Pre-Workout Diet Plan: કોઈ પણ પ્રકારની કસરત કરતા પહેલા એક્સપર્ટ આપણને કેળું કે સફરજન ખાવાની સલાહ આપે છે. તમે વિચારતા હશો કે કસરત પહેલાં કંઈક ખાવાથી પેટમાં દુખાવો થાય છે. જો જાણી લો એવું કંઈજ નથી. તમે કેળું, સફરજન કે બ્રેડ ખાઈને પણ વર્કઆઉટ કરો છો તો તે એક પ્રકારે આપણા શરીરમાં સ્ટિમુલેટરનું કામ કરે છે. એચલે કે એનર્જી આપે છે, જેથી આપણે વર્કઆઉટ કરી શકીએ.
શરીરને ખોરાક દ્વારા ફ્યૂલ આપવું ઘણું જરૂરી છે. જો ખરી માત્રામાં પોષક તત્વો મળશે તો આપણું સ્વાસ્થ પણ સારું કામ કરશે. એક્સપર્ટ અનુસાર ખાલી પેટ એક્સરસાઈઝ કરવી એ આપણા શરીર માટે સારો વિકલ્પ નથી. ડાયટિંગ અને ફિટનેટ બંને ખૂબ જરૂરી છે.
જો જીમ પહેલા કંઈ ખાવામાં ન આવે તો કેલરી વધારે બર્ન થાય છે અને ખાલી પેટ બ્લડ શુગર લેવલ પણ ઘટી શકે છે. સાથે પ્રોટીન લોસ પણ થઈ શકે છે.
જીમ કરતા પહેલા ખોરાક લેવો અને સારા પોષક તત્વો લેવા ખૂબ જરૂરી છે. તેનાથી બ્લડ લ્લૂકોઝ લેવલ જળવાશે.
કેળામાં સારી માત્રામાં કાર્બસ્, પ્રોટીન અને ફાયબર હોય છે, જે તમને એક્સસાઈઝ કરતા પહેલા તાકાત આપે છે. તેમજ તેમાં પોટ્શિયમની માત્રા હોય છે જે એક્સરસાઈઝ કરતા પહેલાં લેવું જરૂરી હોય છે.