Home /News /lifestyle /રાતોરાત ફાટેલા હોઠને કોમળ કરી દે છે આ 4 દેસી નુસ્ખાઓ, દાદી-નાની જમાનાથી કારગર છે
રાતોરાત ફાટેલા હોઠને કોમળ કરી દે છે આ 4 દેસી નુસ્ખાઓ, દાદી-નાની જમાનાથી કારગર છે
મલાઇ લગાવવાથી હોઠ સારા થાય છે.
Lips care: સામાન્ય રીતે ઠંડીમાં દરેક લોકોના હોઠ ફાટી જતા હોય છે. હોટ ફાટવાને કારણે એ દેખાવમાં બહુ ખરાબ લાગે છે. આ માટે હોઠને કોમળ કરવા ખૂબ જરૂરી છે. જો તમે પ્રોપર કેર કરો છો તો હોઠ મસ્ત રહે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે ઠંડીમાં લોકોના હોઠ વધારે ફાટી જાય છે. હોઠ ફાટવાને કારણે ઘણી વાર બળતરા પણ બળે છે. આ સાથે જ એ દેખાવમાં પણ ગંદા લાગે છે. આ માટે ઠંડીમાં હોઠની કેર કરવી ખૂબ જરૂરી છે. આ સ્થિતિમાં દાદીમાંના નુસ્ખાઓ અનેક રીતે કામમાં આવે છે. આ ઉપાયો તમે ઠંડીમાં ફોલો કરો છો તો તમારા હોઠ કોમળ બને છે અને સાથે ગુલાબી પણ થાય છે. જો કે હોઠ ફાટવા પાછળ એક નહીં, પરંતુ અનેક કારણો જવાબદારા હોય છે. ઘણાં લોકોના હોઠ રાતોરાત ફાટી જાય છે. આમ, જો તમારા હોઠ પણ ઠંડીમાં વધારે ફાટી જાય છે તો આ ઉપાયો અજમાવો.
ફાટેલા હોઠનો ઇલાજ છે દાદી-નાનીના આ 4 દેસી નુસ્ખાઓ: Dry lips treatment overnight home remedies
ફાટેલા હોઠ પર માખણ લગાવો
દાદી-નાનીના જમાનામાં ફાટેલા હોઠ પર લોકો માખણ લગાવતા હતા. હોઠ પર માખણ લગાવવાથી ડ્રાય સ્કિન દૂર થાય છે અને સાથે ફાટેલા હોઠની સ્કિન સારી થાય છે. જેના કારણે તમને બળતરા બળતી નથી અને તમે રિલેક્સ ફિલ કરો છો. માખણમાં નેચરલી હેલ્ધી ફેટ હોય છે જે હોઠની નમીને લોક કરીને ફાટેલા હોઠની સમસ્યામાંથી બહાર લાવવાનું કામ કરે છે.
ફાટેલા હોઠ પર તમે મલાઇ પણ લગાવી શકો છો. મલાઇ લગાવવાથી હોઠ અંદરથી મોઇસ્યુરાઇઝ થાય છે અને હીલિંગમાં મદદગાર મળે છે. મલાઇ તમે તાજી લગાવો છો તો સૌથી બેસ્ટ છે. આ માટે તમે આંગળીમા મલાઇ લો અને હોઠ પર એક મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી ફાટેલા હોઠની સ્કિન કોમળ થાય છે.
દેસી ઘી ફાટેલા હોઠને કોમળ બનાવવાનું કામ કરે છે. આ એક નેચરલી ફેટથી ભરપૂર હોય છે જે હોઠની સ્કિનને અંદરથી રિપેર કરવાનું કામ કરે છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે દેસી ઘીમાં ઓમેગા 3 હોય છે જે સ્કિનને લાંબા સમય સુધી લોક કરે છે જેના કારણે બીજી વાર હોટ ફાટતા નથી.
નારિયેળ તેલ લગાવો
ફાટેલા હોઠ પર તમે નારિયેળ તેલ પણ લગાવી શકો છો. આ તેલ એન્ટી બેક્ટેરિયલ અને હીલિંગ ગુણોથી ભરપૂર હોય છે જે સ્કિનને કોમળ બનાવે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર