Home /News /lifestyle /શિયાળામાં કાચી હળદર ખાવાથી થશે જોરદાર ફાયદા, પાવર બુસ્ટરનું કરશે કામ

શિયાળામાં કાચી હળદર ખાવાથી થશે જોરદાર ફાયદા, પાવર બુસ્ટરનું કરશે કામ

શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં હળદર સૌથી મહત્વનો ભાગ ભજવે છે.

raw turmeric benefit: કાચી હળદરમાં (raw turmeric) સૌથી વધુ એન્ટીબેક્ટેરિયલ, (Antibacterial) એન્ટીઑકિસડન્ટ, એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. આ ત્રણ ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે.

raw turmeric benefit: કાચી હળદરમાં (raw turmeric) સૌથી વધુ એન્ટીબેક્ટેરિયલ, (Antibacterial) એન્ટીઑકિસડન્ટ, એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. આ ત્રણ ગુણ શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાં વિટામિન સી, કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક, ફોસ્ફરસ, થિયામીન, રિબોફ્લેવિન જેવા તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ (Keep body healthy) રાખવા માટે જરૂરી છે. કાચી હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ શરીરમાં કેન્સરના કોષોને વધતા અટકાવે (Prevents cancer cells from growing) છે. અભ્યાસ અનુસાર કાચી હળદર પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર અને સ્ત્રીઓમાં સ્તન કેન્સર(Breast cancer)નું જોખમ ઘટાડી શકે છે. કાચી હળદર ખાવાથી તમને ઘણી બીમારીઓથી બચી શકો છો. કાચી હળદર દેખાવમાં આદુ જેવી જ લાગે છે, પરંતુ તેનો રંગ અંદરથી પીળો હોય છે. તેને દૂધમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ (immunity) મજબૂત બને છે અને તમે શરદી, ઉધરસ અથવા કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકો છો.

ખાંસીના નિકાલ માટે સૌથી ઉપયોગી

શિયાળામાં ખાંસી, શરદી, ગળામાં દુખાવો અને તાવની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. આ સ્થિતિમાં, તમે કાચી હળદરનું સેવન કરી શકો છો. કાચી હળદરને દૂધમાં ઉકાળીને રાત્રે પીવો. તેનાથી અસ્થમા, બ્રોન્કાઇટિસની સમસ્યામાં રાહત મળશે. તેનાથી સૂકી ઉધરસ પણ મટી જશે. ગળામાં ખરાશ હોય તો હળદરને પાણીમાં ઉકાળીને પીવો.

પાચન શક્તિ કરશે જોરદાર મજબૂત

જો પાચન સંબંધી સમસ્યા હોય તો રોજ કાચી હળદરનું સેવન કરો. તે અપચો, ગેસ અને ઝાડા જેવી સમસ્યાઓમાં ફાયદાકારક છે. જો પાચન સંબંધી સમસ્યા હોય તો કાચી હળદરને પાણીમાં ઉકાળીને પીવો. હળદરનાં આર્યુવેદમાં પણ આદિકાળથી ઉપયોગ થાય છે. આર્યુવેદમાં પણ કહ્યું છે કે, હળદરમાં હાજર તત્વોથી પેટ, ત્વચા અને લીવર સંબંધિત રોગમાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો: આંખોમાં ખંજવાળ અને બળતરાની સમસ્યા છે, તો આ સરળ ઉપાયોથી મેળવો છુટકારો

વજન વધારવામાં કરશે મદદ

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તેમાં કાચી હળદરનું સેવન કરવાથી પણ તમને ફાયદો થશે. કાચી હળદરમાં હાજર કર્ક્યુમિન મેટાબોલિક સિન્ડ્રોમ જેવા કે હૃદય રોગ, સ્ટ્રોક, મેદસ્વીતા અને ડાયાબિટીસના જોખમને ઘટાડી શકે છે. કર્ક્યુમિન શરીરનું વજન અને બોડી માસ ઇન્ડેક્સ ઘટાડવામાં પણ મદદરૂપ છે.

આ પણ વાંચો: Diwali 2021: દિવાળી પર ભારે ખોરાકના કારણે ઉભી થતી આરોગ્ય સમસ્યાનું આ રહ્યું સમાધાન

લીવરને રાખશે સ્વસ્થ

લીવરને સ્વસ્થ રાખવા માટે કાચી હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે સૂપ, શાકભાજી કે દૂધમાં કાચી હળદરનું સેવન કરો. તેમાં રહેલું કર્ક્યુમિન લીવરની બીમારીનું જોખમ ઘટાડે છે. તે લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં અસરકારક છે. જો કે, જો તમને પહેલાથી જ લીવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો ડૉક્ટરની સલાહ પર જ કાચી હળદરનું સેવન કરો.
First published:

Tags: 10 Health tips, Good Health, Turmeric

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો