#કામનીવાત: 'સેફ સેક્સ'નો શું અર્થ છે?

સૌથી યોગ્ય ઉપાય કોન્ડોમ છે. જે સૌથી પ્રભાવી અને સુરક્ષિત છે. તે પ્રેગ્નેન્સીથી માંડી સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝથી બચાવે છે

News18 Gujarati
Updated: June 7, 2018, 6:55 PM IST
#કામનીવાત: 'સેફ સેક્સ'નો શું અર્થ છે?
સૌથી યોગ્ય ઉપાય કોન્ડોમ છે. જે સૌથી પ્રભાવી અને સુરક્ષિત છે. તે પ્રેગ્નેન્સીથી માંડી સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝથી બચાવે છે
News18 Gujarati
Updated: June 7, 2018, 6:55 PM IST
સમસ્યા: ઘણી વખત ડોક્ટર સેફ સેક્સની વાત કરે છે સેફ સેક્સનો અર્થ શું છે? સેક્સ સુરક્ષિત થાય, તે માટે શું કરવું જોઇએ?

#સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ

ઉકેલ: આ ખુબજ મહત્વપૂર્ણ સવાલ છે સુરક્ષિત સેક્સ શું હોય છે? સુરક્ષાને બે રીતે સમજવી જરૂરી છે એખ તો એવો સુરક્ષિત સેક્સ જે પ્રેગ્નેન્સી બચવા માટે કરવામાં આવે છે. અને બીજો છે તે સેક્સુઅળી ટ્રાન્સમિટેડ ડિસિઝ (STD) એટલે કે યૌન સંબંધોને કારણે થતી બીમારીઓથી બચવા માટે કરવામાં આવે છે. જેમ કે HIV/એઇડ્સ અને સિફલિસ જેવી બમારી. સુરક્ષિત સેક્સ માટે કયો ઉપાય અપનાવવો જોઇએ. આ યૌન સંબંધોની આપની પ્રકૃતિ અને જરૂરીયાત પર નિર્ભર છે.

સેક્સને સુરક્ષિત બનાવવું ખુબ જરૂરી છે. અસુરક્ષિત સેક્સને કારણે પ્રેગ્નેન્સીને લઇને યૌન સંબંધિત બીમારીઓ થવી નિશ્ચિત છએ. તેનાંથી બચવા માટે જરૂરી છે કે આપણે સુરક્ષાની જરૂરીયાતને સમજીયે અને સુરક્ષાનાં ઉપાય વિશે વધુ જાણકાર મેળવીયે.

જેમ કે જો આપ મોનોગેમીનો પ્લાન કરી રહ્યાં છો એટલે કે આપનાં એક જ વ્યક્તિ સાથે સેક્સુઅલી સંબંધ છે પણ આપ હાલમાં બાળક નથઈ ઇચ્છતા તો પ્રેગ્નેન્સીથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત આપની મહિલા પાર્ટનર ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરી શકે છે. જો આપની પહેલાથી જ એક સંતાન છે તો આપની મહિલા પાર્ટનર કોપર-ટી પણ લગાવી શકે છએ. આ તમામ ઉપાયથી આપ પ્રેગ્નેન્સીની સંભાવનાને ઓછી કરી શકો છો.

જો આપનાં એકથી વધુ લોકો સાથે શારીરિક સંબંધ છે કે અલગ-અલગ સમયમાં રહ્યાં છે તો ગર્ભનિરોધક ગોળી અને કોપર્ટી નહી ચાલે. આપે કોન્ડોમનો જ ઉપયોગ કરવો જોઇએ. તેનાંથી STD રોગોથી બચી શખાય છે.
Loading...આ ઉપરાંત પ્રેગ્નેન્સીથી બચવાનો વધુ એક ઉપાય છે પણ તે સુરક્ષિત નથી. આપ મહિનાનાં તે દિવસોમાં સેક્સ કરી શકો. જ્યારે મહિલામાં ગર્ભધારણની સંભાવના સૌથી ઓછી હોય છે. પીરિયડ આવવાનાં પહેલા દિવસથી લઇને દસમાં દિવસ સુધીનો સમય ઉર્વર નથી માનવામાં આવતો. આ દરમિયાન ગર્ભધારણની સંભાવના સૌથી ઓછી હોય છે. 12માં દિવસથી લઇને 18માં દિવસ સુધી ગર્ભધારણની સંભાવના સૌથી વધુ હોય છે તેથી આ સમય પ્રમાણે સંબંધ બાંધવામાં આવે તો ગર્ભધારણની સંભાવના ઓછી હોય છે પણ યાદ રાખજો આ સો ટકા સેફ ઉપાય નથી.

સૌથી યોગ્ય ઉપાય કોન્ડોમ છે. જે સૌથી પ્રભાવી અને સુરક્ષિત છે. તે પ્રેગ્નેન્સીથી માંડી સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝથી બચાવે છે.

(ડો. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કન્સલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)

જો આપનાં મનમાં પણ કોઇ સવાલ કે જિજ્ઞાસા છે તો આપ આપનાં પ્રશ્ન અમને નીચેનાં ઇમેલ આઇડી પર મોકલી શકો છો. ડો. પારસ શાહ તે તમામનાં જવાબ
આપશે. ઇ-મેઇલ- Ask.life@nw18.com
First published: June 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...