સાવધાન: વરસાદમાં પીરિયડ્સ દરમિયાન લાગી શકે છે ઇન્ફેક્શન, રાખો આ સાવધાનીઓ

તસવીર/shutterstock

પીરિયડ્સ(Menstruation) દરમિયાન પ્રાઇવેટ પાર્ટ્સની સાફ-સફાઇ (Cleanliness)નું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એવામાં જો વરસાદની સિઝન હોય તો વધુ જરૂરી બને છે કે સાફ-સફાઇની સાથે અમુક વાતોનું પણ ધ્યાન રાખાવામાં આવે. કારણે કે આ ઋતુમાં ઇન્ફેક્શન (infection) થવાની સંભાવના સામાન્ય દિવસો કરતા વધુ હોય છે.

  • Share this:
પીરિયડ્સ(Menstruation) દરમિયાન પ્રાઇવેટ પાર્ટ્સની સાફ-સફાઇ (Cleanliness)નું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એવામાં જો વરસાદની સિઝન હોય તો વધુ જરૂરી બને છે કે સાફ-સફાઇની સાથે અમુક વાતોનું પણ ધ્યાન રાખાવામાં આવે. કારણે કે આ ઋતુમાં ઇન્ફેક્શન (infection) થવાની સંભાવના સામાન્ય દિવસો કરતા વધુ હોય છે. થોડી બેદરકારી પણ યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને વજાઇનલ ઇન્ફેક્શનનું કારણ બને છે. તેથી આપને જણાવશું કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને કઇ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઇએ.

નેપકિન સમયાંતરે બદલો

ઘણી મહિલાઓ લાંબા સમય સુધી એક જ નિપકિનનો ઉપયોગ કરે છે, જે યોગ્ય નથી. કારણ કે વરસાદના દિવસોમાં તેનાથી ઇન્ફેક્શન થવાનો ખતરો રહે છે. તેથી 3-4 કલાકે નેપકિન બદલતા રહેવું વધુ યોગ્ય છે.

ભીનાશ ઓછી કરો

પીરિયડના કારણે તમારો પ્રાઇવેટ પાર્ટ પહેલા કરતા વધુ ભીનો રહે છે. ઉપરથી વરસાદના કારણે ભીનાશ વધુ રહે છે. એવામાં જ્યારે મહિલાઓ ટોયલેટ ગયા બાદ પાણીનો ઉપયોગ કર્યા બાદ તે ભાગને સૂકો નથી કરતી, ત્યારે તેમાં ભીનાશ વધી જાય છે. જે ઇન્ફક્શનનું કારણ બને છે. તેથી જ્યારે પણ ટોયલેટ જાવ કે પાણીનો ઉપયોગ કરો તો ત્યાર બાદ પેપર નેપકિન કે ટિશ્યૂ પેપર દ્વારા પહેલા તમારા પ્રાઇવેટ પાર્ટને સારી રીતે સૂકો કરો અને પછી પેડનો ઉપયોગ કરો.

સાબુનો ઉપયોગ ન કરો

પીરિયડ દરમિયાન મોટા ભાગની મહિલાઓ પ્રાઇવેટ પાર્ટ પર નોર્મલ સાબુ વાપરે છે, જે યોગ્ય નથી. તેનાથી નેચરલ પીએલ લેવલ ખરાબ થઇ શકે છે, જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આજ કાલ બજારમાં ઘણા પ્રાઇવેટ પાર્ટ વોશ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરો.

ગરમ પાણીથી કરો સફાઇ

પીરિયડ્સ દરમિયાન રોજ રાત્રે સૂતા પહેલા પ્રાઇવેટ પાર્ટને નવશેકા ગરમ પાણીથી જરૂર સાફ કરો. ત્યાર બાદ પેપર નેપકિન દ્વારા તે ભાગને બરૂર સૂકાવા દો અને પછી પેડનો ઉપયોગ કરો. તેનાથી ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘટી જાય છે.

પબ્લિક ટોયલેટ ન વાપરો

પીરિયડ્સ દરમિયાન પબ્લિક ટોયલેટનો ઉપયોગ ન કરવો વધુ હિતાવહ છે. જો તમારે ઉપયોગ કરવો જ પડે તો પહેલા સેનિટાઇઝર કે ટોયલેટ સ્પ્રેનો ઉપયોગ કરો. સાથે જ ટોયલેટનો ઉપયોગ કરતા પહેલા ફ્લશ જરૂર કરવું જોઇએ.
Published by:kuldipsinh barot
First published: