Home /News /lifestyle /જો શરીરમાં દેખાય આ સંકેત તો થઈ જાવ સાવધાન! પાણીની કમીના કારણે થઈ શકે છે આ ગંભીર બીમારી
જો શરીરમાં દેખાય આ સંકેત તો થઈ જાવ સાવધાન! પાણીની કમીના કારણે થઈ શકે છે આ ગંભીર બીમારી
આ સંકેત દેખાય તો થઈ જાવ સાવધાન
Symptoms Of Dehydration: ડિહાઈડ્રેશન, ગરમીમાં થનારી સામાન્ય સમસ્યા છે. તેના કારણે ઉલટી, ઝાડાં અને ડાયરિયા જેવી સમસ્યા પણ થાય છે. શરીરમાં પાણીની કમીના કારણે અમુક સંકેત જોવા મળે છે. જો જેને અવગણવામાં આવે તો ગંભીર બીમારીનો શિકાર બની શકાય છે.
જીવન જીવવા માટે પાણી ખૂબ જ જરુરી છે. પાણી વિનાના જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. કોઈપણ વ્યક્તિ જેટલું વધારે પાણી પીવે છે તેટલું જ તેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે. ગરમીમાં તો હજુ વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો શરીરમાં પાણીની ઉણપ આવે તો ઘણી ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. પાણીની કમીથી ડિહાઈડિરેશનનું જોખમ પણ વઘી જાય છે.
વેબએમડીમાં છપાયેલા એક અહેવાલ અનુસાર ડિહાઈડ્રેશન, ગરમીમાં થનારી સામાન્ય સમસ્યા છે. તેના કારણે ઉલટી, ઝાડાં, અને ડાયરિયા જેવી સમસ્યા થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ડિહાઈડ્રેશન થતાં પહેલા આપણું શરીર આપણને પાણીની સમસ્યાનું સંકેત આપે છે. આજે અમે તમને જણાવીશું કે કયા સંકેત દ્વારા જાણી શકાય કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે.
આ પણ વાંચોઃ
ત્વચા પર ડ્રાઈનેસ
શરીરમાં પાણીની કમીથી સ્કિન સુકાઈ જાય છે. જેના કારણે ત્વચા પર રેશેઝ, ખંજવાળ અને હોઠો પર પાપડી જામી જાય છે. જેમાંથી ઘણીવાર લોહી પણ નીકળવા લાગે છે.
યુરિન સંબંધિત તકલીફ
જો તમારા યુરિનનો રંગ હલકો અને પારદર્શી છે તો તેનો અર્થ છે કે તમારા શરીરમાં પાણીની કોઈ ઉણપ નથી. પરંતુ, પેશાબનો રંગ પીળો હોય તો સમજી લેવું કે તમારા શરીરમાં પાણીની સમસ્યા છે. આ સિવાય ડિહાઈડ્રેશનની સ્થિતીમાં પેશાબની માત્રા ઓછી થઈ જાય છે અને તેમાં બળતરા પણ થઈ શકે છે. આ તમામ લક્ષણ શરીરમાં પાણીની કમી તરફ ઈશારો કરે છે. જો તમારા શરીરમાં પણ આ લક્ષણો દેખાય તો વધારે પાણી પીવાનું શરુ કરી દો.
પાણીની કમી થવાની વધુ પડતો થાક લાગે છે. તેની કમીથી લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુખાવો, ગભરામણ અને વધારે પડતી ઉંઘ આવે છે. જો આવા લક્ષણ દેખાય તો પાણી પીવાની માત્રા વધારી દેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર