Home /News /lifestyle /

#કામનીવાત: 21મી સદીના ભારતમાં એડલ્ટરી એટલે કે લગ્નેતર સંબંધ હવે ગુનો નથી

#કામનીવાત: 21મી સદીના ભારતમાં એડલ્ટરી એટલે કે લગ્નેતર સંબંધ હવે ગુનો નથી

હવે જ્યારે લગ્નેત્તર સંબંધો માટે સ્ત્રી અને પુરુષ બંને સ્વતંત્ર છે. પરંતુ લગ્નેત્તર સંબંધોને લગ્નસંસ્થા માટે જોખમરૃપ છે એ વાત અવગણી શકાય એમ પણ નથી

હવે જ્યારે લગ્નેત્તર સંબંધો માટે સ્ત્રી અને પુરુષ બંને સ્વતંત્ર છે. પરંતુ લગ્નેત્તર સંબંધોને લગ્નસંસ્થા માટે જોખમરૃપ છે એ વાત અવગણી શકાય એમ પણ નથી

  વ્યભિચાર(એડલ્ટરી) એટલે કે સ્ત્રી-પુરુષના લગ્નેત્તર સંબંધો સાથે જોડાયેલી આઈપીસીની કલમ 497 પર ગુરુવારે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. લગ્નેતર સંબંધ હવે ગુનો નથી. સુપ્રીમ કોર્ટે 158 વર્ષ જૂના વ્યભિચાર કાયદાને એવું કહીને રદ કરી નાખ્યો કે કોઈ પુરુષ કોઈ પરિણીત મહિલા સાથે શારીરિક સંબંધ રાખે તો કોઈ ગુનો નથી બનતો. 

  ડો. પારસ શાહ, સેક્સોલોજીસ્ટ

  ૧૮૬૦માં બનેલી આઇપીસીની કલમ ૪૯૭ અંતર્ગત જો કોઇ પુરુષ અન્ય પરિણિત મહિલા સાથે તેની સંમતિથી શારીરિક સંબંધ બનાવે તો એ મહિલાના પતિની ફરિયાદના આધારે એ પુરુષને એડલ્ટરી કાયદા અનુસાર દોષિત માનવામાં આવે. વળી પતિ પોતાની પત્ની વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરી શકે કે ન તો લગ્નેત્તર સંબંધ બાંધનાર પરિણિત પુરુષની પત્ની પોતાના પતિ વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરી શકે. વ્યભિચારના આરોપમાં પુરુષ માટે પાંચ વર્ષ સુધીની સજા અને દંડની
  જોગવાઇ હતી.

  સુપ્રીમ કોર્ટે પરિણીત મહિલા સાથે પરપુરુષના સંબંધને ગુનાહિત ગણતી આઇપીસીની કલમ 497ને ગેરબંધારણીય ગણાવી. પાંચ જજની બંધારણીય બેન્ચે કહ્યું કે પતિ તેની પત્નીનો માલિક નથી. જોકે એડલ્ટરી ભલે ગુનો નથી પણ સમાજની દૃષ્ટિએ ખોટું છે. તેના આધારે છૂટાછેડા થઇ શકશે. આ સંપૂર્ણ રીતે અંગત મામલો છે. લગ્નેતર સંબંધોને લીધે લગ્ન ખરાબ થતાં નથી પણ ખરાબ લગ્નને

  લીધે એડલ્ટરી થાય છે. તેને ગુનો માની સજા આપવાનો અર્થ દુ:ખી લોકોને સજા આપવાનો છે. કલમ 497 હેઠળ પરિણીત મહિલા સાથે પરપુરુષના સંબંધને ગુનો ગણાતો અને દોષિત પુરુષને પાંચ વર્ષ સુધીની જેલ થઇ શકતી હતી. જ્યારે મહિલા પર કોઈ કાર્યવાહી થતી નથી. મહિલા જો પતિની ઇચ્છાથી બીજા પુરુષ સાથે સંબંધ બનાવે તે પણ ગુનો ગણાતો ન હતો.

  સમાજમાં વ્યભિચાર સદીઓથી અસ્તિત્વ ધરાવે છે, જોકે સમયની સાથે સાથે જ મર્યાદા ભંગ કરવાના મામલે જોવતી કે અનુભવાતી શરમનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજકપુર, રેખા, કમલ હસન અથવા શ્રીદેવી જેવા બોલિવૂડના દિગ્ગજોના લગ્નેત્તર સંબંધોનો વિવાદ ગમે તેટલો ચગ્યો હોવા છતાં તેમની લોકપ્રિયતા પર તેની કોઈ અસર જોવાઈ નથી. સગવડીયો વિશ્વાસઘાત કે બેવફાઈ  માત્ર પતિને જ નહીં પરંતુ 'અન્ય' મહિલાને પણ અનુકૂળ બની રહે છે. ભારતીય દંડ સંહિતામાં રહેલી વ્યભિચારને લગતી 158 વર્ષ જૂની અને મહિલાને પીડિત અને પુરુષને ગુનેગાર ગણતી જોગવાઈ અંગે સુપ્રીમ કોર્ટ ગયા વર્ષે કાયદાને ચર્ચા માટે દેશ સમક્ષ રજૂ કર્યો અને ત્યારથી આ મામલે નવેસરથી
  ચર્ચા છેડાઇ. પુનઃસમીક્ષા કરી ત્યારે મહિલાઓને પણ વ્યભિચાર માટે કેમ દંડ ના થવો જોઈએ તે અંગેની નવી ચર્ચાને જન્મ આપ્યો છે. સંભવતઃ આર્થિક સ્વતંત્રતા અને સારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓના લગ્નને જો કેટલાંક વર્ષો થઈ ગયા હોય અને સેક્સ યાંત્રિક બની ગયું હોય તેવા સંજોગોમાં પ્રેમી કરતાં વધુ શારીરિક ઈચ્છાઓ સંતોષનારની તલાશમાં વધુ રહે છે.

  હાલના ઘણાં પુરુષોની જેમ મહિલાઓ પણ પોતાના પરિવારને તોડવા નથી ઈચ્છતી. આથી તેમનામાં ખોટું કર્યાની લાગણી સાવ નહીંવત્ત હોય છે. ઘણી મહિલાઓ લગ્નેત્તર સંબંધો ધરાવતી હોય છે. ઈન્ટરનેટ અને મોબાઈલ ટેક્નોલોજીને કારણે આવા લગ્નેત્તર સંબંધો જાળવવા અગાઉ કરતાં
  વધુ સરળ બન્યાં છે.

  જોકે લગ્નેત્તર સંબંધોને સમાજ સ્વીકારતો નથી. પરંતુ જે સમાજે કદી સ્ત્રીની ઇચ્છાનું જ સન્માન ન કર્યું હોય એ વળી તેની પર્સનલ ચોઇસ વિશે તો વિચારે જ કેવી રીતે? આજે પણ કડવી વાસ્તવિકતા એ જ છે કે કોઇ પરિણિત પુરુષ લગ્નેત્તર સંબંધ બાંધે તો સમાજ સ્વીકારી લે છે પરંતુ જો કોઇ પરિણિત મહિલા આવો સંબંધ બાંધે તો તેને ચરિત્રહીન ગણવામાં આવે છે.

  હવે જ્યારે લગ્નેત્તર સંબંધો માટે સ્ત્રી અને પુરુષ બંને સ્વતંત્ર છે. પરંતુ લગ્નેત્તર સંબંધોને લગ્નસંસ્થા માટે જોખમરૃપ છે એ વાત અવગણી શકાય એમ પણ નથી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Dr paras shah, Kaamniwaat

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन