#કામનીવાત: સેક્સ ચેન્જ શું છે?

News18 Gujarati
Updated: September 28, 2018, 3:32 PM IST
#કામનીવાત: સેક્સ ચેન્જ શું છે?
વ્યક્તિમાં સ્કિઝોફોનિયા નામની મનોવૈજ્ઞાનિક બીમારીમાં ‘ટ્રાન્સસેકસ્યુલ’ પ્રકારની ઇચ્છા થતી હોય છે.

વ્યક્તિમાં સ્કિઝોફોનિયા નામની મનોવૈજ્ઞાનિક બીમારીમાં ‘ટ્રાન્સસેકસ્યુલ’ પ્રકારની ઇચ્છા થતી હોય છે.

  • Share this:
સમસ્યા. મારો પ્રશ્ન એ છે કે સેક્સ ચેન્જ શું છે? સેક્સ ચેન્જ કરાવ્યા પછી પુરુષ સંપૂર્ણ સ્ત્રી બની શકે છે? આ ઓપરેશન બાદ તે પુરુષ સાથે જાતીય સંબંધ રાખી શકે છે? આ ઓપરેશનનો ખર્ચ કેટલા સુધી આવે છે?

સેક્સોલોજિસ્ટ- ડો. પારસ શાહ
ઉકેલ. સેક્સ ચેન્જ ઓપરેશન એટલે જાતિય પરિવર્તનનું ઓપરેશન આ ઓપરેશન દ્વારા વ્યક્તિના બાહ્ય જાતિય અંગોમાં પરિવર્તન લાવવામાં આવે છે. પુરુષમાં તેની ઇન્દ્રિય દુર કરી કૃત્રિમ યોનિમાર્ગ, સ્તન બનાવવામાં આવે છે. તેજ રીતે સ્ત્રીઓમાં તેના સ્તન અને યોનિમાર્ગ દુર કરી કૃત્રિમ લિંગ બેસાડવામાં આવે છે. તેઓ સંપૂર્ણ સ્ત્રી કે પુરુષ નથી બની શકતા.કારણ કે આ ઓપરેશન પછી તે પિતા કે માતા નથી બની શકતા. હા પરંતુ તેઓ ચોક્કસ જાતીય જીવન માણી શકે છે. તેઓના સાથીને પણ પૂરતો સંતોષ આપી શકે છે. આ ઓપરેશનનો ઓછામાં ઓછો ખર્ચ એક લાખ રૂપિયા થઇ શકે છે. પરંતુ આ ઓપરેશન પહેલા દર્દીની મનોસ્થિતિ જાણવી જરૂરી છે.

કારણ કે ઘણીવાર વ્યક્તિમાં સ્કિઝોફોનિયા નામની મનોવૈજ્ઞાનિક બીમારીમાં ‘ટ્રાન્સસેકસ્યુલ’ પ્રકારની ઇચ્છા થતી હોય છે. આ ઓપરેશન પહેલા દર્દીએ હોર્મોન્સ ટ્રિટમેન્ટ લેવી પડતી હોય છે. શરીરમાં બાયોલોજિકલ ચેઇન્જિસ કરાવવા કરતાં ક્રોસડ્રેસિંગ કરીને સોશિયલ ચેઇન્જ અપનાવો.(ડૉ. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

જો આપનાં મનમાં પણ કોઇ પ્રશ્ન કે જિજ્ઞાસા છે તો આપ Ask.life@nw18.com પર તમારો સવાલ પુછી શકો છો. ડો. શાહ આપનાંતમામ સવાલનાં જવાબ આપશે
Published by: Margi Pandya
First published: September 28, 2018, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading