વાળમાંથી ચમક જતી રહી છે? તો અજમાવી જુઓ આ Beauty Tips

News18 Gujarati
Updated: March 2, 2020, 3:39 PM IST
વાળમાંથી ચમક જતી રહી છે? તો અજમાવી જુઓ આ Beauty Tips
જો તમારે આ સમસ્યાને કોઇપણ નુકસાન વગર અટકાવવી હોય તો અહીં આપેલા ઉપાયને અજમાવી શકો છો.

વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલાક મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જે વાળને થોડાક સમય માટે તો ચમકદાર બનાવી દે છે, પરંતુ તેમાં રહેલા કેમિકલ્સથી વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે અથવા તો ખરવા લાગે છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિને પોતાના વાળ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે. આજકાલની બિઝી લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણનાં કારણે લોકોનાં વાળ ઘણા શુષ્ક થવા લાગે છે. જો તમારી પણ આવી જ સમસ્યા હોય તો પોતાના વાળને સ્વસ્થ અને મુલાયમ બનાવવા માટે ખાસ કાળજી લેવી અનિવાર્ય છે. કેટલાય લોકો વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ખૂબ જ મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જે વાળને થોડાક સમય માટે તો ચમકદાર બનાવી દે છે, પરંતુ તેમાં રહેલા કેમિકલ્સથી વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે અથવા તો ખરવા લાગે છે. જો તમારે આ સમસ્યાને કોઇપણ નુકસાન વગર અટકાવવી હોય તો અહીં આપેલા ઉપાયને અજમાવી શકો છો.

  • વાળ માટે એલોવેરા ખૂબ જ ફાયદાકારક છે. આ વાળને નમી આપવાની સાથે જ પોષિત કરવાનું પણ કામ કરે છે. તેમાં રહેલ એન્ટીઑક્સીડેન્ટ્સ અને વિટામીન વાળને પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે જ ડેન્ડર્ફને પણ દૂર કરવામાં અસરકારક છે.


  • કેળાની પેસ્ટ બનાવીને તેમાં નારિયેળ તેલ મિક્સ કરી લો. આ મિશ્રણથી વાળમાં સારી રીતે માલિશ કરીને 20-25 મિનીટ બાદ માત્ર ધોઇ નાંખો.

  • વાળને મુલાયમ બનાવવા અને તેમાં ચમક લાવવા માટે ઇંડાંથી શ્રેષ્ઠ કંઇ પણ નથી. ઇંડાં વાળને મુલાયમ બનાવવા માટે એટલા અસરકારક છે કે એકવારમાં જ તમને ફરક જોવા મળશે. તેમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન, ફેટી એસિડ અને લેક્ટિન હોય છે, જે વાળની મરમ્મત કરે છે. તેમાં ઑલિવ ઑયલ મિક્સ કરીને લગાવવાથી વધારે ફાયદો થશે.

  • દહીં વાળ માટે એક યોગ્ય કંડીશનર છે. દહીં વાળને મુલાયમ અને ચમકદાર બનાવવાની સાથે ડેન્ડર્ફની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે. તમે એકલુ દહીં પણ વાળમાં લગાવી શકો છો.
  • મધ પણ એક અસરકારક ઉપાય સાબિત થઇ શકે છે. વાળની ખોવાઇ ગયેલ ચમક પાછી લાવવા માટે તમે મધનો પણ ઉપયોગ કરી શકે છે. તેનાથી ન માત્ર વાળમાં ચમક આવે છે પરંતુ વાળ મુલાયમ પણ બની જાય છે. તમે કાચા દૂધમાં થોડું મધ નાંખીને વાળમાં લગાવી શકો છો.


 
First published: March 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading