ઘરમાં કીડી-મકોડા અને ઉંદર થઇ ગયા છે? આ રહી તેનાથી છુટકારો મેળવવા માટેની કેટલીક ટીપ્સ

આ કીડી-મકોડાથી બચવા માટે આપણે તમામ પ્રયાસો કરીએ છીએ, પરંતુ આ કીડી મકોડા આખા ઘરમાં ફરીને તમામ વસ્તુઓને સંક્રમિત કરે છે.

આ કીડી-મકોડાથી બચવા માટે આપણે તમામ પ્રયાસો કરીએ છીએ, પરંતુ આ કીડી મકોડા આખા ઘરમાં ફરીને તમામ વસ્તુઓને સંક્રમિત કરે છે.

 • Share this:
  ઘરમાં કીડી-મકોડા હોવાને કારણે પરેશાનીની સાથે સાથે ઘરમાં માંદગી પણ આવે છે. આ કીડી-મકોડાથી બચવા માટે આપણે તમામ પ્રયાસો કરીએ છીએ, પરંતુ આ કીડી મકોડા આખા ઘરમાં ફરીને તમામ વસ્તુઓને સંક્રમિત કરે છે. સ્વચ્છતા રાખવા માટે અને બીમારીઓ ન ફેલાય તે માટે આ કીટ અને મકોડાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે.

  કીડી, ઉંદર, કીટ અને જંતુઓને દૂર કરવા માટે જો તમે કંટ્રોલ એક્સપર્ટને બોલાવો છો તો તેમાં વધુ ખર્ચ થઈ શકે છે. પરંતુ અહીં કીડી મકોડાઓને દૂર કરવા માટેની કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. આ ટીપ્સની મદદથી તમે કીડી-મકોડાઓથી છુટકારો મેળવી શકો છો અને તમારા ધરને બીમારીઓથી બચાવી શકો છો.

  કેટલીક ખાસ વસ્તુઓ જે તમારી પાસે હોવી જરૂરી છે

  -રસોડાને સ્વચ્છ રાખવા માટે તમારી પાસે સૌથી બેસ્ટ ક્લિનિંગ પ્રોડક્ટ્સ હોવી જરૂરી છે.

  -ટાઈટ ઢાંકણાવાળા ડબ્બા હોવા જોઈએ, જેથી તમારું ભોજન સાફ રહે અને તેમાં કીટ ન પ્રવેશી શકે.

  -કીટ પ્રવેશી ન શકે તે માટે એન્ટ્રી પોઈન્ટ્સને સીલ કરવા માટે સિલેન્ટ્સ હોવા જરૂરી છે.

  -ઉંદર પકડવા માટેનું પીંજરું હોવું જરૂરી છે, પિંજરામાં ઉંદર ફસાઈ જાય તે બાદ તેને ઘરની બહાર ફેંકી દેવો પણ જરૂરી છે.

  Explained: એરપોર્ટ અને રેલવે સ્ટેશને માન્ય છે તેવા mAadhaarની આવી રીતે બનાવો પ્રોફાઈલ

  કીડાઓથી છુટકારો કેટલા સમયમાં મેળવી શકાય?

  જો ઘરમાં કીડી મકોડાઓને કારણે સમસ્યા વધી રહી છે, તો તાત્કાલિક તે સમસ્યાને દૂર કરવાના પ્રયાસ કરવા જોઈએ. સમયસર આ સમસ્યાને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવે તો માત્ર થોડા દિવસમાં તમારા ઘરમાં કીટ, કીડી મકોડા દૂર થઈ શકે છે. અહીં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક ટીપ્સ આપવામાં આવી છે.

  કીટ કઈ જગ્યાએ વધુ રહે છે તેના પર ધ્યાન આપો.

  સૌથી પહેલા એક પ્રકારના એક કીડાને દૂર કરવાનો પ્રયાસ કરો. તેઓ જે જગ્યાએ વધુ હર-ફર કરે છે, તેના પર વધુ ધ્યાન આપો. ઉંદરને દૂર કરવા માટે તે કઈ જગ્યાએ વધુ ફરે છે તે જાણવા માટે તેનો મળકચરો તમને મદદ કરી શકે છે. જેની મદદથી તમે ઉંદરને પકડવા યોગ્ય જગ્યાએ પાંજરૂ મુકી શકો છો.

  આત્મનિર્ભર ગુજરાતનું અનોખું ઉદાહરણ એટલે અમદાવાદનો અજય મોદી પરિવાર

  ઘરને હંમેશા સ્વચ્છ રાખો

  કીડા, મકોડા, ઉંદર, માખીઓ તમારા ધરને ગંદુ કરી દે છે. જેથી તમારે ઘરને હંમેશા સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરને સ્વચ્છ રાખવાથી માખી, મચ્છર, કીડા-મકોડા, ઉંદર ઘરમાં જલ્દી પ્રવેશી શકતા નથી.

  જે જગ્યાએથી કીટ પ્રવેશે તે જગ્યા સીલ કરી દો

  ઘરમાં કીડા મકોડા આવ્યા બાદ ઘરમાં જે જગ્યાએથી કીટ પ્રવેશે તે જગ્યા સીલ કરી દો. ઉંદરના કારણે ઘરમાં સૌથી વધુ પરેશાની રહે છે અને તે કોઈપણ વસ્તુ કાતરી નાંખે છે. તે માટે સીલેન્ટ પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અન્ય જગ્યાએથી ઉંદર પ્રવેશ ન કરે તે માટે ઉંદર કાતરી ન શકે તેવા સીલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ.

  ઉંદરને પકડવાનું પાંજરૂ ગોઠવી દો

  કીટના પ્રવેશ માટેના એન્ટ્રી પોઈન્ટ્સને સીલ કર્યા બાદ તેમને પાંજરામાં પૂરવા ખૂબ જ જરૂરી છે. તે માટે સૌથી સારા પાંજારાની તમે ઓનલાઈન ખરીદી શકો છો. પીનટ બટરથી તમે કીડી, ઉંદર અને અન્ય કીટને પણ આકર્ષિત કરી શકો છો તેથી પાંજરામાં પીનટ બટર લગાવવું જોઈએ.

  કીડીઓને દૂર કરવા માટે તમે કીડીઓના દર પર ટોક્સિન નાંખી શકો છો, જેથી ધીરે-ધીરે તમામ કીડીઓ મરી જશે. જો તમે ઉંદરને દૂર કરવા ઈચ્છો છો, પરંતુ તેને મારવા ઈચ્છો છો તો તમે નો-કીલ ટ્રેપનો પણ ઉપયોગ કરી શકો છો.

  આ તમામ પ્રયાસ કરવા છતાં, જો તમને કીટથી છુટકારો નથી મળતો તો તમારે નિષ્ણાંતની મદદ લેવી જોઈએ. ઘરમાંથી કીટ દૂર ન કરવાથી ગંદકી ફેલાઈ શકે છે અને ઘરમાં માંદગી પણ આવી શકે છે.સ્વસ્થ રહો અને ધરને હંમેશા સ્વચ્છ રાખો.
  First published: