Ear care tips : ચોમાસામાં કાનના ઇન્ફેક્શનથી બચવા ફોલો કરો આ ટિપ્સ, જાણો શા માટે ન વાપરવા જોઈએ કોટન સ્વેબ
Ear care tips : ચોમાસામાં કાનના ઇન્ફેક્શનથી બચવા ફોલો કરો આ ટિપ્સ, જાણો શા માટે ન વાપરવા જોઈએ કોટન સ્વેબ
ચોમાસામાં કાનના ઇન્ફેક્શનથી બચવા ફોલો કરો આ ટિપ્સ
Ear care tips monsoon: કાનના ચેપ માટે ભેજ કેવી રીતે જવાબદાર છે? તે સમજાવતી વખતે, ડૉ. અંકિત જૈને કહ્યું હતું કે, બેક્ટેરિયા માટે વધુ પડતી ભેજ ફૂગના ચેપનું કારણ બની શકે છે. કાનમાં મેલ અને ઇયરબડ્સના ઉઝરડા પણ તમારા કાનના ચેપનું જોખમ વધારે છે. જાણો ચોમાસામાં કઈ રીતે કાનની કાળજી લઈ શકાય છે.
એક્સ્ટ્રિમ હીટવેવ પછી દેશના લગભગ દરેક ભાગના લોકો ગરમીથી થોડી રાહત મેળવવા માટે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ચોમાસાના આગમનથી માઇક્રોબાયલ ઇન્ફેક્શન (microbial infections)નું જોખમ વધી જાય છે? ફૂગના બીજકણ ભેજવાળા હવામાનમાં ઝડપથી વધે છે, જેના કારણે વરસાદની મોસમ (monsoon) માં ફૂગના ચેપનું પ્રમાણ વધી જાય છે. ત્વચા અને આંખો ઉપરાંત, કાનને અસર કરતા આવા ચેપના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આવા ચેપથી બચવા માટે આજે અમે તમને કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યાં છીએ.
હિન્દુસ્તાન ટાઈમ્સે એપોલો સ્પેક્ટ્રા મુંબઈના ENT નિષ્ણાત ડૉ. અંકિત જૈનેને ટાંકીને એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં કાનના ચેપ પાછળના કારણો વિશે જાણકારી અપાઈ હતી.
કાનના ચેપ માટે ભેજ કેવી રીતે જવાબદાર છે? તે સમજાવતી વખતે, ડૉ. અંકિત જૈને કહ્યું હતું કે, બેક્ટેરિયા માટે વધુ પડતી ભેજ ફૂગના ચેપનું કારણ બની શકે છે. કાનમાં મેલ અને ઇયરબડ્સના ઉઝરડા પણ તમારા કાનના ચેપનું જોખમ વધારે છે. કાનના ફૂગના ચેપને ઓટોમીકોસીસ (otomycosis) કહેવાય છે તે પણ કાન પર અસર કરે છે.
અમુક ઉઝરડા ઉપરાંત, શરદી અને ફ્લૂ સાથેની કેટલીક એલર્જી ચેપનું કારણ બની શકે છે. તેની વિગતો આપતા, આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું હતું કે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અને હીમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા જેવા બેક્ટેરિયા કાનના ચેપ પાછળના પરિબળો છે. આમ તો બેક્ટેરિયલ ચેપના કેસ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે, પરંતુ વરસાદની મોસમમાં તેમાં ભારે વધારો થાય છે.”
કાનના ચેપના કેટલાક લક્ષણોને તમારે ગંભીરતાથી લેવા જોઈએ. ખાસ કરીને સોજો, બળતરા, ખંજવાળ, ગૂંગળામણ, કાનમાં દુ:ખાવો, સ્રાવ, ચક્કર, ગંભીર માથાનો દુ:ખાવો અને તાવ જેવા લક્ષણો દેખાય ત્યારે ચેતી જવું જોઈએ.
ચોમાસાની ઋતુમાં આવા ચેપથી બચવા માટે તમે અહીં જણાવેલી કેટલીક રીતો અપનાવી શકો છો:
વરસાદની મોસમ દરમિયાન, તમારે તમારા કાન સાફ અને સૂકા રાખવા જ જોઈએ. તમે તેના માટે શુષ્ક અને સ્વચ્છ સુતરાઉ કાપડનો ઉપયોગ કરી શકો છો.
ઈયર બર્ડ્સ અને કોટન સ્વેબથી દૂર રહો, કારણ કે ભેજવાળા હવામાનમાં કોટન સ્વેબ બેક્ટેરિયાને ફસાવી શકે છે અને તે તમારા કાનમાં ચેપ ફેલાવી શકે છે.
ગળું આપણા કાનમાં ચેપ ઝડપથી ફેલાવી શકે છે, તમારે ઠંડા ખોરાક અને પીણાંને ટાળીને તમારા ગળાની યોગ્ય કાળજી લેવી જોઈએ.
આપણને ઇયરફોનનો ઉપયોગ કરવો ગમે છે, ચેપથી બચવા માટે તેને સ્વચ્છ રાખવું અત્યંત જરૂરી બની જાય છે. તમે તેને સંપૂર્ણપણે સેનિટાઇઝ રાખવા માટે જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.
દર 6 મહિના પછી ENT નિષ્ણાત સાથે નિયમિત ચેકઅપ કરવાનું ક્યારેય છોડવું જોઈએ નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર