Home /News /lifestyle /

Diabetes : જો તમારામાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તમારે ડાયાબિટીસનો ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ

Diabetes : જો તમારામાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તમારે ડાયાબિટીસનો ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ

સમગ્ર વિશ્વમાં 422 મિલિયન લોકો ડાયાબિટીસની સમસ્યાથી પિડાઈ રહ્યા છે (પ્રતિકાત્મક તસવીર)

Diabetes Symptoms - અહીં ડાયાબિટીસની લક્ષણો વિશેની જાણકારી આપવામાં આવી છે, જેની મદદથી તમે જાણી શકો છો કે તમને ડાયાબિટીસ છે કે નહીં

    ડાયાબિટીસ (Diabetes)એક સ્થાયી બીમારી છે, જે લાંબા સમય સુધી રહે છે અને તેનાથી સંપૂર્ણ રીતે છુટકારો મેળવી શકાતો નથી. શરીરમાં પેંક્રિયાઝ, ઈન્સ્યુલિન હોર્મોનનું ઉત્પાદન થઈ શકતું નથી. જેના કારણે લોહીમાં ગ્લૂકોઝની માત્રા વધવા લાગે છે, જેના કારણે ડાયાબિટીસની સમસ્યા થાય છે. સમગ્ર વિશ્વમાં 422 મિલિયન લોકો ડાયાબિટીસની સમસ્યાથી પિડાઈ રહ્યા છે. અનેક લોકોને ડાયાબિટીસના લક્ષણો (diabetes symptoms)વિશે જાણકારી ન હોવાને કારણે ડાયાબિટીસને ઓળખી શકતા નથી. અહીં ડાયાબિટીસની લક્ષણો વિશેની જાણકારી આપવામાં આવી છે, જેની મદદથી તમે જાણી શકો છો કે તમને ડાયાબિટીસ છે કે નહીં.

    ડાયાબિટીસના ત્રણ પ્રકાર છે

    ટાઈપ 1 ડાયાબિટીસ- જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઈન્સ્યુલિનનું નિર્માણ કરતી કોશિકાઓ પર હુમલો કરે છે, જેના કારણે શરીરમાં ઈન્સ્યુલિનનું નિર્માણ થઈ શકતું નથી.

    ટાઈપ 2 ડાયાબિટીસ- તેમાં શરીર યોગ્ય માત્રામાં ઈન્સ્યુલિનનું નિર્માણ કરી શકતું નથી અથવા શરીરની કોશિકાઓ ઈન્સ્યુલિન પ્રત્યે યોગ્ય પ્રતિક્રિયા આપતું નથી.

    ગેસ્ટેશનલ ડાયાબિટીસ

    અનેક મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન શુગરનું ઉચ્ચ સ્તર જોવા મળે છે, જેના કારણે ગર્ભવતી મહિલાઓનું શરીર યોગ્ય માત્રામાં ઈન્સ્યુલિનનું નિર્માણ કરી શકતું નથી. આ ડાયાબિટીસને ગેસ્ટેશનલ ડાયાબિટીસ કહે છે, જે બાળકના જન્મ બાદ મટી જાય છે.

    ગેસ્ટેશનલ ડાયાબિટીસ માટેનો ટેસ્ટ

    બ્લડ ટેસ્ટથી ગેસ્ટેશનલ ડાયાબિટીસની તપાસ કરવામાં આવે છે. ગર્ભાવસ્થાના 24થી 28 સપ્તાહ દરમિયાન આ ટેસ્ટ કરવામાં આવે છે. જો તમારામાં ડાયાબિટીસના ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તમારે એકવાર ડૉકટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

    ડાયાબિટીસના લક્ષણો

    વારંવાર પેશાબ કરવા જવું

    લોહીમાં રહેલ શુગરને કિડની ફિલ્ટર કરી શકતી નથી, આ કારણોસર ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ વારંવાર પેશાબ કરવા જવું પડે છે. ખાસ કરીને વ્યક્તિએ રાત્રિના સમયે પેશાબ કરવા જવું પડે છે.

    વધુ તરસ લાગવી

    વારંવાર પેશાબ આવવાને કારણે શરીરમાં પાણીની ઊણપ વર્તાવા લાગે છે. જેના કારણે વ્યક્તિને વધુ તરસ લાગે છે. વધુ પડતી તરસ લાગવી તે ડાયાબિટીસનું એક લક્ષણ છે. જો તમને આ પણ આ પ્રકારની સમસ્યા છે, તો એકવાર જરૂરથી તપાસ કરાવવી જોઈએ.

    આ પણ વાંચો - બ્લડ પ્રેશરના કેટલા પ્રકાર હોય છે? કઈ રીતે ઓળખવી બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ, જાણો

    વધુ ભૂખ લાગવી

    ડાયાબિટીસમાં ઈન્સ્યુલિનની કમીને કારણે શરીર ભોજનને ઊર્જામાં બદલી શકતું નથી. શરીરમાં યોગ્ય ઊર્જા ઉત્પન્ન ન થવાને કારણે વ્યક્તિને વધુ પડતી ભૂખ લાગે છે. વધુ પડતી ભૂખ લાગવી તે ડાયાબિટીસનું એક લક્ષણ છે.

    વજન ઓછું હોવું

    ડાયાબિટીસમાં ઈન્સ્યુલિનની કમીને કારણે લોહીમાંથી ગ્લૂકોઝ બોડી સેલમાં પહોંચી શકતું નથી. જેના કારણે શરીર ફેટ અને માંસપેશીઓને બર્ન કરવા લાગે છે. જેના કારણે વજન ઓછું થઈ જાય છે. વજન ઓછું થઈ જવાને કારણે શરીર નબળું પડવા લાગે છે.

