Google Doodle For Vera Gedroits 151 Birth Anniversary: રશિયાની પ્રથમ મહિલા સર્જન વેરા ગેડ્રોઇટ્સ (Vera Gedroits)ને સન્માનિત કરવા માટે ગૂગલ (Google)એ ખાસ ડૂડલ (Doodle) બનાવ્યું હતું. આજે તેમનો 151મો જન્મદિવસ છે, માટે ગૂગલે ખાસ ડૂડલ બનાવી તેમને સન્માન આપ્યું હતું. પ્રિન્સેસ પ્રિંસેસ વેરા ઇગ્નિટીવેના ગેડ્રોઇટ્સ રશિયાના ડોક્ટર ઓફ મેડિસિન (Doctor Of Medicine) હતાં. તેઓ રશિયાની પ્રથમ મહિલા સૈન્ય સર્જન હતાં. આ ઉપરાંત તેઓ સર્જરી ક્ષેત્રમાં સૌપ્રથમ મહિલા પ્રોફેસરની સાથે રશિયાના ઇમ્પીરીયલ પેલેસમાં ડોક્ટર તરીકે સેવા આપનાર સૌપ્રથમ મહિલા તબીબ પણ હતાં.
એક તબીબ-સર્જન હોવાના સાથે તેઓ કવિ અને લેખિકા પણ હતાં. તેમની નીડર સેવા અને સારવારના કારણે અનેક સૈનિકોના જીવ બચી ગયા હતા.
વેરા ગેડ્રોઇટ્સ યુવા ચિકિત્સક તરીકે ખ્યાતનામ હતાં. રશિયામાં હાઇજિન, પોષણ અને સ્વચ્છતાને લઈ અવાજ ઉઠાવનાર પ્રથમ વ્યક્તિ હતા. રશિયાની સારવાર પદ્ધતિમાં સુધારો કરવા માટે તેમણે ભલામણ કરી હતી.
વેરા ગેડ્રોવિટ્ઝનો જન્મ 19 એપ્રિલ 1870ના રોજ કિવના લિથુનિયન શાહી વંશના અગ્રણી પરિવારમાં થયો હતો. આ વિસ્તાર તે સમયે રશિયન સામ્રાજ્યનો ભાગ હતો. વેરા ગેડ્રોવિટ્ઝે સ્વિત્ઝરલેન્ડમાં મેડીસીનનું શિક્ષણ મેળવ્યું હતું. તેઓ 20મી સદીના અંતમાં રશિયા પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓ ફેક્ટરી હોસ્પિટલમાં સર્જન તરીકે જવાબદારી નિભાવવા લાગ્યા હતા.
વેરા ગેડ્રોઇટ્સને પાંચ ભાઈ બહેન હતા. વેરા ગેડ્રોઇટ્સ ભણવામાં વધુ હોશિયાર હતા. તેમના ભાઈનું મોત યોગ્ય સમયે સારવાર ન મળવાના કારણે યુવાનીમાં જ થઈ ગયું હતું. ત્યારબાદ તેમણે તબીબ બનવાનો નિર્ણય કર્યો હતો. તેમના ભાઈ સર્ગેઈના મૃત્યુ બાદ તેમણે ડોક્ટર બનવાના કસમ લીધી હતી. ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિ દુઃખ રોકી શકે તેવો નિર્ધાર કર્યો હતો.
વેરા ગેડ્રોઇટ્સ પિતા કેથલિક હતા, જ્યારે માતા ઓર્થોડોક્સ હતી. તેમણે પોતાના અંતિમ સમય સુધી સેવાકાર્યો કર્યા હતા. 1932માં 54 વર્ષની ઉંમરે તેમનું કિવ ખાતે અવસાન થયું હતું. તેમણે સર્જરી અંગે અનેક પુસ્તકો લખ્યા હતા. આ પુસ્તકો સારવાર ક્ષેત્રમાં ખૂબ કામ લાગ્યા છે.
વેરા ગેડ્રોવિટ્ઝ માત્ર સર્જન અને તબીબી પ્રોફેસર જ નહોતા તેમણે મેડિકલ રિસર્ચમાં પણ ખૂબ પ્રદાન આપ્યું હતું. આ ઉપરાંત વેરા ગેડ્રોવિટ્ઝના લેખક તરીકેની તેમની પ્રતિભા ફક્ત વિદ્યાશાસ્ત્ર સુધી જ મર્યાદિત નહોતી. તેમણે 1931માં લાઈફ નામની બાયોગ્રાફી લખી હતી. ઉપરાંત આ જ વર્ષમાં તેમણે કવિતા સંગ્રહ પ્રકાશિત કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર