Home /News /lifestyle /વિટામીન બી 12ની ઉણપને આ રીતે પૂરી કરો, એક પણ દવા કે ઇન્જેક્શન નહીં લેવુ પડે

વિટામીન બી 12ની ઉણપને આ રીતે પૂરી કરો, એક પણ દવા કે ઇન્જેક્શન નહીં લેવુ પડે

સોયાબીન બેસ્ટ છે.

vitamin B12 deficiency: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો ખાવા-પીવાની બાબત પર પ્રોપર રીતે ધ્યાન આપી શકતા નથી, જેના કારણે ઘણાં લોકોને શરીરમાં વિટામીન બી12 ઉણપ જોવા મળે છે. આ ઉણપ વેજીટેરિઅન લોકોમાં વઘારે જોવા મળે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવસેને દિવસે લાઇફ ફાસ્ટ થતી જાય છે. આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થ પર પ્રોપર ધ્યાન આપી શકતા નથી. હેલ્થનું ધ્યાન ના રાખી શકવાને કારણે અનેક બીમારીઓ શરીરમાં ફેલાવા લાગે છે. આમ, જો વાત કરવામાં આવે તો આજના આ સમયમાં અનેક લોકોમાં વિટામીન બી12ની ઉણપ હોય છે. બી12ની ઉણપને કારણે શરીરમાં અનેક તકલીફો થાય છે. આ માટે બી12ની ઉણપ પૂરી કરવી ખૂબ જરૂરી છે. બી12ની ઉણપ ખાસ કરીને વેજીટેરિયન લોકોમાં વઘારે જોવા મળે છે. જ્યારે શરીરમાં બી12 ઓછુ થાય ત્યારે ભૂખ ઓછી લાગવી, શરીરમાં નબળાઇ આવવી, એનિમિયા, કળતર જેવા અનેક લક્ષણો જોવા મળતા હોય છે. તો જાણો આ ઉણપને પૂરી કરવા શું ખાવુ જોઇએ.

આ પણ વાંચો: તમને પણ વારંવાર ફોન જોવાની આદત છે?

  • તમારા શરીરમાં બી12ની ઉણપ છે તો તમે સોયાબીન ખાવાની આદત પાડો. તમે વેજીટેરિયન છો તો સોયાબીન ખાવાની આદત પાડો. નોન વેજ લોકોમાં આ સમસ્યા ઓછી જોવા મળે છે. સોયાબીનમાં બી12ની માત્રા ભરપૂર હોય છે. તમને સોયાબીન ભાવતા નથી તો તમે ઘઉંમાં મિક્સ કરીને એનો લોટ દળાવી શકો છો.

  • વિટામીન બી12ની ઉણપને પૂરી કરવા માટે દેશી ચીઝ પણ એક સારો ઓપ્શન છે. દેસી ચીઝમાં રહેલા અનેક તત્વો તમારી બોડીમાં વિટામીન્સની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારામાં કેલ્શિયમની કમી છે તો તમે પનીર ખાવાનું શરૂ કરી દો.


આ પણ વાંચો: સરસવના પાનના ફાયદાઓ જાણીને વિચારમાં પડી જશો



    • એક અહેવાલ મુજબ રોજ બપોરે જમ્યા પછી તમે એક ટુકડો ગોળ ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આ માટે તમારા શરીરમાં બી12ની કમી છે તો તમે રોજ એક ટુકડો ગોળ ખાવાની આદત પાડો. ગોળ તમારી આ કમીને પૂરી કરવાનું કામ કરે છે.

    • મોટાભાગે ઓટ્સ દરેક લોકોને ભાવતા હોય છે. ઓટ્સ તમે અલગ-અલગ રીતે ખાઇ શકો છો. ઓટ્સમાં બી12ની માત્રા સારી હોય છે. તમને ઓટ્સ ખાવાનું મન થતુ નથી તો તમે સ્મૂધી બનાવીને પણ પી શકો છો.






  • મશરૂમથી ખાઇને પણ તમે આ ઉણપને પૂરી કરી શકો છો. મશરૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે તમારી બોડીને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

First published:

Tags: Healthy life, Lifestyle, Vitamin B12

विज्ञापन