Home /News /lifestyle /એક સમયે ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ હતા પણ હવે એવું નથી છતા પત્ની વહેમાય છે શું કરવું?

એક સમયે ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ હતા પણ હવે એવું નથી છતા પત્ની વહેમાય છે શું કરવું?

શું આપને ખબર પડે કે આપના પત્નીને બીજા પુરુષ જોડે સંબંધ છે તો આપ તે ચલાવી લેશો?

શું આપને ખબર પડે કે આપના પત્નીને બીજા પુરુષ જોડે સંબંધ છે તો આપ તે ચલાવી લેશો?

    સમસ્યા:- હું પહેલાં ઘણી સ્ત્રીઓ જોડે સમાગમ કરતો હતો હવે બે વર્ષથી બિલકુલ સુધરી ગયો છું. અને બીજી સ્ત્રી ઉપર નજર પણ નાંખતો નથી પરંતુ મારી પત્ની હજી  પણ મારા ઉપર વહેમાય છે. મારે પત્નીને વિશ્વાસમાં લેવી છે.

    ડો. પારસ શાહ
    ઉકેલ:- આપના પત્નીની શંકા અકારણ નથી. સાથે સાથે આપે પણ ખુલ્લા દિલથી પોતાની ભુલ સ્વીકારી છે  તે પણ સારી વાત છે. સંબંધ ખૂબ જ નાજુક દોરીથી બંધાયેલી લાગણી હોય છએ. ખાસ કરીને પતિ-પત્નીના સંબંધો એ બે વચ્ચેનો સંબંધ સૌથી નજીક અને મિત્ર સમાન હોય છે, છતાં વિશ્વાસ ભંગ થતા ઘણીવાર  લગ્ન જીવન ભંગાણને આરે ઊભું રહે છે. આમ ના થાય તે માટે લગ્નેતર સંબંધ ઉપર ચોકડી મુકવી જ સલાહ ભરેલ છે. થોડી ઘણી સમજણ તો દરેક સંબંધને જાળવવા માટે કેળવવી પડતી જ હોય છે. તો પછી લગ્ન જેવા પવિત્રબંધનની જાળવણી કરવા તેમ જ પતિ-પત્નીના પવિત્ર સંબંધને જાળવવામાં પાછા કેમ પડવું જોઇએ.



    શું આપને ખબર પડે કે આપના પત્નીને બીજા પુરુષ જોડે સંબંધ છે તો આપ તે ચલાવી લેશો? ના તે જ રીતે સ્ત્રી પણ દુનિયામાં દરેક વસ્તુ સ્વીકારી શકે છે પણ પોતાના પતિને બીજાની બાહોમાં જોઇ શકતી નથી હવે જે ભૂલો થઇ ગયેલ છે તે તો સુધારી શકવાના નથી. પરંતુ પ્રેમથી પત્નીને સમજાવાનો પ્રયત્ન કરવો જોઇએ. અને રખે એમ માનતા કે પત્ની બે-ચાર વાર સમજાવાથી માની જશે.

    તેને તમારી ઉપર વિશ્વાસ બેસે તમને નવેસરથી સમજી શકે તો માટે પુરતો સમય આપો સ્ત્રીનું મન અને દિલ બન્ને ખૂબ જ કોમળ હોય છે. જે જેટલી જલદી તૂટે છે  તેટલી જ જલદી જોડાઇ જાય છે પણ જરૂર છે નર્યા સ્નેહ અને વફાદારી સીંચવાની. જો યોગ્ય માવજત કરવામાં આવશે તો આપનું જીવન ફરીથી હરિયાળુ અને લહેરાતું થઇ જશે.

    આ પંક્તિ યાદ રાખવા જેવી છે “વાસનાઓને લગામોથી જરા બાંધી દો, આડા વ્યવહારને હમણાં જ તરત ત્યાગીદો, એઇડ્રસ અટકાવવા માટે વાત મનમાં સ્થાપી દો, સેક્સને લગ્નજીવન પૂરતો સીમિત રાખી દો”

    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિઆલિટી હોસ્પિટલમાં ચીફ કન્સલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dr paras shah, Kaamniwaat

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन