તમારી લાઈફસ્ટાઈલ(Lifestyle)માં થોડા ફેરફાર કરીને તમે મેકઅપ(MakeUp) વગર પણ સુંદર દેખાઈ શકો છો. આ માટે તમારે ફક્ત તમારી સ્કીન (Skin)ની થોડી વધુ કેર કરવાની જરૂર છે. સુંદર દેખાવાની ઈચ્છા દરેકની હોય છે. તેના માટે આપણે દરેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સ વાપરતા હોઈએ છીએ. પણ ભાગદોડવાળા શહેરી જીવનમાં વારંવાર બ્યુટી પાર્લર જવુ શક્ય નથી બનતું. આ સ્થિતિમાં તમે મેકઅપ(MakeUp) વગર પણ સુંદર દેખાવ તેવું દરેક ઈચ્છે છે. આ માટે તમારે તમારી લાઈફસ્ટાઈલ(Lifestyle)માં કેટલાક ફેરફાર કરવા પડશે. તમારી ડાયેટ (Diet)માં થોડો ફેરફાર કરવો પડશે. ત્યારબાદ તમે મેકઅપ (MakeUp) વગર પણ સુંદર લાગી શકો છો. થોડી ટિપ્સ અપનાવીને અને થોડી કેર (care) કરીને તમે તમારી ઈનર બ્યૂટીને નિખારી શકો છો.
સ્ક્રબનો ઉપયોગ કરો
મુલ્તાની માટી, ટામેટાનો રસ, એલોવેરા જેલમાંથી બનેલો સ્ક્રબ ઉપયોગમાં લો. તેનાથી તમારી ત્વચા ગ્લોઈંગ રહેશે. તેનાથી સ્કીન પર જામેલી ગંદકી સાફ થશે અને તમને નેચરલ નિખાર મળશે.
સનસ્ક્રીન કરશે રક્ષણ
જ્યારે પણ બહાર નીકળો તો સૂરજના તેજ કિરણોથી સ્કીનનું રક્ષણ જરૂર કરો. સાથે જ સનસ્ક્રીન જરૂર લગાવો. તેનાથી સૂરજના કિરણોના સંપર્કમાં આવવા છતાં તમારી સ્કીન કાળી નહી પડે.
Health tips: અડધી રાત્રે ઉંઘ ખુલી જાય છે? તો અપનાવો આ 8 ટ્રીક
ગુલાબજળ લાવશે નિખાર
ગુલાબ જળ ચહેરા માટે ઘણીરીતે ફાયદાકારક હોય છે. માટે તમારા રૂટિનમાં ગુલાબ જળનો ઉપયોગ ચોક્કસ કરો. રાત્રે સુતા પહેલા ગુલાબ જળ જરૂર લગાવો. તેનાથી ચહેરા પર ચમક આવશે અને સ્કીન સોફ્ટ બનશે.
સારૂ ડાયેટ પણ છે જરૂરી
પૌષ્ટિક આહારને પોતાના ડાયેટમાં સામેલ કરો. તમારૂ ડાયેટ તમારી ખૂબસુરતી વધારવામાં ઘણું મદદરૂપ થાય છે. સાથે જ તે સ્વાસ્થ્યને પણ સારૂ બનાવે છે. પૌષ્ટિક તત્વોથી ભરપૂર ડાયેટ સ્કીનની ખૂબસુરતી માટે ખુબ જરૂરી છે. તમારા ડાયેટમાં ફળો અને લીલા શાકભાજીનો પણ સમાવેશ કરો. પ્રોટીનથી ભરેલી વસ્તુઓ જેમકે ઈંડા, ચિકન, કિડની બીન્સ, દાળ વગેરે વધુ ખાવ. તે ખાવાથી તમારા ચહેરા પર કુદરતી નિખાર દેખાશે.
યોગ્ય માત્રામાં પાણી પીઓ
આખો દિવસ ભરપૂર પાણી પીવો. પાણી જીવન માટે તો જરૂરી છે જ પણ તે ખૂબસુરતી વધારવામાં પણ મદદરૂપ થાય છે. સમગ્ર દિવસ દરમિયાન 8-10 ગ્લાસ પાણી જરૂર પીવો. ક્યાંય બહાર જાવ ત્યારે પણ તમારી સાથે પાણીની બોટલ ચોક્કસ રાખો, જેથી તમારા શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય. આમ કરવાથી તમારા શરીરના વિષાણુ યુરીન દ્વારા બહાર નીકળી જશે. તમારી ત્વચા એકદમ ફ્રેશ રહેશે. ગરમીમાં લીંબુ અને ખીરા કાકડી રોજ ખાવ.
પૂરતી ઉંઘ પણ જરૂરી
શરીરને સ્ફૂર્તિલુ બનાવવા માટે ભરપૂર એટલે કે 6 થી 8 કલાકની ઉંઘ લેવી જરૂરી છે. જેથી આપ સવારે ઉઠો ત્યારે એકદમ ફ્રેશ ફીલ કરો. પૂરતી ઉંઘ લેવાથી તમારો ચહેરો ખીલી જશે અને આંખો નીચેના કાળા કુંડાળાની સમસ્યાથી પણ બચી શકાશે.
ગરમીમાં ઠંડક આપે છે 'બીલાનું શરબત', ગેસ અને કબજિયાતની સમસ્યા કરે છે દૂર
સારી પ્રોડક્ટ્સ પસંદ કરવી જરૂરી
તમારી સ્કીન માટે સારી બ્રાન્ડના બ્યુટી પ્રોડક્ટ્સ પસંદ કરો. તમે જે પણ સ્કીન કેર બ્યુટી પ્રોડક્ટ વાપરો છે તેને સ્કીન 60 સુધી પોતાની અંદર શોષી લે છે. તે સ્કીન પર ઘણી અસર કરે છે. માટે સારી પ્રોડક્ટ્સ પસંદ કરો. વધુ કેમિકલ વાળી પ્રોડક્ટ્સ ન ખરીદો. જેમાં પેરાબેન, પેટ્રોકેમિકલ્સ અને સલ્ફેટ સામેલ હોય. તેનાથી સ્કીન પ્રભાવિત થઈ શકે છે. તેનાથી બળતરા કે એલર્જિ પણ થઈ શકે છે.