    ઈજાઓ મટતા વાર લાગવી

    લોહીમાં શુગરનું સ્તર વધવાને કારણે શરીર પર જે પણ ઈજા થાય છે તે ભરાતા વધુ સમય લાગે છે. જો ઈજાઓ જલ્દી મટે નહીં તો ગેંગ્રીન થવા લાગે છે. આ કારણોસર જો તમારામાં પણ આ લક્ષણ જોવા મળે તો તમારે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

    ઝાંખુ ઝાંખુ દેખાવું

    શરીરમાં વધુ સમય સુધી ગ્લૂકોઝનું ઉચ્ચ સ્તર રહે તો વ્યક્તિની આંખોની દ્રષ્ટિ પર પણ વિપરીત અસર જોવા મળી શકે છે. જેના કારણે વ્યક્તિને ઝાંખુ ઝાંખુ દેખાવા લાગે છે. વ્યક્તિની દ્રષ્ટિ નબળી પડવા લાગે છે.

    ડાયાબિટીક રેટિનોપેથી

    ડાયાબિટીસના કારણે આંખો પર વિપરીત અસર થાય છે. રેટિનાની અંદર રહેલ બ્લડ વેસલ ડેમેજ થવાને કારણે બ્લાઈન્ડનેસ પણ થઈ શકે છે. જો તમારામાં આ લક્ષણ જોવા મળે તો તમારે ડૉકટરની સલાહ લઈને એકવાર ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવો જોઈએ.

    પેરીફેરલ ડાયાબિટીક ન્યૂરોપેથી

    લોહીમાં ગ્લૂકોઝની માત્રા વધવાને કારણે પગની નસોને નુકસાન પહોંચે છે. પગમાં સોય ચુભતી હોય તેવું લાગે છે અને ઝણઝણાહટ થાય છે, જેના કારણે વ્યક્તિને ચાલવામાં પરેશાની થાય છે. જો તમને પણ આ પ્રકારની ઝમઝણાહટ થાય છે તો એકવાર ડકટરની સલાહ લેવી જોઈએ.

    ડાયાબિટીસની પુષ્ટી કરવા માટે ડૉકટર તમને કેટલાક ટેસ્ટ કરવાનું કહેશે. આ ટેસ્ટ વિશેની જાણકારી અહીં આપવામાં આવી છે.

    A1C ટેસ્ટ

    A1C ટેસ્ટમાં દર બેથી ત્રણ મહિને ડાયાબિટીસનું સ્તર માપવા માટે આ બ્લડ ટેસ્ટ કરવાનો રહે છે. વ્યક્તિનું એવરેજ બ્લડ શુગર માપવામાં આવે છે. આ ટેસ્ટમાં 5થી 10 નંબર સુધી બ્લડ ગ્લુકોઝ લેવલ માપવામાં આવે છે. જો રિપોર્ટ 5.7 થી નીચે આવે તો તેને નોર્મલ ગણવામાં આવે છે. 6.4થી વધુ હોય તો તે વ્યક્તિને ડાયાબિટીસ છે તેવું કહેવાય છે.

    ફાસ્ટિંગ બ્લડ સુગર ટેસ્ટ

    હાઈ બ્લડ સુગર લેવલ માપવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. વ્યક્તિએ આ ટેસ્ટ માટે ભૂખ્યા પેટે બ્લડ સેમ્પલ આપવાનું રહે છે. 99 mg/Dl હોય અથવા તેનાથી ઓછું હોય તો તે નોર્મલ છે. 100થી 125 mg/dL હોય તો તે પ્રિડાયાબિટીસ ગણવામાં આવે છે. 126 mg/dLથી વધુ હોય તો વ્યક્તિને ડાયાબિટીસ છે તેવું ગણવામાં આવે છે.

    ગ્લુકોઝ ટોલેરન્સ ટેસ્ટ

    આ ટેસ્ટ માટે વ્યક્તિને ટેસ્ટ પહેલા અને ટેસ્ટ બાદ ગ્લુકોઝયુક્ત પાણી આપવામાં આવે છે. ટેસ્ટ કરવાનો હોય તેના આગલી રાત્રે કંઈપણ ખાવાનું હોતું નથી. ટેસ્ટના એક, બે અથવા ત્રણ કલાક પહેલા ગ્લુકોઝયુક્ત પાણી પીવાનું રહે છે. આ પાણીનું સેવન કર્યા બાદ જો ટેસ્ટમાં ગ્લુકોઝનું સ્તર 140 mg/dL હોય અથવા તેનાથી ઓછું તો તેને સામાન્ય ગણવામાં આવે છે. 140થી 199 mg/dL હોય તો તેને પ્રિ-ડાયાબિટીસ કહેવાય છે. 200 mg/dLથી વધુ હોય તો વ્યક્તિને ડાયાબિટીસ છે તેવું ગણવામાં આવે છે.

    રેન્ડમ બ્લડ સુગર ટેસ્ટ

    આ બ્લડ ટેસ્ટ કોઈપણ સમયે કરવામાં આવે છે. તેના માટે ભૂખ્યા ટેસ્ટ કરાવાની જરૂર નથી. 200 mg/dL અથવા તેનાથી વધુ ગ્લુકોઝનું સ્તર વધુ હોય તો વ્યક્તિને ડાયાબિટીસ છે તેવું ગણવામાં આવે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Diabetes care, Health Tips, Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन