જાગવા માટે અને કામ કરતા રહેવા કોફીનું સેવન કરવું યોગ્ય નથી, જાણો કારણ

જાગવા માટે અને કામ કરતા રહેવા કોફીનું સેવન કરવું યોગ્ય નથી, જાણો કારણ
પ્રતિકાત્મક તસવીર

મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો

  • Share this:
તમે એસાઇમેન્ટ સબમિટ કરવા માટે કે પછી અન્ય કોઈ મહત્વપૂર્ણ કામ પૂરુ કરવા ઊંઘ ન આવે તે માટે કોફીનું સેવન કરી શકો છો. જોકે, એક નવી સ્ટડી અનુસાર જાણવા મળ્યું છે કે કોફી તમને જાગવા માટે મદદ કરી શકે છે, પરંતુ ઊંધથી વંચિત વ્યક્તિ જે ભૂલ કરે છે, તે ભૂલ કરવાથી નથી રોકતી.

મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં 275 પાર્ટીસિપેન્ટ્સને એક સામાન્ય કાર્ય પૂરુ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના પર ધ્યાન આપવાની જરૂર હતી. ઊંઘની કમીના કારણે તેમના કાર્ય પર અસર થઈ હતી અને કોફીએ તેમને આ કાર્ય પૂરુ કરવામાં મદદ કરી હતી.પાર્ટીસિપેન્ટ્સને ‘પ્લેસ કીપિંગ’નું કાર્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યને નાના સ્ટેપથી પૂર્ણ કરવાનું હતું, જેમાં એક પણ સ્ટેપ સ્કીપ કરવાનો ન હતો અને રિપીટ પણ કરવાનો ન હતો. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના કિંબરલી ફેન્ને એક પ્રકાશિત અહેવાલમાં જણાવ્યું કે મોટાભાગના પાર્ટીસિપેન્ટ્સ પર કેફીનની અસર જોવા મળી હતી. ઊંઘથી વંચિત લોકો પર કેફીનની અસરની તપાસ કરતી આ પહેલી સ્ટડી છે.

આ પણ વાંચો - ગરમીમાં વધુ પડતી હળદરનું સેવન કરવાથી થઈ શકે છે નુકસાન

યુનિવર્સિટીમાં સાયકોલોજીના પ્રોફેસર ફેન્ને જણાવ્યું કે, “કેફીન જાગતા રહેવા માટે અને કાર્યને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. જોકે, કેફીનથી ઊંઘથી વંચિત લોકો જે ભુલ કરે છે, તેને રોકી શકાતી નથી, જેના કારણે મેડિકલ મિસ્ટેક્સ અને એક્સિડન્ટનું કારણ બની શકે છે.” ફેન્ન અને તેના સહભાગીઓએ કેફીનની અસર પર કરેલ રિસર્ચ 20 મેના રોજ જર્નલ ઓફ એક્સપરિમેન્ટલ સાયકોલોજી: લર્નિંગ, મેમરી અને કોગ્નિશનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

કેફીન એક સાયકોએક્ટિવ સ્ટીમ્યુલેન્ટ હોવાના કારણે તેને જાગૃતતા વધારવા માટેનું માનવામાં આવે છે. દરેક જગ્યાએ કોફી મશીન જોવા મળે છે. કોફીના કારણે ઓછી ઊંઘ આવે તેવું નથી હોતું. અનિંદ્રાને કારણે ડાયાબિટીસ, તણાવ અને હાર્ટ એટેક જેવી અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. 2019માં ફિટબિટની સ્ટડી અનુસાર ભારતમાં મોટાભાગના લોકો અનિંદ્રાથી પીડાઈ રહ્યા છે, જે વિશ્વમાં બીજા ક્રમે આવે છે. જર્નલ ઓફ ફેમિલી મેડિસીન એન્ડ પ્રાઈમરી કેરમાં 2016માં પ્રકાશિત કરવામાં આવેલ એક સ્ટડી અનુસાર ભારતમાં 33% એડલ્ટ અનિંદ્રાથી પીડાઈ રહ્યા છે.
Published by:News18 Gujarati
First published:May 29, 2021, 17:48 pm

ટૉપ ન્યૂઝ