પાણી જો યોગ્ય રીતે પીવાય તો આ ઘણી તકલીફોમાં ઘરેલું રામબાણ ઉપાય સાબિત થાય છે. ગરમ પાણી પીવાથી આરોગ્ય પર ઘણો સારો પ્રભાવ પડે છે. વડીલો એટલે જ તો કહે છે કે, સવારની શરૂઆત ખાલી પેટ ગરમ પાણી પીને કરવી જોઈએ. ગરમ પાણીથી ચરબી બળીને મૂત્ર માર્ગ નીકળી જાય છે. તેનાથી શરીરની બાકીના ભાગ સુચારુ રીતે કામ કરે છે. સવારે ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણીથી ત્વચા પણ કાંતિવાન થાય છે અને આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક બને છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર સવારે જ નહીં, પણ રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવાથી પણ ઘણાં ચમત્કારી ફાયદા થાય છે. આવો જાણીએ રાત્રે સૂતાં પહેલા ગપમ પાણી પીવાના ફાયદા
ગરમ પાણી પીવાથી શરીરની અશુદ્ધિઓ અને ટોક્સિક પરસેવાના માધ્યમથી બહાર નીકળી જાય છે. ખરેખર, તેનાથી શરીરની અંદરનું તાપમાન વધે છે, જેના કારણે પરસેવો આવે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે અને સ્કિન પણ ખૂબ કાંતિવાન બને છે.
રાતના સમયે શરીરનું મેટાબોલિજમ રેટ (ખોરાક પચવાનો દર) ખૂબ ધીમું થઈ જાય છે, જેનાથી ખોરાક વ્યવસ્થિત નથી પચતો અને digestive system પણ ખૂબ પ્રભાવિત થાય છે. આવામાં ગરમ પાણી પીવાથી પાચન ક્રિયા યોગ્ય રીતે કામ કરે છે અને ખોરાક બરાબર પચે છે.
જેમ કે ઘણા સંશોધન અને અધ્યયન થયા છે, જેનાથી ખબર પડી છે કે ઓછું પાણી પીવાથી મનમાં ચિંતા અને તાણ રહે છે. આથી લોકોમાં ડિપ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. ઓછું પાણી પીવાથી અનિંદ્રાની તકલીફ પણ થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવાથી શરીરમાં પાણીનું સ્તર બેલેન્સ રહે છે, જેનાથી શરીરનું તાપમાન પણ ઠીક રહે છે. તેનાથી મૂડ પણ ફ્રેશ રહે છે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર