજરાતી ભાષાનાં ઉપયોગની પરવાનગી આપવાથી વ્યાપક અસર થશે, પણ અમે તપાસ કરીશું: ગુજરાત હાઇકોર્ટ

    તમે દરરોજ લંચ અને ડિનર માટે ખીરા અને કાકડીનું સલાડ પણ લઈ શકો છો. જો તમે તેમનો ટેસ્ટ વધારવા માંગતા હોવ તો તેમાં ગાજર, ડુંગળી, મૂળો અને ટામેટા સાથે લીંબુનો રસ મિક્સ કરી શકો છો. આ બંને શાકભાજી તમારા પેટની ચરબીને માખણની જેમ ઓગાળી દેશે.
    First published:

    Tags: Lifestyle, Lifestyle News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन