આજે સમગ્ર વિશ્વના લોકોને લાઇફસ્ટાઇલના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જીવનમાં તણાવ અને લાપરવાહ ખાણી-પીણીના કારણે હાઇપરટેન્શન અને ડાયાબિટિસ જેવા વિકાર તો સામાન્ય જીવનનો ભાગ બનતા જઇ રહ્યા છે. તેમાં ડાયાબિટિસથી આજે ઘણા યુવાન લોકો પણ પીડિત થવા લાગ્યા છે. ડાયાબિટિસની સાથે ઘણી અન્ય બીમારીઓને પણ આમંત્રણ આપે છે. આ વિકારના કારણે શરીરના ઘણા અંગ ખરાબ થવા લાગે છે. જેમાં આપણા શરીરની ત્વચા પણ સામેલ છે. ત્વચા પર ઘણા એવા સંકેતો છે જે જણાવે છે કે વ્યક્તિનું શુગર સામાન્ય નથી.
ઘણી સમસ્યાઓને આમંત્રણ
ડાયાબિટિસથી આંખોમાં નબળાઈ, હ્યદયની સમસ્યાઓ, કિડનીના કાર્યમાં ફેરફાર અને ત્વચા સહિત અન્ય અંગોની સમસ્યાઓ પ્રમુખ રીતે દેખાવા લાગે છે. તે એક સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને આમંત્રણ આપનાર વિકાર કહેવામાં આવે છે. તેથી તેની યોગ્ય સમયે નિદાન થવું જરૂરી છે. શરીરમાં શુગરની માત્રા વધવાના સંકેતો ત્વચા પર પણ સ્પષ્ટ દેખાવા લાગે છે.
કઇ રીતે થાય છે ત્વચા પર અસર
શરીરમાં શુગર લેવલ વધવાથી વ્યક્તિને વારંવાર પેશાબ આવે છે. ડાયાબિટીસના દર્દીઓના શરીરમાં પાણીનું સ્તર પણ વારંવાર ઓછું થવા લાગે છે, જેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થાય છે. આ ડિહાઇડ્રેશનના કારણે દર્દીની ત્વચા પર સીધી અસર થાય છે અને ત્વચામાં શુષ્કતા દેખાવા લાગે છે.
આ સિવાય પણ શરીરની ત્વચા પર એવા સંકેતો જોવા મળે છે જેનાથી ડાયાબિટીસ હોવાનું જાણી શકાય છે. તેને પ્રી-ડાયાબિટિક લક્ષણ કહે છે. સલાહ આપવામાં આવે છેકે આ પ્રકારના લક્ષણો દેખાય તો સારવાર માટે ડોક્ટર પાસે જવું જોઇએ, નહીં તો તેના ગંભીર પરીણામો ભોગવવા પડી શકે છે.
ત્વચા પર દેખાશે ડાઘ
ઘણા ડાયાબિટીસના દર્દીઓને તેમની ત્વચા પર કાળા ડાઘાઓ જોવા મળે છે. આવું ખાસ રીતે ડોક અને કાંખમાં થાય છે. આ ભાગોને સ્પર્શવાથી તેમને એવું લાગશે, જાણે તેઓ કોઇ વેલ્વેટ સ્પર્શી રહ્યા હોય. આ પણ એક પ્રી-ડાયાબિટિક લક્ષણ છે. જેને મેડીકલ ભાષામાં એકેનથોસિસ નિગ્રીકેન્સ કહેવામાં આવે છે. તેનાથી જાણી શકાય છે કે શરીરમાં શુગર અથવા ઇન્સુલિનનનું સ્તર વધી ગયું છે.
અલગ-અલગ રંગના ડાઘ
આ સિવાય ત્વચા પર લાલ, પીળા અને કથ્થઇ રંગના ડાઘાઓ પણ ઘણા સંકેતો આપે છે. આ ડાઘાઓ પ્રી-ડાયાબિટિક લક્ષણોના સંકેત હોય છે. તેનાથી ત્વચામાં ખંજવાળ અને દુખાવાની સ્થિતિ ઉભી થાય છે. ઘણા લોકોને તેમની ત્વચા પર લાલ પીળા અને કથ્થઇ પિંપલ જેવા ડાઘાઓ થવા લાગે છે. મેડિકલ ભાષામાં તેને નેક્રોબાયોસિસ લિપોડિકા કહે છે, જે એક પ્રી ડાયાબિટિક લક્ષણ છે. આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક શુગરની તપાસ કરાવવી જોઇએ.
જો શરીરમાં કોઇ ઈજા થઇ છે અને તેનાથી ત્વચા પર ઘાવ થઇ ગયો છે અને તે ઘાવ રૂઝાતા ખૂબ વધુ સમય લાગી રહ્યો છે તો તેનો અર્થ હોઇ શકે કે શરીરમાં શુગરનું પ્રમાણ વધી ગયું છે. તેનાથી તંત્રિકાઓ નષ્ટ થઇ જાય છે, જેના કારણે ત્વચાના ઘાવ રૂઝાતા સમય લાગે છે. આ પ્રકારી સમસ્યાને ડાયાબિટિક અલ્સર કહેવામાં આવે છે. એવામાં તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
ડાયાબિટિસને લાઇફસ્ટાઇલની બીમારી કહેવામાં આવે છે. તે માત્ર ખરાબ ખાણીપીણી અને અનહેલ્થી લાઇફસ્ટાઇલના કારણે જ નહીં, પરંતુ ડાયાબિટિસ છે તેવું જાણવા મળ્યા બાદ દર્દીએ ખાસ પ્રકારની હેલ્થી લાઇફ સ્ટાઇલ અપનાવવી પડે છે. પોતાના સ્વાસ્થ્ય પર ખાસ કરીને નજર રાખવી પડે છે અને તેમાં આવનાર ફેરફાર વિશે ડોક્ટરને જણાવી યોગ્ય સારવાર કરાવવી જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર