Home /News /lifestyle /

#કામનીવાત: શું હું નપુંસક છું?

#કામનીવાત: શું હું નપુંસક છું?

    સમસ્યા. મેં પહેલા પણ કાગળ દ્વારા રજુઆત કરી હતી. પરંતુ કોઇ જવાબ મને મળ્યો ન હતો. આ વખતે જો જવાબ નહી આવે તો હું આત્મહત્યા કરી લઇશ. હું ખૂબ જ ટેન્શનમાં છું. મારી ઉંમર 21 વર્ષની છે. હું છેલ્લા કેટલાય વર્ષોથી હસ્તમૈથુન કરું છું. મારી ઇન્દ્રિય સામાન્ય અવસ્થામાં નાના બાળકની ઇન્દ્રિય જેવું દેખાય છે. શુંક્રપિંડ પણ ઉપર નીચે છે. તો શું હું નપુંસક છું? અને જ્યારે મને ઉતેજના થાય છે ત્યારે ઇન્દ્રિયના નીચેના ભાગમાંથી પેશાબ થાય છે. ત્યાં સફેદ નાની નાની ફણસી જેવું કઇ થઇ ગયું છે. તો શું મને H.I.V. છે કે પછી મને એઇડ્સ તો નથી ને? મને કાંઇ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી. શું હું મારી પત્નીને જાતિય સુખ આપી શકીશ કે નહીં? મારે લગ્ન કરવા કે નહી?

    #સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ

    ઉકેલ. સૌ પ્રથમ તો આત્મહત્યા એ કોઇ મુશ્કેલીનો ઉકેલ નથી. મને રોજના આ કોલમ માટે સૌથી વધુ પત્રો મલે છે. માટે દરેકને જલ્દી જવાબ આપવો શક્ય નથી. જેના માટે દિલગીરી છે. આજ કોલમમાં ભૂતકાળમાં ઘણીવાર હસ્તમૈથુનની ચર્ચા થયેલ છે. જીવનમાં મોટાભાગના પુરુષોએ અને ઘણી સ્ત્રીઓએ હસ્તમૈથુન કરેલ હોય છે. નુકશાન થતું નથી. નપુંસકતા એટલે ઇન્દ્રિયમાં ઉત્થાન નો અભાવ. આપ નપુંસક ના કહેવાવ. અને ચોક્કસ લગ્ન કરી શકો છો.



    આપની બીજી તકલીફ પેશાબની છે. ઘણીવાર પેશાબ ઇન્દ્રિયમાં બીજી તરફથી થતો હોય છે. એની તપાસ કરવી પડે. અને જો જરૂર લાગે તો ઓપરેશનથી આ મુશ્કેલી સુધારી શકાય. માટે મનમાં બિલકુલ મુઝવણ રાખ્યા વગર માતા-પિતાને વાત કરો અને યોગ્ય ડોક્ટર પાસે તપાસ કરાવો. સફેદ ફોલ્લી કદાચ લોક્લ ચેપને કારણે હોઇ શકે છે. જે દવાથી દુર થઇ શકે છે. બાકી આ H.I.V. કે એઇડ્સની નિશાની નથી. એઇડ્સ મોટાભાગે અસુરક્ષિત જાતીય સંબંધને કારણે થાય છે.

    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કન્સલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

    જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
    Published by:Margi Pandya
    First published:

    Tags: Answering your problem, Dr paras shah, Kaam ni waat, Sexologist

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन