સમસ્યા. મારે 4 વર્ષનો એક પુત્ર છે. હમણા 6 દિવસ પહેલા મારે બીજો પુત્ર થયેલ છે. તેનું લોહીનું ગ્રુપ મારા કરતા જુદુ પડે છે. 4 વર્ષના દિકરાનું બ્લડગ્રુપ ચેક કરાવેલ નથી. 4 વર્ષના દિકરો શ્યામ રંગનો છે જ્યારે 6 દિવસનો બાળક ગોરું છે. મારી ચિંતા એ છે કે મારી પત્નીને શું કોઇ બીજા જોડે સંબંધ હશે?
ડો. પારસ શાહ, સેક્સોલોજિસ્ટ
ઉકેલ. જન્મનાર બાળકને માતાનું અથવા પિતાનું બ્લડગ્રુપ વારસામાં મળતું હોય છે. શક્ય છે પહેલા બાળકનું બ્લડગ્રુપ તમને મળે તો બીજાનું ગ્રુપ પત્નિના બ્લડગ્રુપને મળતું આવે. જરૂરી નથી કે બન્નેં બાળકોને પિતાનું જ બ્લડગ્રુપ મળે. હજુ આપનું બીજુ બાળક માત્ર 6 દિવસનું જ છે. શરૂઆતના ત્રણ-ચાર મહિનામાં બાળકનો રંગ, દેખાવ વગેરે બદલાતા રહેતા હોય છે.
આજે તે માતા જેવું લાગે તો થોડા દિવસ પછી લાગે કે તે પિતા જેવું લાગતું હોય છે. આપ આ ચિંતામાં પુત્ર થવાનો આનંદ ગુમાવી રહ્યા છો. અને શંકાના મૂળ નાખી ભવિષ્યમાં સંસાર બગાડી રહ્યા છો. છતાં પણ જો આપને વિશ્વાસ ના જ આવતો હોય અને ખાતરી કરવીજ હોય તો DNA ટેસ્ટ કરાવી શકાય છે. આ ટેસ્ટથી સાચો પિતા કોણ તે ખાતરી પૂર્વક જાણી શકાય છે. મારા મતે આપે હાલમાં પુત્ર થયાનો આનંદ માણવાની જરૂર છે નહીં કે ખોટી ચિંતા કરવાની જરૂર.
જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર