ઘણી બધી એવી તકલીફો હોય છે, જે કોઈને કહી પણ નથી શકાતી અને સહન પણ નથી કરી શકાતી. તો જાણી લો આટલી તકલીફોને ફક્ત સરગવાનો સૂપ પીને મટાડી શકાય છે. આવો જાણીએ કઈ કઈ તકલીફોનું નિવારણ લાવી શકાય. સરગવાનો સૂપ પીવાના ઘણાં ફાયદા છે. તો સૌથી પહેલા તો એ જાણી લો કે આ સૂપ બનાવશો કેવી રીતે?
સરગવાનો સૂપ બનાવવા માટે- સૌપ્રથમ સરગવાને ધોઈ તેના ટુકડા કરી લો. પછી તેને 2 કપ પાણીમાં નાખીને તેને ધીમા તાપે ઊકાળો. ઉકાળીને પાણી અડધું થાય એટલે સરગવાની શીંગનો વચ્ચેનો ગર્ભ કાઢી ઉપરની છાલ કાઢી ફેંકી દો. હવે તેમાં થોડું મીઠું તથા કાળા મરી પાવડર મિક્સ કરી ગરમા ગરમ પીવો.