Home /News /lifestyle /

#કામનીવાત: શું વધુ પડતા માસ્ટરબેટને કારણે મારી તાકાત ઘટી ગઇ છે?

#કામનીવાત: શું વધુ પડતા માસ્ટરબેટને કારણે મારી તાકાત ઘટી ગઇ છે?

જો એનાથી નપુંસક્તા કે કોઇ બીજી બિમારી થતી હો તો દુનિયાની વસ્તી આટલી વધી જ ના હોત આજની તારીખમાં નપુંસક્તા ઓછી ઉતેજનાની અને શિધ્રસ્ખલન માટે સચોટ ઉપચાર ઉપલબ્ધ છે

જો એનાથી નપુંસક્તા કે કોઇ બીજી બિમારી થતી હો તો દુનિયાની વસ્તી આટલી વધી જ ના હોત આજની તારીખમાં નપુંસક્તા ઓછી ઉતેજનાની અને શિધ્રસ્ખલન માટે સચોટ ઉપચાર ઉપલબ્ધ છે

    સમસ્યા:- ડોક્ટર સાહેબ હું એમ.કોમ. ભણેલ યુવાન છું. આજે હું શિક્ષિત છતાં અંગુઠા છાપ છું એવો અહેસાસ થાય છે. મારી જાતીય શક્તિ એટલી જોબવંતી હતી કે હાથે કરી ખર્ચી નાખે છે. ખરાબ સંગતથી ઇન્દ્રિયમાં એકદમ ઢીલાપન, કડકાઇ ઓછી, ઉતેજનાની કમી, શીધ્રસ્ખલન જેવી સમસ્યા ઘર કરી ગઇ છે.

    પત્નીને હાથ-મુખથી સંતોષ આપી શકું છું. પરંતુ મારી ઇચ્છા 30-40 મિનિટ સુધી સંભોગ થાય એવી ઇચ્છા છે. મારુ દાંમ્પત્યજીવન તૂટી જવાની તૈયારીમાં છે. આ સમસ્યા દરમ્યાન શું શું કરવું પડશે? માલિસ તેલ કર્યું સારુ તે જણાવશો, જલ્દી જવાબ આપશોજી. ક્યાંક આ દુ:ખી ભાઇનું વહાણ ક્યાંય ડુબી ન જાય.

    ડો. પારસ શાહ

    ઉકેલ:- તમે જેની વાત કરો છો કે હસ્તમૈથુન દુનિયાના મોટાભાગના પુરુષો અને ઘણીબધી સ્ત્રીઓ એ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારે તો કરેલ જ હોય છે. જો
    એનાથી નપુંસક્તા કે કોઇ બીજી બિમારી થતી હો તો દુનિયાની વસ્તી આટલી વધી જ ના હોત આજની તારીખમાં નપુંસક્તા ઓછી ઉતેજનાની અને શિધ્રસ્ખલન માટે સચોટ ઉપચાર ઉપલબ્ધ છે. આના માટે ગોળી, ઇન્જેક્શનો, મૂત્ર માર્ગની અંદર મુકવાની દવા, વેક્યુમશંક્શન પંપ વગેરે માંથી ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરી શકાય છે.



    જો આમાથી કાંઇ જ કારગત ના નિવડે તો ઓપરેશન દ્રારા કૃત્રિમ લિંગ પણ મુકાવી શકાય છે. પરંતુ એક વાત મનમાં વિચારો સેક્સ તમે શેના માટે માણો છો? જાતીય આનંદ માટે કે મજુરી કરવા? ત્રીસ-ચાલીસ મિનિટનો સમય કરવો હોય તો તે શક્ય છે. પણ દસ મિનિટ પછીનો સમય આનંદને મજુરી અહેસાસમાં ફેરવે છે સાથી પણ આટલા સમયમાં કંટાળી જાય છે.

    મોટાભાગની સ્ત્રીઓને જો સંભોગ ર્પૂવની રમતમાં (ફોરપ્લેમાં) પુરતો સમય આપવામાં આવે તો માત્ર બે જ મિનિટમાં ચરમસીમાનો અનુભવ મળતો હોય છે. માટે કેટલો લાંબો જાતીય સંબંધ ચાલે છે તેના કરતા કેવી રીતે કરો છો અગત્યનું છે .બાકી દેશી વિદેશી નામથી વેંચાતા તેલથી કોઇ જ ફાયદો થતો નથી.

    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિઆલિસ્ટ હોસ્પિટલમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Answering your problem, Dr paras shah, Masterbate, Sex education, Sexologist

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन