દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પર કાબૂ મેળવવા માટે દેશમાં મોટા સ્તર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોમાં વેક્સીન લીધા બાદ કેટલીક નાની મોટી અસર જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વેક્સીન લીધા બાદ કેટલાક લોકોને તાવ આવે છે, તો કેટલાક લોકોને શરીર તૂટે છે. ઘણા લોકોને સવાલ થાય છે કે વેક્સીન લીધા બાદ આડઅસરથી બચવા માટે શું કરવું જોઈએ? હાર્વર્ડ ન્યુટ્રીશન મનોચિકિત્સક ડૉ. ઉમા નાયડૂએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં વેક્સીન લીધા પહેલા અને વેક્સીન લીધા બાદ ડાયટમાં શું લેવું જોઈએ તે જણાવ્યું છે.
સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં ડાયટ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વેક્સીન લીધા બાદ તમારી ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જે માટે અહીંયા કેટલાક સજેશન આપવામાં આવ્યા છે.
લીલા શાકભાજી
તમારી ડાયટમાં પાલક, કેળ અને બ્રોકોલી જેવા લીલા શાકભાજી ઉમેરવા ખૂબ જરૂરી છે. આ લીલા શાકભાજી એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર છે, જે શરીરમાં આવતા સોજાને દૂર કરવામાં મદદ કરે છે.
સ્ટૂ અને સૂપ
આ મહામારીના સમયમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે યોગ્ય આહારની જરૂરિયાત છે. તમે સ્ટૂ અને સૂપનું સેવન કરી શકો છો.
ડુંગળી અને લસણ પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે, જે તમારા આંતરડામાં પ્રોબાયોટિક્સ (સારા બૈક્ટીરિયા) માટે જરૂરી છે. ડુંગળી ફાઈબરનો એક સારો સ્ત્રોત છે, જે તમારા આંતરડાને સ્વસ્થ રાખે છે.
હળદર
હળદર તમને તણાવથી દૂર રાખવાનું કાર્ય કરે છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે હળદરમાં રહેલ રસાયણ કરક્યૂમિનની અસરને ઓછી કરે છે.
બ્લૂબેરી
બ્લૂબેરી એન્ટી-ઈન્ફ્લેમેટરી ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જે શરીરમાં સેરોટોનિનના સ્તરમાં વધારો કરે છે. બ્લૂબેરીમાં એન્ટી-ઓક્સીડેન્ટ રહેલા છે જે તમને અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. દહીં સાથે બ્લૂ બેરીનું સેવન કરવાનું સજેશન આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર