શાકભાજીની લારીમાંથી શાક લેતી વખતે આટલી વાતનું ધ્યાન નહીં રાખો તો કોરોના વાયરસથી બચવું મુશ્કેલ

શાકભાજીની લારીમાંથી શાક લેતી વખતે આટલી વાતનું ધ્યાન નહીં રાખો તો કોરોના વાયરસથી બચવું મુશ્કેલ
લૉકડાઉનમાં તમારે ઘરની બહાર શાકભાજી લેવા જવું પડે તો આટલી વાતોનું ચોક્કસ ધ્યાન રાખજો.

લૉકડાઉનમાં તમારે ઘરની બહાર શાકભાજી લેવા જવું પડે તો આટલી વાતોનું ચોક્કસ ધ્યાન રાખજો.

 • Share this:
  હાલનાં દિવસોમાં આખી દુનિયા કોરોના વાયરસ નામની મહામારી સામે લડી રહી છે. દુનિયામાં ઘણાં દેશોમાં લૉકડાઉન જારી છે અને લોકો ઘરમાં બંધ છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અંતર્ગત એકબીજાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે લોકોને માસ્ક અને ગ્લવ્સ પણ પહેરવાનું સૂચવવામાં આવ્યું છે. લોકો થોડા થોડા સમયે હાથ હેંડવોશ કે સાબુ કે સેનિટાઇઝરથી સ્વચ્છ કરે તેની પર પણ ભાર આપીને કહેવામાં આવ્યું છે. જો લૉકડાઉનમાં તમારે ઘરની બહાર શાકભાજી લેવા જવું પડે તો આટલી વાતોનું ચોક્કસ ધ્યાન રાખજો.

  તમે ઘરની બહાર નીકળો તે પહેલા મોહ પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ પહેરીને જ જાઓ. આ સાથે બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ખ્યાલ રાખો. જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે ઘરનો દરવાજો હાથ નહીં પરંતુ કોણીથી ખોલો. જો આવું નથી થતું તો દરવાજાનાં હેન્ડલને સેનિટાઇઝ કરી દો.  શાકભાજીની લારીમાંથી શાક ખરીદતા સમયે કેટલીક વાતનું ઘણું જ ધ્યાન રાખવાનું છે. શાકવાળા અને તમારી વચ્ચે 6 ફૂટનું અંતર હોવું જરૂરી છે. આ સાથે અન્ય ગ્રાહકથી પણ દૂર રહેવું જોઇએ. જો શાકવાળો તમારી બેગ કે અન્ય કોઇપણ વસ્તુ અડકે તો તેને પણ સેનિટાઇઝ કરવું જરૂરી છે. શાકભાજીને ઘરે લાવીને ગરમ પાણી અને મીઠામાં નાંખીને ધોવા જરૂરી છે. બરાબર ધોયા પછી તેને એક જગ્યા પર ભીના જ મુકી રાખો.

  આ પણ વાંચો - સવારે ખાલી પેટે હૂંફાળું પાણી કેમ પીવું જોઇએ? આ છે તેના કારણો

  થોડા દિવસ પહેલા વડોદરા શહેરનાં પોલીસ કર્મીનો વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ, આનંદ દ્વારા માઈક પર લોકોને સમજાવવામાં આવી રહ્યું હતુ કે, શાકભાજીઓને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. તેથી શાક લેવા આવો ત્યારે થેલી નહીં પણ ડોલ લઇને આવો અને અડકયા વગર ડોલમાં શાક લઇ ડોલમાં ખાવાના સોડા બે ચમચી નાંખી દો અને 10 મિનીટ રહેવા દઇ પછી જ શાક બહાર કાઢો. નહીંતર તમારા ઘરમાં પણ કોરોના આવી જશે. એક અઠવાડીયું શાકભાજી ના ખાવ તો ચાલી જાય. શાકભાજી અને અનાજ કરીયાણાને ત્યાંથી જ ચેપ લાગે છે. એક અઠવાડીયું કઠોળ ખાવ, દાળ રોટી ખાવ.

  આ પણ જુઓ - 
  First published:April 26, 2020, 15:25 pm

  टॉप स्टोरीज