Home /News /lifestyle /

#કામનીવાત: ચીકાશ જેવો પદાર્થ બહાર નિકળે છે

#કામનીવાત: ચીકાશ જેવો પદાર્થ બહાર નિકળે છે

મારી ઉંમર 18 વર્ષની છે. સ્કૂલમાં ભણું છું. હું જ્યારે પણ બ્લ્યુ ફિલ્મ જોવ છું. ત્યારે જોત જોતામાં જ મારા શિશ્નમાંથી ચીકાશ જેવો પદાર્થ બહાર નિકળે છે

મારી ઉંમર 18 વર્ષની છે. સ્કૂલમાં ભણું છું. હું જ્યારે પણ બ્લ્યુ ફિલ્મ જોવ છું. ત્યારે જોત જોતામાં જ મારા શિશ્નમાંથી ચીકાશ જેવો પદાર્થ બહાર નિકળે છે

    સમસ્યા. મારી ઉંમર 18 વર્ષની છે. સ્કૂલમાં ભણું છું. હું જ્યારે પણ બ્લ્યુ ફિલ્મ જોવ છું. ત્યારે જોત જોતામાં જ મારા શિશ્નમાંથી ચીકાશ જેવો પદાર્થ બહાર નિકળી જાય છે. હજી તો હસ્તમૈથુન પણ કરેલ નથી અને આ પ્રવાહી ના થોડા ટિપા બહાર નીકળી જાય છે. હું આ સમસ્યાને લઇને ખૂબ જ ટેન્શમાં છું.
    સેક્સોલોજીસ્ટ, ડો. પારસ શાહ

    ઉકેલ. જ્યારે પણ સ્ત્રી કે પુરુષ જાતીય ઇચ્છા થાય છે. ત્યારે ચીકાશનો અનુભવ થાય છે. આ એક દરેક વ્યક્તિને અનુભવાતી નોર્મલ ક્રિયા છે. આપ મોટરસાયકલ ચલાવતા હશો. તેને ચલાવવા તેમાં શું નાખો છો? પેટ્રોલ...પેટ્રોલ સાથે બીજું શું નાખો છો? ઓઇલ.... કેમ? કારણ કે મશીનને ઘર્ષણ ના થાય.



    તે જ રીતે ભગવાને પણ આપણા શરીરમાં આવી રચના કરી છે. જ્યારે પણ સેક્સના વિચાર આવે કે સંભોગ પૂર્વની પ્રેમક્રિડા દરમિયાન પુરુષને ચીકાશના બે ચાર ટીપા બહાર આવે અને સ્ત્રીને યોનિમાર્ગમાં ભિનાશ અનુભવાય છે. આને કારણે પુરુષના શિશ્નનો સ્ત્રીના યોનિમાર્ગમાં પ્રવેશ આસાનીથી કોઇપણ પ્રકારનાં દુ:ખાવા વગર થઇ શકે છે. આ એક સહજ વાત છે. માટે ચિંતા કે દવા કરવવાની કોઇ જ જરૂરી નથી.

    (ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટન્ટ સેક્સોલોજિસ્ટ છે.)

    જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ
    આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
    Published by:Margi Pandya
    First published:

    Tags: Answering your problem, Dr paras shah, Kaam ni waat, Sexologist

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन