ચોમાસામાં તો ડુમ્મસ ઘણાં લોકો ખાસ આ ભજીયાં ખાવા જ જાય છે

ચોમાસામાં સ્વાદનો ચટાકો વધારે તેવા ડુમ્મસના વખણાતા ટામેટાંના ભજીયા

ચોમાસામાં સ્વાદનો ચટાકો વધારે તેવા ડુમ્મસના વખણાતા ટામેટાંના ભજીયા

  • Share this:
    આપણે ગુજરાતીઓને તો ખાવાપીવાના શોખીન કહેવાય છે ગુજરાતમાં લગભગ દરેક જગ્યાની કઈંક ને કઈંક ફેમસ વાનગી તો મળી જ રહેતી હોય છે. તેથી આજે અમે તમારા માટે લાવ્યા છે સુરતથી ફક્ત 18 કિમીના અંતરે આવેલા ડુમ્મસનાં ફેમસ ટામેટા ભજીયાંની રેસીપિ. ચોમાસામાં તો ડુમ્મસ ઘણાં લોકો ખાસ આ ભજીયાં ખાવા જ જાય છે, તમે આજે તેને ઘરે જ બનાવીને પણ લૂંટી શકો છો મજા. તો નોંધી લો રેસિપિ અને બનાવો તમારા જ રસોડે. Recipe: ડુમ્મસના વખણાતા ટામેટાંના ભજીયા..

    ચોમાસામાં સ્વાદનો ચટાકો વધારે તેવા ડુમ્મસના વખણાતા ટામેટાંના ભજીયા બનાવવા આટલી સામગ્રીઓનો ઉપયોગ થશે.

    ટામેટા ભજીયા માટેની સામગ્રી:

    2 કડક ટામેટાં
    1 ઝૂડી કોથમીર
    2 લીલા મરચાં
    1 વાડકી બેસન
    1 ચમચી સૂકા ધાણાં
    4-5 નંગ મરી
    મીઠું સ્વાદ અનુસાર
    ચપટી હળદર
    1 ચમચી ચાટ મસાલો
    તળવા માટે તેલ

    બનાવવાની રીત :
    સૌ પ્રથમ કોથમીર અને મરચાંને ધોઈને સહેજ મીઠું નાખીને બરાબર પીસી ચટણી બનાવી લો. અંદર પાણી ઉમેરવાનું નથી. ત્યારબાદ મરી અને સૂકા ધાણાને અધકચરા ખાંડી લો. ત્યારબાદ બેસનમાં મસાલા ઉમેરો. મરી અને સૂકા ધાણા મિક્સ કરો. પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો. ખીરું ઘટ્ટ રાખવું. પછી તેમાં 2 ચમચી ગરમ તેલ ઉમેરો. ત્યારબાદ હવે ટામેટાંને ગોળ સમારી લેવાં. ટામેટાંની દરેક સ્લાઈસ પર 1/2 ચમચી ચટણી લગાવો. ટામેટાંની સ્લાઈસને ખીરામાં મૂકી ચમચીથી ખીરું લગાવી ધ્યાનથી ગરમ તેલમાં તળી લો. તળાી જાય એટલે ભજીયા પર ચાટ મસાલો ભભરાવી ગરમા ગરમ ભજીયાને કઢી, લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

    ઘરનું બજેટ ન બગડે તે માટે રાખો આ 4 વાતોનું ધ્યાન

    ખૂરૂં પલાળ્યા વગર, ઓછા તેલમાં ઝટપટ બનતા ચોખાના લોટના ઢોંસા

    ડુમ્મસનાં ટામેટા ભજીયાં બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ ટીપ્સ:

    • ખીરું સામાન્ય ભજીયાના ખીરા કરતાં ઘટ્ટ રાખવું.

    • સોડા ઉમેરવાન ભૂલ ન કરશો.

    Published by:Bansari Shah
    First published: