દહીંવડાં બનાવતા રાખો આ વાતો ધ્યાનમાં, વધેલું ખીરું આ રીતે વાપરી શકાય

 • Share this:
  દહીંવડાંને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય?

  સામગ્રી
  1 કપ ચોળાની દાળ
  1 કપ અડદની દાળ
  1/4 કપ મગની દાળ
  1 લિટર દહીં
  ગળી ચટણી
  મરચું
  મીઠું
  તેલ પ્રમાણસર

  બનાવવાની રીત
  એક તપેલીમાં ત્રણેય દાળ લઈ તેને સરખી રીતે ધોઈને 6 કલાક પલાળી રાખો. પછી તેને અધકચરી વાટી તેમાં મીઠું નાખી ગરમ તેલમાં વડાં ઊતારી, હૂંફાળા પાણીમાં 2 મિનિટ નાખો. પછી હથેળીથી દબાવી પાણી કાઢી લઈ તેને સર્વિંગ બાઉલમાં લઈ તેના પર દહીં, ગળી ચટણી, મીઠું, મરચું નાખવાં. તમે 2 કપ ચોળાની દાળ, 1 કપ અડદની દાળનાં પણ દહીં વડાં બનાવી શકો છો. વડાં વહેલાં બનાવીને, પાણીમાંથી દબાવીને બહાર કાઢીને, ફ્રિજમાં મૂકી શકો છો. જો દહીંવડાંનું ખીરું વધારે બની ગયું હોય તો કચોરીના મસાલાનાં વડાં કરી દહીંવડાનાં ખીરામાં બોળી તળી લેવા. પછી દહીંવડાની જેમ જ દહીં, ગળી ચટણી, મીઠું, મરચું નાખી સર્વ કરવું.
  Published by:Bansari Shah
  First published: