Home /News /lifestyle /Dragon fruit for Diabetics: ડાયાબિટીસના દર્દીઓએ ડ્રેગન ફ્રૂટ ખાવું જોઇએ કે નહીં? જાણો આ વિશે
Dragon fruit for Diabetics: ડાયાબિટીસના દર્દીઓએ ડ્રેગન ફ્રૂટ ખાવું જોઇએ કે નહીં? જાણો આ વિશે
ડ્રેગન ફ્રૂટ અનેક ગુણોથી ભરપૂર હોય છે.
Dragon fruit for Diabetics: છેલ્લા ઘણાં સમયથી ડ્રેગન ફ્રૂટ ફેમસ થઇ રહ્યું છે. ડ્રેગન ફ્રૂટ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. અનેક લોકોને આ ફ્રૂટ ભાવતુ હોય છે. પરંતુ શું આ ફ્રૂટ ડાયાબિટીસના દર્દીઓએ ખાવું જોઇએ? જાણો આ વિશે વધુમાં..
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છેલ્લા ઘણાં સમયથી ડ્રેગન ફ્રૂટ લોકપ્રિય બની રહ્યું છે. આજે પણ ડ્રેગન ફ્રૂટને લઇને અનેક લોકો અસમંજસમાં છે. જો કે આ ફળ છેલ્લા થોડા સમયથી જ પોપ્યુલર બન્યુ છે. આ ફ્રૂટ દેખાવમાં મસ્ત લાગે છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટથી લોકો ઓળખે છે ત્યાં અનેક જગ્યાએ કેક્ટસ ફળ અને સ્ટ્રોબેરી નાસપતીના રૂપમાં માનવામાં આવે છે. આ સ્વાદમાં મીઠું હોય છે. પરફેક્ટ સ્નેકથી લઇને મોકટેલ સુધી..ડ્રેગન ફ્રૂટ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે આ મીઠું ફળ ખાતા પહેલાં ડાયાબિટીસના દર્દીઓને અનેક સવાલો થતા હોય છે કે આ ફ્રૂટ ખાવું જોઇએ કે નહીં.
શું ડ્રેગન ફ્રૂટ ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે?
ડ્રેગન ફ્રૂટમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, ફાઇટોન્યૂટટ્રિએન્ટ્સ, વિટામીન અને ખનીજ જેવા તત્વોથી ભરપૂર હોય છે. આ બધા જ તત્વો શરીરમાં ચમત્કાર કરી શકે છે. ડ્રેગન ફ્રૂટમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે, જે લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ડ્રેગન ફ્રૂટને લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ તરીકે પણ માનવામાં આવે છે.
જાણકારો અનુસાર જેનું જીઆઇ 48-52ની વચ્ચે હોય છે એમને આ ફ્રૂટનું સેવન ઓછી માત્રામાં કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક અહેવાલમાં એ વાત પણ જાણવા મળી છે કે ડ્રેગન ફ્રૂટ રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત કરીને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા મદદ કરી શકે છે.
100 ગ્રામ ફળ ખાવાથી 60 કેલરી ઉર્જા મળે છે. ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ 100 ગ્રામથી વધારે ડ્રેગન ફ્રૂટનું સેવન કરી શકતા નથી. આ બ્લડ શુગર સ્પાઇસને ઓછુ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. અન્ય ફ્રૂટ્સની સાથે તમે આનું સેવન કરો છો તો લગભગ 50 ગ્રામ જેટલું ખાઇ શકો છો.
ડ્રેગન ફ્રૂટ ખાવાની રીત
ડ્રેગન ફ્રૂટનું સેવન કરવાની સૌથી સારી રીત એ છે કે આ ફ્રૂટ તાજુ કટ કરીને ખાવું જોઇએ. તમે ડ્રેગન ફ્રૂટમાંથી જ્યૂસ તેમજ સ્મૂધી બનાવીને પી શકો છો. આ સાથે જ કેટલાક લોકો કસ્ટર્ડની સાથે મિક્સ કરીને પુડિંગ પણ બનાવી શકો છો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર