Home /News /lifestyle /આપના ફાઇનાન્સિયલ સ્ટ્રેસને આવી રીતે દૂર કરો, ખૂબ જ ઉપયોગી છે આ TIPS

આપના ફાઇનાન્સિયલ સ્ટ્રેસને આવી રીતે દૂર કરો, ખૂબ જ ઉપયોગી છે આ TIPS

આર્થિક સંકટનો સામનો કરીને સ્ટ્રેસ ફ્રી લાઈફ કેવી રીતે જીવવી? આ ટીપ્સ તમને કરશે મદદ (પ્રતીકાત્મક તસવીર- ShutterStock)

આર્થિક સંકટનો સામનો કરીને સ્ટ્રેસ ફ્રી લાઈફ કેવી રીતે જીવવી? આ ફાઇનાન્સિયલ ટીપ્સ તમને કરશે મદદ

    Easy Ways To Cope With Financial Stress: દરેક મિડલ ક્લાસ પરિવાર (Middle Class Family) આર્થિક સંકટ (Financial Crisis)નો સામનો કરે છે. આર્થિક સંકટના કારણે પારિવારિક સામાજિક જીવન (Social Life) પર અસર પડે છે અને સાથે સાથે શારીરિક (Physical Health) તથા માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર પણ અસર પડે છે. પરિવારમાં ઈમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય અથવા કોઈનું દેવું ચૂકવવાનું હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિમાં માનસિક તણાવ થવા લાગે છે અને નાણાંકીય યોજનાના અભાવને કારણે આત્મવિશ્વાસ પણ નથી રહેતો. જો તમે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરો છો, તો આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરીને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી તેની અહીં કેટલીક ટિપ્સ (Tips for Financial Planning) આપવામાં આવી છે.

    ખર્ચ પર ધ્યાન આપો

    તમારા ખર્ચની નોંધ રાખો અને ધ્યાન રાખો કે કઈ જગ્યાએ પૈસા ખર્ચ થઈ રહ્યા છે. લગ્ઝરી વસ્તુઓને થોડાક દિવસ સુધી ખરીદશો નહીં અને તે પૈસાની બચત કરો. આ પ્રકારે કરવાથી પૈસાની બચત થશે અને માનસિક તણાવથી રાહત મળશે.

    બજેટ બનાવો

    તમારા આખા મહિનાનું ખર્ચ બજેટ તૈયાર કરો અને ખર્ચ ઓછો કરો. આ પ્રકારે કરવાથી ખર્ચ ઓછો થશે અને તમામ વસ્તુઓનો હિસાબ રાખી શકશો.

    ઈમરજન્સી માટે ફંડ બનાવો

    જીવનમાં કોઈપણ દુર્ઘટના સર્જાઈ શકે છે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહો. આ પ્રકારે કરવાથી તમે કોઈ પણ નાણાકીય સંકટની પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો અને તમારે દેવું કરવાની જરૂરિયાત નહીં રહે. ઘરના લોકરમાં થોડીક રોકડ રકમ સાચવીને રાખો.

    આ પણ વાંચો, CBSE 12th Board Exam 2021: 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે ધો-12ની વૈકલ્પિક પરીક્ષાઓ

    Luxuryથી દૂર રહો

    તમે જેટલું સાદગીભર્યું જીવન જીવશો તેટલી તમારી જરૂરિયાત ઓછી રહેશે. આ પરિસ્થિતિમાં Luxuryથી દૂર રહો અને વધુ ખર્ચ ન કરો. સરળ જીવન જીવો અને ભવિષ્યની યોજનાઓ માટે અગાઉથી તૈયારી કરો.

    ખુશ રહો

    હંમેશા પૈસાથી જ ખુશ રહી શકાય છે તેવું જરૂરી નથી. પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરીને તમે સારુ અને ખુશીભર્યું જીવન જીવી શકો છો. કહેવત છે કે ‘પૈસો તો આવે છે અને જાય છે’ આ વાત એદમ સાચી છે.

    ગુણવત્તા પર વિશ્વાસ રાખો

    જીવનમાં એક ગોલ્ડન લૉ ફોલો કરો, ક્વોન્ટિટી નહીં પરંતુ ક્વોલિટી પર ધ્યાન રાખો. તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો તો તેની માત્રાની જગ્યાએ તેની ગુણવત્તા જોઈને ખરીદી કરો. આ લૉ ફોલો કરવાથી તમને હંમેશા ફાયદો થશે.

    આ પણ વાંચો, Honda Activa 125 પર મળી રહ્યું છે 3,500 રૂપિયાનું કેશબેક, જાણો કેવી રીતે મળશે ફાયદો

    " isDesktop="true" id="1107372" >


    સંતુષ્ટ રહો

    તમારી પાસે જે પણ છે તેમાં ખુશ રહો અને સંતુષ્ટ રહો. જે લોકો અસંતુષ્ટ રહે છે તેમના જીવનમાં પૈસા રહેતા નથી અને શાંતિ મળતી નથી. દરરોજ સૂતા પહેલા વિચારો કે તમે એકદમ ખુશમિજાજી માણસ છો અને તમારી પાસે જે કંઈ પણ છે તેનાથી તમે ખુશ છો.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    First published:

    Tags: Business Planning, Financial Stress, Lifestyle, Tips and tricks, આરોગ્ય

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો