Health benefits of dragon fruits: પેટમાં બીમારી ફેલાવતા બેક્ટેરિયાનો ખાત્મો કરે છે ડ્રેગન ફ્રૂટ, જાણો તેના સેવનના અઢળક ફાયદા
Health benefits of dragon fruits: પેટમાં બીમારી ફેલાવતા બેક્ટેરિયાનો ખાત્મો કરે છે ડ્રેગન ફ્રૂટ, જાણો તેના સેવનના અઢળક ફાયદા
ડ્રેગન ફ્રૂટમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ હોય છે. (Image- Shutterstock)
Health benefits of dragon fruits: ડ્રેગન ફ્રૂટ પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે. તે કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તો હૃદયના દર્દીઓ માટે પણ ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ઉપયોગી છે.
Health benefits of dragon fruits: સામાન્ય રીતે લોકો ડ્રેગન ફ્રૂટને ચીન (China)થી આવેલું ફળ માને છે પરંતુ એવું નથી. આમ તો ડ્રેગન ફ્રૂટનું મૂળ પ્રથમ મેક્સિકો (Mexico)માં હોવાનું માનવામાં આવે છે, પરંતુ આજે તે વિશ્વના વિવિધ ભાગોમાં ઉગાડવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટ હાઈલોસેરસ નામના કેક્ટસ પર ઉગે છે. તે દેખાવમાં ગુલાબી બલ્બ જેવું હોય છે. ડ્રેગન ફ્રૂટ પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે. તેનું સેવન કરવાના ઘણા ફાયદા છે.
તે ઊર્જાથી ભરપૂર ખોરાક છે. એક ડ્રેગન ફ્રૂટમાં 102 કેલરી એનર્જી હોય છે. તે કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. એક ડ્રેગન ફળમાં 22 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. આ ઉપરાંત 13 ગ્રામ ખાંડ પણ હોય છે. સૌથી સારી વાત એ છે કે ડ્રેગન ફ્રૂટમાં ફેટ નથી હોતું. તેથી હૃદયના દર્દીઓ માટે ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટના બીજ પણ ખૂબ જ ફાયદાકારક છે. ડ્રેગન ફ્રૂટ પાચનતંત્રને સૌથી મજબૂત બનાવે છે. તેના બીજમાં ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ જોવા મળે છે, જે હૃદયના કોષોને મજબૂત બનાવે છે. ચાલો જાણીએ કે ડ્રેગન ફ્રૂટના અન્ય ફાયદા શું છે.
ડ્રેગન ફ્રૂટના ફાયદા (Benefits Of Dragon Fruit)
એન્ટી-એજિંગ ફ્રૂટ
વેબએમડીના સમાચાર મુજબ, ડ્રેગન ફ્રૂટમાં ફ્લેવોનોઈડ્સ, ફેનોલિક એસિડ અને બીટાસાયનિન જેવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે વધતી ઉંમરની અસરને ઘટાડે છે. તે ફ્રી રેડિકલ દ્વારા થતા કોષોના નુકસાનને અટકાવે છે. ફ્રી રેડિકલ્સને લીધે પ્રિમેચ્યોર એજિંગ અને કેન્સર સુધીની બીમારી થઈ શકે છે.
પેટમાં હેલ્ધી બેક્ટેરિયાને પોષણ આપે છે
ડ્રેગન ફ્રૂટમાં પ્રીબાયોટિક ગુણ હોય છે. પ્રી-બાયોટિકનો અર્થ છે કે તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા જેને પ્રોબાયોટીક પણ કહે છે, તેને પોષણ પૂરું પાડે છે. એટલે કે હેલ્ધી બેક્ટેરિયા માટે ડ્રેગન ફ્રૂટ ભોજનનું કામ કરે છે. જો આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયાની સંખ્યા ખૂબ વધારે હોય, તો પાચનતંત્ર ખૂબ જ બૂસ્ટ રહે છે. પ્રીબાયોટિકને લીધે સારા બેક્ટેરિયા વધે છે અને ખરાબ બેક્ટેરિયાનો ખાત્મો થાય છે. જો ગુડ બેક્ટેરિયા મજબૂત હોય તો પેટમાં રોગ માટે જવાબદાર વાયરસ પણ રહી શકતા નથી.
ડ્રેગન ફ્રૂટ બ્લડ શુગર ઘટાડવામાં મદદરૂપ છે. સંશોધકોના મતે, ડ્રેગન ફ્રૂટમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ સ્વાદુપિંડના ક્ષતિગ્રસ્ત કોષોને રિપેર કરે છે. જો સ્વાદુપિંડ સ્વસ્થ છે, તો હોર્મોન ઇન્સ્યુલિન પણ યોગ્ય રીતે બને છે. ઇન્સ્યુલિન લોહીમાં રહેલી શુગરને તોડીને તેને ઊર્જામાં ફેરવે છે. જો ઇન્સ્યુલિન ઓછું હોય તો શુગરની બીમારી થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ડ્રેગન ફ્રૂટમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ હોય છે. કારણ કે તેમાં પૂરતી માત્રામાં વિટામિન-સી અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે. શિયાળામાં ડ્રેગનફ્રૂટનું સેવન કરવાથી વિશેષ લાભ મળે છે.
ડ્રેગન ફ્રૂટમાં ચરબી બિલકુલ હોતી નથી. તેથી તે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરે છે. ડ્રેગન ફ્રૂટનું સેવન વજનને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર