લૂ થી બચવા માટે રોજ આ રીતે ખાવ 1 ડુંગળી, તેના ઘણા ફાયદા છે

કાચી ડુંગળી ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે...

News18 Gujarati
Updated: June 11, 2019, 11:10 AM IST
લૂ થી બચવા માટે રોજ આ રીતે ખાવ 1 ડુંગળી, તેના ઘણા ફાયદા છે
કાચી ડુંગળી ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે...
News18 Gujarati
Updated: June 11, 2019, 11:10 AM IST
દિલ્હીમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ હતું. લૂ ના ત્રાસને ટાળવા માટે, કેટલાક લોકોએ ઘરની અંદર સમય પસાર કરવો યોગ્ય લાગ્યો તો કેટલાક શહેરથી બહાર કોઈ હિલ સ્ટેશન જતા રહ્યા. જો ઉનાળાની મોસમ દરમિયાન યોગ્ય ખોરાક પર ધ્યાન રાખવામાં આવે તો લૂ થી સરળતાથી બચી શકાય છે. રોજ ભોજનની સાથે એક કાચી ડુંગળીની પ્લેટ તમને લૂ થી રક્ષણ આપે છે. આવો જાણીએ કાચી ડુંગળી આરોગ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. લૂ થી બચાવવા માટે રોજ આ રીતે ડુંગળી ખાવ, તેના ઘણા ફાયદા છે

કાચી ડુંગળી ખાવાના ફાયદા:

કાચી ડુંગળી ખાવાથી, શરીરનું પાચન તંત્ર વધુ સારી રીતે કાર્ય કરે છે. જો તમારું પેટ ગેસની સમસ્યાથી ફૂલેલું રહેતું હોય તો કાચી ડુંગળીથી આ સમસ્યામાં ઘણો ફાયદો થશે.

2. કાચી ડુંગળીમાં એવા તત્વો મળી આવે છે જે કેન્સરની ખતરનાક કોશિકાઓ નાશ કરે છે અને તેને શરીરમાં વધતા અટકાવે છે. સંશોધનમાં પુષ્ટિ મળી છે કે જે લોકો દૈનિક કાચી ડુંગળીનો ઉપયોગ કરે છે તેમને કર્કરોગની શક્યતા ઓછી છે.

3. કાચી ડુંગળી ખાવાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી રહે છે. તેમાં રહેલું સલ્ફર ડાયાબિટીસના સંયોજનોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મેડિકલ સેન્ટર ઑફ મેરીલેન્ડ યુનિવર્સિટી અનુસાર, રોજ કાચી ડુંગળીના સેવનથી મૂત્રાશયનો ચેપ લાગતો નોંધપાત્ર રીતે ઘટી જશે. જો કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તે કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ, તેનાથી આ સમસ્યામાં નોંધપાત્ર રાહત મળે છે.

પાણીમાં ચપટી હીંગ નાખીને પીવાથી મળતા ચમત્કારિક ફાયદા, નહીં આવે આ 9 બીમારીઓ
Loading...

માઇક્રોવેવમાં આ 6 વસ્તુઓ ક્યારેય ન રાખવી

1 કપ ચોખામાંથી ફટાફટ બનાવો 100 પાપડ, 2 વર્ષ સુધી તાજાં રહેશે
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...