Home /News /lifestyle /બેસ્ટ રિઝલ્ટ મેળવવા આટલા સમય માટે લગાવો મહેંદી, એક પણ વાળ સફેદ નહીં દેખાય

બેસ્ટ રિઝલ્ટ મેળવવા આટલા સમય માટે લગાવો મહેંદી, એક પણ વાળ સફેદ નહીં દેખાય

વાળમાં કેટલા સમય માટે લગાવવી મહેંદી

Duration for Hina in hair- જો તમે પણ તમારા વાળમાં મહેંદી લગાવવાનું પસંદ કરો છો, તો તમારે તેને કેટલા સમય સુધી રાખવાની છે અને તમારે તેને લગાવવાની સાચી રીત જાણવી જોઈએ જેથી કરીને તમે બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો.

  Duration For Hina in Hair- જો તમે તમારા વાળને કલર કરવાનું વિચારી રહ્યાં છો તો મહેંદી એક સારો વિકલ્પ છે. મહેંદી સંપૂર્ણ રીતે નેચરલ અને કેમિકલ ફ્રી હોય છે. વાળમાં લગાવવા માટે તમે તેને એકલી જ અથવા આમળા-અરીઠા સાથે મિક્સ કરીને લગાવી શકો છો. મબહેંદી વાળનો રંગ લાલ કે ભૂરો કરે છે.

  જો તેને યોગ્ય રીતે લગાવવામાં આવે તો તેની કોઇપણ સાઇડ ઇફેક્ટ નથી. મહેંદી વાળ માટે એક ચમત્કાર છે. મહેંદી કુદરતી રીતે મળી આવે છે જે વાળને કેરટિન પ્રોટીન સાથે પ્રોસેસ કરીને વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થઇ જાય છે .

  આ પણ વાંચો : પથરીના દુખાવાથી કંટાળી ગયા છો? તો ફોલો કરો આ ટિપ્સ અને મેળવો છૂટકારો

  કેટલા સમય માટે લગાવવી જોઇએ મહેંદી


  મહેંદી લગાવવાનો યોગ્ય સમય તે વાત પર આધાર રાખે છે કે તમે વાળમાં કેટલો ઘેરો કલર મેળવવા માંગો છો. નોર્મલ મહેંદીને 1થી 3 કલાક સુધી તમારા વાળમાં લગાવી શકો છો. પરંતુ જો તમે તમારા વાળમાં ઘાટો અને ભૂરો કલર મેળવવા માગો છો તો તમે વાળમાં 3થી 4 કલાક સુધી મહેંદી લગાવી રાખો.

  આ રીતે તૈયાર કરો મહેંદીની પેસ્ટ


  મહેંદી વાળને કલર કરવામાં કેટલો સમય લે છે, તે તેના પર નિર્ભર કરે છે કે તમે તેને કેવી રીતે બનાવો છો. સારુ રિઝલ્ટ મેળવવા માટે મહેંદી લગાવવાની હોય તેના થોડા કલાકો પહેલા જ તેને હુંફાળા પાણીમાં મિક્સ કરી દો. તે પછી તેનો ઉપયોગ કરો. જેટલા વધુ સમય સુધી તમે તમારા વાળ પર મહેંદી લગાવી રાખશો એટલું જ વધુ લૉસોન અણુ કેરાટિનમાં જાય છે અને તે સારો અને ઘાટો રંગ પેદા કરે છે. પરંતુ વાળમાં મહેંદી લગાવવાથી મોઇશ્ચર ખતમ થઇ શકે છે જેનાથી તમને ડ્રાય હેરની સમસ્યા થઇ શકે છે. જો તમે તમારા વાળ પર મહેંદી વધુ સમય સુધી રાખશો તો તે તમારા માથા અને વાળને ડ્રાય કરી શકે છે. જેનાથી માથામાં બળતરા થઇ શકે છે.

  આ પણ વાંચો :  યૂરિનમાં બળતરા થવી કિડની પ્રોબ્લેમનો છે સંકેત, આ ઘરેલૂ નુસ્ખાથી મળશે રાહત

  કેટલા સમય સુધી રહે છે મહેંદીનું પરિણામ


  મહેંદી તમે દર 3-4 અઠવાડિયે એકવાર લગાવી શકો છો. મહેંદીનો રંગ ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી તમારા વાળ ખરી નથી જતા અથવા તમારા વાળનો વિકાસ નથી થતો. તે બાદ તેનો ઉપયોગ કરી શકો છો. તેનો આ રંગ કેટલા સમય સુધી રહે છે તે તેના પર નિર્ભર કરે છે કે તમારા વાળનો વિકાસ કેટલો ઝડપથી થાય છે. મોટાભાગના લોકો વાળને ભૂરો રંગ કરવા માટે મહેંદીનો ઉપયોગ કરે છે. તમે તેનો પહેલીવાર ઉપયોગ કર્યા બાદ તે જ દિવસે ફરીથી મહેંદી લગાવી શકો છો કારણ કે તેમાં કોઇ કેમિકલ નથી હોતો.

  મહેંદીથી વાળને હાઇલાઇટ કરો


  જો તમે તમારા વાળને કલર હાઇલાઇટ કરવા માગો છો, તો મિશ્રણને સીધા તે જ ક્ષેત્રો પર લગાવો જેને તમે હાઇલાઇટ કરવા માગો છો. વધુ કલર મેળવવા માટે તમે તમારા વાળના લેયરને અલગ અલગ કરો અને મહેંદીને સારી રીતે લગાવો. તમામ વાળમાં મહેંદી લગાવ્યા બાદ તમે તમારા વાળને એક ટાઇટ કપડાથી બાંધી લો. તેની ઉપર શાવર કેપ પહેરી લો. આ મહેંદીને હુંફાળી પર રાખશે અને ડાઇને જલ્દી સક્રિય પણ કરશે. તમે જે પરિણામ મેળવવા માગો છો તેના આધા પર કેટલાક કલાકો સુધી રાહ જુઓ. તે બાદ તમારા વાળને રૂમ ટેમ્પરેચર પર હોય તેવા પાણીથી સારી રીતે ધોઇ લો અને સૂકી પેસ્ટ ધોયા બાદ કંડીશનરનો ઉપયોગ કરો. જ્યારે પણ જરૂર હોય ત્યારે ફરીથી મહેંદી લગાવો.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Beauty care, Black hair, Grey hair, Hair care

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन